લગ્ન નોંધણી પ્રમાણપત્ર 2025 : સંપૂર્ણ માહિતી
લગ્ન નોંધણી પ્રમાણપત્ર એ એક સરકારી દસ્તાવેજ છે જે દર્શાવે છે કે બે વ્યક્તિઓએ કાયદેસર રીતે લગ્ન કર્યા છે. ભારતમાં આ નોંધણી હિન્દુ મેરેજ એક્ટ, 1955 (હિન્દુ લગ્ન માટે) અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 (અલગ-અલગ ધર્મના લગ્ન માટે) હેઠળ થાય છે. આ પ્રમાણપત્ર લગ્નને કાનૂની માન્યતા આપે છે અને વિવિધ કાનૂની, વહીવટી અને સામાજિક હેતુઓ માટે જરૂરી છે.
લગ્ન નોંધણીનું મહત્વ
- કાનૂની સુરક્ષા: લગ્નને કાયદેસર માન્યતા મળે છે, જેનાથી ભવિષ્યમાં કાનૂની વિવાદો ટાળી શકાય.
- જીવનસાથીના અધિકારો: પતિ-પત્નીના વારસા, ભરણપોષણ અને મિલકતના હક્કો સુરક્ષિત થાય છે.
- સરકારી લાભ: વીઝા, પાસપોર્ટ, બેંક ખાતું, સરકારી યોજનાઓ (જેમ કે વીમો, પેન્શન) માટે ઉપયોગી.
- મહિલાઓ માટે સુરક્ષા: ખાસ કરીને મહિલાઓને સામાજિક અને આર્થિક સુરક્ષા મળે છે, જેમ કે ઘરેલું હિંસા કે છૂટાછેડાના કેસમાં.
- સરકારી યોજનાઓ: કુંવરબાઇનુ મામેરૂ, સાત ફેરા સમુહ લગ્ન, વ્હાલી દિકરી યોજના જેવી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી છે.
લગ્ન નોંધણી પ્રમાણપત્ર હાઇલાઇટ પોઇન્ટ
આર્ટિકલનું નામ | લગ્ન નોંધણી પ્રમાણપત્ર |
લાભાર્થી | લગ્ન કરનાર પતિ પત્ની |
લગ્ન નોંધણી ફોર્મ pdf નમુના ૧ અને ૫ ગુજરાતીમાં Download | |
લગ્ન નોંધણી ફોર્મ 2અંગ્રેજીમાં pdf Download । મેરેજ સર્ટી ફોર્મ pdf | |
લગ્ન નોંધણી સોગંદનામું | |
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ pdf Download | |
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ ના નિયમો pdf | |
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે | |
ટેલિગ્રામ સાથે જોડાવા માટે |
લગ્ન પ્રમાણપત્ર કઢાવવા માટેની પાત્રતા
- કન્યાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- વરની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
- પતિ અને પત્ની બંને ભારતીય નાગરિક હોવા જોઈએ.
- વિદેશી વ્યક્તિ માટે, નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર (NOC) જરૂરી છે.
લગ્ન નોંધણી પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ 2025 । Marriage certificate documents gujarati , મેરેજ સર્ટી ડોક્યુમેન્ટ,
લગ્ન નોધણી કરાવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરુર પડતી હોય છે.
- લગ્ન નોંધણી ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧
- વર અને કન્યાના શાળા છોડ્યાના પ્રમાણપત્રની ખરી નકલ.
- વર અને કન્યાના રેશનકાર્ડની ખરી નકલ.
- વર અને કન્યા બન્ને ના આધાર કાર્ડ.
- વર તથા કન્યાના બંનેનાં બે બે પાસપોર્ટ સાઇઝ્ના ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો
- કંકોત્રી ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ.
- ગોર મહારાજ તેમજ બંને પક્ષના સાક્ષીઓનાં આધાર કાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ.
- વર અને કન્યાના પિતાના આધાર કાર્ડની નકલ.
- તમામ પુરાવો બે બે નક્લોમાં રાખવા. તેમજ પુરાવામાં વર કન્યાએ સહિ કરવી.
- તમામ અસલપત્રો દેખાડવા માટે સાથે રાખવા.
- લગ્ન અરજી ફોર્મ કાળી બોલપેનથી ભરવુ તથા તથા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર/તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવુ.
- લગ્ન નોંધણી સમયે વર કન્યા બંનેએ હાજર રહેવું.
લગ્ન નોંધણી ફી-
- લગ્નની તારીખથી એક મહિનામા નોંધણી કરાવવામાં આવે તો રૂ. ૫/ ફી
- લગ્નની તારીખથી ત્રણ મહિનાની અંદર નોંધણી કરાવવામાં આવે તો રૂ. ૧૫/ ફી
- લગ્નની તારીખથી ત્રણ મહિનાથી ઉપરના સમયમાં નોંધણી કરાવવામાં આવે તો ફી . ૨૫/- રૂ
- ફોર્મ ઉપર 200 + 200 રૂ/- ની બે એગ્રિમેન્ટ સ્ટેમ્પ તેમજ રૂ. ૩ ની કોર્ટ સ્ટેમ્પ લગાવવાની હોય છે .
- લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન રજિસ્ટ્રાર પાસેથી વિનામુલ્યે મળી રહેશે.
લગ્ન નોંધણીની પ્રક્રિયા
લગ્ન નોંધણી કોની જોડે કરાવવાની હોય છે ?
- ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી.
- નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી.
- મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય).
- નોટીફાઇડ એરિયા ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર.
લગ્ન નોંધણી કરાવવાની રીત :marriage registration process
- લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોએ નક્કી કરેલા નમુનામાં ડોક્યુમેન્ટ ની યાદી તૈયાર કરવાની હોય છે,
- અને લગ્નની તારીખથી ૩૦ દિવસની અંદર જે સ્થળે લગ્ન કરવામાં આવ્યા હોય તે વિસ્તારના રજીસ્ટ્રાર અથવા તલાટી કમ મંત્રીને નોંધણીની યાદી બે નકલમાં આપવાની હોય છે.
- લગ્ન નોંધણી માટે ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ ભરવું,
- ફોર્મ માં બે સાક્ષીઓની સહી કરાવવી પડ્શે.
- ત્યારબાદ રજીસ્ટ્રાર ફોર્મ અને આપેલા તમામ પુરાવા ચેક કરશે. અને યોગ્ય જણાશે તો મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપશે.
- ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકો.
- લગ્ન કર્યા ના ૩૦ દિવસ બાદ પણ લગ્ન નોંધણી કરાવી શકાય છે.
ગુજરાતમાં નગરપાલિકા માં મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી? - Marriage Certificate Gujarat Online Apply
ઓનલાઇન પ્રક્રિયા (ગુજરાત) શહેરી વિસ્તાર માટે
https://enagar.gujarat.gov.in પર જાઓ.
- "લગ્ન નોંધણી" વિકલ્પ પસંદ કરો.
- નવું રજીસ્ટ્રેશન કરો અને વિગતો ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો અને ફી ઓનલાઇન ચૂકવો.
- એપોઇન્ટમેન્ટ બુક કરો અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહો.
- સફળ નોંધણી પછી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.
પ્રમાણપત્ર મેળવવુ
નોંધણી પૂર્ણ થયા બાદ સબ-રજિસ્ટ્રાર દ્વારા લગ્ન પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે.
ઓનલાઇન નોંધણીના કિસ્સામાં ડિજિટલ કોપી પણ મળે છે.
લગ્ન નોંધણીના પ્રકાર
- હિન્દુ મેરેજ એક્ટ, 1955: હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ ધર્મના લગ્ન માટે.
- સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954: ધર્મથી આગળ વધીને (ઇન્ટર-કાસ્ટ/ઇન્ટર-રિલિજન) લગ્ન માટે.
- કોર્ટ મેરેજ: સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટમાં નોંધણી.
નિષ્કર્ષ
લગ્ન નોંધણી પ્રમાણપત્ર એ દરેક દંપતી માટે આવશ્યક દસ્તાવેજ છે, જે લગ્નને કાનૂની માન્યતા આપે છે અને ભવિષ્યની કાનૂની જટિલતાઓથી બચાવે છે. ખાસ કરીને ગુજરાતમાં ઓનલાઇન સુવિધાઓએ આ પ્રક્રિયાને સરળ બનાવી છે. આજે જ તમારા લગ્નની નોંધણી કરાવો અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો.
Social Plugin