ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ (FFS) એપ: ઓનલાઇન ખાતર બુકિંગ
ખેડૂતોને સબસિડીવાળું ખાતર સરળતાથી અને પારદર્શક રીતે મળી રહે તે માટે Framework for Fertilizer Sale (FFS) નામની ડિજિટલ એપ તૈયાર કરવામાં આવી છે . આ એપની મદદથી ખેડૂતો પોતાના મોબાઈલથી ઘરે બેઠા ખાતરની બુકિંગ કરી શકે છે .
✅ મુખ્ય ફાયદો: ખેડૂતો પોતાની પસંદગીની દુકાને ખાતરનો સ્ટોક અગાઉથી ચેક કરીને બુક કરી શકે છે, જેથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું નથી અને ખાતર નિશ્ચિતપણે મળી રહે છે .
📌 ઓનલાઇન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ: આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર હોવો જરૂરી છે (OTP દ્વારા લોગીન કરવા માટે) . જો નંબર લિંક ન હોય તો 'આધાર ફેસ RD' (Face Authentication) થી પણ લોગીન કરી શકાય છે .
- ફાર્મર આઈડી (Farmer ID): ગુજરાત ખેડૂત નોંધણી અંતર્ગત બનેલો યુનિક ફાર્મર આઈડી .
- જમીનની વિગતો: જમીનનો સર્વે નંબર, ખાતા નંબર અને કયો પાક વાવ્યો છે તેની માહિતી .
🚀 ખાતર બુકિંગની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
- 1એપ ડાઉનલોડ કરો: Google Play Store માં જઈને "Framework for Fertilizer Sale" સર્ચ કરી એપ ઇન્સ્ટોલ કરો . એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક
રો - 2ભાષા અને રાજ્ય પસંદ કરો: એપ ઓપન કરી તમારી મનપસંદ ભાષા (જેમ કે હિન્દી અથવા અંગ્રેજી) પસંદ કરો અને ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરો
- 3લોગીન પ્રક્રિયા: તમે આધાર કાર્ડ નંબર અથવા ફાર્મર આઈડી બંનેમાંથી કોઈ એક વિકલ્પથી લોગીન કરી શકો છો . આધાર નંબર નાખી "Send OTP" પર ક્લિક કરી OTP સબમિટ કરો .
- 4જમીનની વિગતો ઉમેરવી: "Add New Land" (➕) વિકલ્પ પર ક્લિક કરો . તમે જમીનના માલિક છો કે ભાગીયા (બટાઈદાર) તે પસંદ કરી, જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબરની માહિતી ઉમેરો .
- 5પાક પસંદ કરવો: તમે ખેતરમાં કયો પાક વાવ્યો છે (દા.ત. શેરડી, ફળ, શાકભાજી વગેરે) તે લિસ્ટમાંથી પસંદ કરી કન્ફર્મ કરો .
- 6ખાતરની પસંદગી (Apply for Fertilizers): "Apply for Fertilizers" પર ક્લિક કરો . તમને યુરિયા, DAP, NPK વગેરેનું લિસ્ટ દેખાશે. જે ખાતર નથી જોઈતું તેને માઇનસ (-) બટન દબાવી ડીલીટ કરો અને માત્ર જોઈતા ખાતરની પસંદગી કરી આગળ વધો .
- 7દુકાનની પસંદગી: તમારી નજીકની ખાતર વિક્રેતાની દુકાન કે કેન્દ્રનું નામ સર્ચ કરી સિલેક્ટ કરો . તમે એ જ દુકાનેથી ખાતર મેળવી શકશો .
- 8અરજદારની વિગત: જો ખેડૂત પોતે ખાતર લેવા જવાનો હોય તો "Farmer Himself" પસંદ કરી મોબાઈલ નંબર નાખો. જો અન્ય કોઈ વ્યક્તિ જવાની હોય તો પ્રતિનિધિ (Representative) પસંદ કરી તેમનો આધાર નંબર અને નામ નાખો .
- 9QR કોડ મેળવવો: સબમિટ કરવાથી એક ડિજિટલ QR કોડ અને બુકિંગ ID જનરેટ થશે . આ કોડને ફોનમાં સેવ કરી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો . દુકાન પર આ કોડ બતાવીને ખાતર મેળવી શકાશે.
⚠️ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો
- સમય મર્યાદા (Validity): જનરેટ થયેલો QR કોડ ૨ દિવસ માટે જ માન્ય રહે છે . નિર્ધારિત સમયમાં ખાતર ન લેવામાં આવે તો બુકિંગ આપમેળે રદ થઈ જશે
- ઓર્ડર કેન્સલ કરવો: જો તમે ખાતર લેવા ન જઈ શકો, તો એપમાં "History" માં જઈને "Cancel Application" દ્વારા બુકિંગ રદ પણ કરી શકો છો
- દુકાનનો નિયમ: તમે એપમાં જે દુકાન પસંદ કરી છે, ખાતર ફરજીયાત પણે તે જ દુકાનેથી લેવાનું રહેશે
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો શું કરવું?
જો મોબાઈલ નંબર લિંક ન હોય, તો તમે Play Store માંથી "Aadhaar Face RD" એપ ડાઉનલોડ કરીને ચહેરાના સ્કેનિંગ (Face Authentication) દ્વારા પણ લોગીન કરી શકો છો .
2. શું ખેડૂત સિવાય અન્ય વ્યક્તિ ખાતર લેવા જઈ શકે?
હા, બુકિંગ વખતે "Representative" વિકલ્પ પસંદ કરીને જે વ્યક્તિ જવાની છે તેમનું નામ અને આધાર નંબર નાખી તેમને ખાતર લેવા મોકલી શકાય છે .
3. કયા કયા ખાતર ઓનલાઈન બુક કરી શકાય છે?
આ એપ દ્વારા યુરિયા, ડીએપી (DAP), એનપીકે (NPK) અને એમઓપી (MOP) જેવા સબસિડીવાળા ખાતર બુક કરી શકાય છે
3. કઇ તારીખ થી ઓનલાઇન બુકિંગ થવાનુ શરૂ થશે ?
૧ ઓગસ્ટ થી ઓનલાઇન એપ્લિકેશન મારફતે બુકિંગ કરવાનું શરુ થશે
🔗 અગત્યની લિંક્સ અને હેલ્પલાઇન
- ગુજરાત ખેડૂત નોંધણી (Farmer Registry): ફાર્મર ID નોંધણી માટે. (હેલ્પલાઇન નંબર: 079-23256200)
- ઇમેઇલ સપોર્ટ: ministryofagricultureandfarmer@gmail.com
- એપ ડાઉનલોડ લિંક: Google Play Store પર ઉપલબ્ધ
Social Plugin