jamin mapni online |જમીન માપણી ગુજરાત । જમીન માપણી કરવા માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા એક જ ક્લિક માં

jamin mapni online |જમીન માપણી ગુજરાત । જમીન માપણી કરવા માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા એક જ ક્લિક માં

 જમીન માપણી કરવા માટે ઓનલાઈન અરજી  કરો ઘરે બેઠા એક જ ક્લિક માં 
bkgujarat.com

ગુજરાત સરકાર અને મહેસુલ વિભાગ દ્વારા, નાગરીકો અને ખેડુતો ની સરળતા માટે ઇ ધરા- પોર્ટલ તેમજ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા અંતર્ગત ,અનેક કામગીરી ઓનલાઇન કરેલ છે. તેજ રીતે ૭/૧૨ ના ઉતારા Download માટે anyror portal લોન્ચ કરેલ છે. અને જમીનના દસ્તાવેજોને ડિજિટલ રુપ માં જોવા, અને જમીનને લગતી અરજી કરવા માટે IORA પોર્ટલ વિકસીત કરેલ છે. જેના માધ્યમથી ખેડૂત વારસાઇ નોંધ,હયાતિમાં હક્ક દાખલ,જમીન માપણી અંગેની અરજી,વગેરે અરજી ઓનલાઇન ઘરે બેઠા કરી શકાય છે. તેમજ આ પોર્ટલની મદદ વડે ઘરે બેઠા જમીનને લગતી તમામ બાબતો ઘરે બેઠા જોઇ શકાય છે. 

    જમીન માપણી  ઓનલાઇન અરજી 

    પહેલા જમીન માપણી માટે ઓફલાઇન DILRની કચેરીએ અરજી કરવી પડતી હતી. પણ હવે જો તમે તમારી જમીનની માપણી કરવા ઇચ્છો છો તો તેના માટે ઓનલાઇન અરજી કરી શકો છો જેના માટે તમારે કયાંય જવાની જરૂર નથી પણ IORA PORTAL પર જઇને ઓનલાઇન કરવાની હોય છે.

    Highligh Point Of jamin mapani gujarat 2023

    આર્ટિકલનો મુદ્દો

    iORA પોર્ટલ પરથી જમીન માપણી માટે  અરજી કરવી

    જમીન માપણી માટે અરજી કરવાની  Official વેબસાઇટ

    iORA Website

    જમીન માપણી માટે અરજી કરવા  માટે | iora gujarat gov in online apply

    અહિં ક્લીક કરો

    ઉતારા માટેની AnyROR ની વેબસાઇટ પર જવા માટે

    અહિં ક્લિક કરો

    અમારી સાથે વેબસાઇટના માધ્યમથી જોડાવા માટે અહિં ક્લિક કરો

    અહિં ક્લિક કરો

    જમીન માપણી માટે અરજી કરવાની કરવાની કાર્ય પધ્ધતિ  (જમીન માપણી ના નિયમો) જોવા માટે

    અહિં ક્લિક કરો

    ઓનલાઇન જમીન માપણી અંગેનો ઠરાવ જોવા માટે 

    અહિં ક્લિક કરો

    જમીન માપણી સંબધિત અરજી માટે જિલ્લા હેલ્પ-ડેસ્ક ની વિગત માટે 

    અહિં ક્લિક કરો

     જમીન માપણીના પ્રકાર

    • iORA પોર્ટલ પરથી ત્રણ પ્રકારની માપણી અરજીઓ કરી શકાશે:
    • ૧. હદ માપણી- મૂળ સરવે નંબર આખાની હદની માપણી. માપણીની અસર રેકર્ડમાં આપવા પાત્ર નથી
    • ૨. પૈકી માપણી- આખા સરવેનંબર પૈકી અલગ થયેલ ગામ નમૂના નંબર ૭ ના પૈકી પાનિયાની પોતાના કબજા મુજબ માપણી. આ માપણીની અસર રેકર્ડમાં આપવા પાત્ર નથી ફક્ત ક્ષેત્રફળની જાણકારી માટે માપણી થાય છે.
    • ૩. હિસ્સા માપણી- આખા સરવે નંબરમાં પૈકી કબજેદાર દીઠ હિસ્સા જુદા કરવા માટે થતી માપણી જેની અસર સરવે રેકર્ડ તથા રેવન્યુ રેકર્ડમાં આવશે તથા તે મુજબ ફેરફાર થશે.

    માપણી અરજીની અગ્રતા બે પ્રકાર ની રહેશે:

    ૧) સામાન્ય (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૬૦ માં થશે.)

    ૨) અરજન્ટ (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૩૦ માં થશે.)

    અરજન્ટ માપણી અરજીની માપણીની ફી, સામાન્ય પ્રકારની માપણી અરજીની ફી કરતાં ત્રણ ગણી રહેશે.

    જમીન માપણી માટે IORA Portal  પર અરજી કરવાની રીત  

    • નવી અરજી કરવા માટે સૌપ્રથમ મહેસૂલ વિભાગના iORA પોર્ટલ (https://iora.gujarat.gov.in) પર જાઓ.
    • iORA પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “ONLINE APPLICATIONS" પર Click કરો. 


    jamin mapni
    iora portal


    અરજીનો હેતુ “જમીન માપણી સંબંધીત અરજી" અને અરજીનો પ્રકાર “સરવે નંબરની હદ, હિસ્સા અથવા પૈકી ભાગ અંગે માપણી કરવા માટેની અરજી" પસંદ કરો.
    • જે જમીનમાં માપણી કરવાની હોય તેનો જીલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો. (નોંધ:- એક કરતા વધુ સરવે નંબર હોય તો સરવે નંબર દીઠ અલગ-અલગ અરજી કરવી. હિસ્સા માપણીના અને હદ માપણીના કિસ્સામાં એકજ સરવે નંબરના પૈકી પાનીયા હશે તો જરૂરી હોય તેટલા પૈકી નંબરોને માપણી માટે એક જ અરજીમાં પસંદ કરી શકાશે.)
    •  અરજદારનો મોબાઇલ નંબર અને ઇ-મેલ દાખલ કરો.
    • સ્ક્રીન પર દર્શાવેલ સંખ્યાદર્શક કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના ટેક્સ્ટબોક્સમાં દાખલ કરો.
    • કેપ્ચા કોડ ના વંચાય તો “ Refresh Code ” પર Click કરો જેથી નવો કેપ્ચા કોડ સ્ક્રીન પર જોવા મળશે.
    • કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ "Generate OTP" પર Click કરો. OTP જનરેટ કરવાથી અરજદારે દાખલ
    • કરેલ મોબાઇલ નંબર અને ઇ-મેલ પર અલગ-અલગ વેરીફિકેશન કોડ મળશે.
    •  મોબાઇલ નંબર અને ઇ-મેલ પર મળેલ અલગ-અલગ વેરીફિકેશન કોડ અનુક્રમે દર્શાવેલ ટેક્સ્ટબોક્સમાં દાખલ
    • કરી "Submit" પર Click કરો.
    • “ Submit " પર Click કર્યા બાદ જમીનની માપણી કરવા માટેની અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ | ખુલશે.
    • અરજીને લગતી તમામ વિગતો ચોક્સાઈપૂર્વક દાખલ કરો.

    અરજી કરવા માટે અગત્યની સૂચના:

    • (અ) આંકડાકીય સિવાયની તમામ વિગતો ગુજરાતી યુનિકોડમાં જ દાખલ કરવી.
    • (બ) ગુજરાતી યુનિકોડ અંગેની વધુ માહિતી iORA પોર્ટલના મુખ્ય પેજ પર મળશે.
    • જક) અરજીનો પ્રકાર જે પ્રકારની માપણી કરાવવાની હોય તે મુજબ સમજી-વિચારીને પસંદ કરવો.
    • અરજદારનું નામ, સરનામું, પ્રકાર વિગેરેની વિગતો દાખલ કરવી.
    • માપણીની અગ્રતા અને માપણીના કોર્ડીનેટની જરૂરીયાત તેની સાથે સંકળાયેલ ફી તથા તેના નિકાલના સમયગાળા બાબતે બરાબર સમજીને પસંદ કરવી. (સામાન્ય કરતાં અરજન્ટ માપણીની ફી ત્રણ ગણી લેવામાં ૧૨ આવશે. સામાન્ય માપણીની અરજીનો અરજીના પેમેન્ટની રિસીપ્ટ જનરેટ થયેથી ૬૦ દિવસમાં અને અરજન્ટ માપણીની અરજીનો ૩૦ દિવસમાં નિકાલ કરવામાં આવશે.)
    • ખાતા નંબર, સરવે નંબર અને જમીનની ચતુર્દિશાની વિગતો દાખલ કરવી, અને નીચે આપેલ ત્રણ શરતો વાંચીને તેની આગળ ટીક કરવું.
    • અરજીને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ "Save Application" પર Click કરો.
    • અરજી સેવ થતા જ એક યુનિક અરજી નંબર સ્ક્રીન પર જોવા મળશે. આ યુનિક અરજી નંબરની યોગ્ય | જગ્યાએ નોંધ કરો, અને "Ok” પર ક્લિક કરો. આ અરજી નંબર આપને મોબાઇલ અને ઇ-મેલ પર પણ મળશે.
    • હવે ખુલેલા પેજ પર અરજીની વિગતો ચકાસી “Confirm Application” પર ક્લિક કરો.

    સંમતિ પત્રક/સોગંદનામુ જનરેટ કરો

    • Print Application પર ક્લિક કરી અરજી તથા Print Affidavit પર ક્લિક કરી સોગંધનામું / સંમત્તિ પત્રક ઓનલાઇન જનરેટ કરો. 
    • હિસ્સા માપણીના કિસ્સામાં સિસ્ટમ જનરેટેડ સોગંધનામું નોટરાઇઝ્ડ કરી અપલોડ કરવાનું રહેશે. હદ તથા પૈકી માપણીના કિસ્સામાં સિસ્ટમ જનરેટેડ સંમત્તિ પત્રક ફક્ત સહી કરી અપલોડ કરવાનું રહેશે.
    •  સોગંધનામું / સંમત્તિ પત્રક વાંચી શકાય તેવા રીઝોલ્યુશનમાં PDFમાં સ્કેન કરી અપલોડ કરો
    •  ( માત્ર i-ORA પોર્ટલ પરથી પ્રિન્ટ કરેલ અરજીપત્રક તથા સોગંધનામું / સંમત્તિ પત્રક જ માન્ય ગણાશે. આ સિવાય અન્ય કોઈ રીતે બનાવેલ અરજીપત્રક / સોગંદનામું જણાશે તો આપની અરજીનો અસ્વિકાર થશે, જેની ખાસ નોંધ લેવી.)
    • Freeze Document પર ક્લિક કરી ડોક્યુમેન્ટ સેવ કરો 

    જમીન માપણી માટે ફી ભરવી

    • “માપણી ફી ભરવા અહિં ક્લિક કરો" પર ક્લિક કરી, આગળના પેજ પર પેમેન્ટ સિસ્ટમમાં  “Payment | Gateway” અને “SBIEPAY" પસંદ કરી Confirm→Agree→Submit પર ક્લિક કરો. માપણી ફી ઓનલાઇન, Debit Card/Credit Card, Internet Banking, BHIM UPI થી ભરી શકાશે.
    •  માપણી ફી ઑફલાઇન ચલણથી ભરવા માટે NEFT પસંદ કરી મોબાઇલ નંબર અને Email ID દાખલ કરી NEFT ચલણ જનરેટ કરવું. આ ચલણ SBI સિવાયની બેન્કમાં ચેક દ્વારા ભરી શકાશે.
    •  માપણી ફીનું પેમેન્ટ કર્યા બાદ અંતે પેમેન્ટની રિસીપ્ટ પોર્ટલ પરથી જનરેટ થશે. જો રિસીપ્ટ જનરેટ ના થાયતો અરજીની કામગીરી પુર્ણ થયેલ ગણાશે નહી. (ખાસ નોંધ: NEFT ચલણથી પેમેન્ટ કરેલ હોયતો જે તે
    •  બૅન્ક દ્વારા પેમેન્ટ પ્રોસેસ થયા બાદ ચલણ પર સહિ-સિક્કા કરી ટ્રાન્ઝેક્શન નંબર લખી તેને પરત કરવામાં આવે છે. આ પરત કરેલ ચલણ પેમેન્ટ રિસીપ્ટ નથી. પેમેન્ટ રિસીપ્ટ જે તે બૅન્ક પેમેન્ટ પ્રોસેસ કરે ત્યાર બાદ iORA પોર્ટલ પરથી જ જનરેટ કરવાની રહેશે.
    •  પેમેન્ટમાં કરતાં કોઇ Error આવેતો ફરીથી સંપુર્ણ અરજી કરવાની જરૂર રહેતી નથી. પેમેન્ટની સ્થિતી ચકાસવા માટે iORA પોર્ટલ પર Home Online Application Registered Application પર અરજી નંબર, મોબાઇલ નંબર, અને Email ID ની વિગત દાખલ કરી OTP જનરેટ કરી દાખલ કરવો. ત્યારબાદ “માપણી ફી ભરવા અહિં ક્લિક કરો" પર ક્લિક કરો. બાદમાં “Click Here To Check Earlier Pending Payment Status" પર ક્લિક કરો
    •  જો આગળનું પેમેન્ટ સફળ થયુ હશે તો પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થાશે, નહિ તો Payment Failed બતાવશે. Payment Failed ના કિસ્સામાં ફરીથી પેમેન્ટ કરવા માટે ઉપર મુજબની પ્રક્રિયા ફરીથી કરવી.
    •  માપણીની તારીખ, અરજીની સ્થિતી અને નિકાલની વિગતો સમયાંતરે આપને અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર અને ઈ-મેલ મારફત મોકલવામાં આવશે.

    જમીન માપણી માટે કરેલ અરજીની સ્થિતિ તપાસવી

    • અરજીની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ, અરજી પરની કાર્યવાહીમાં થયેલ પ્રગતિ iORA પોર્ટલ પરથી ટ્રેક કરી શકાશે. જે માટે Home→Online Application→Registered Application પર અરજી નંબર, મોબાઇલ નંબર, અને Email ID ની વિગત દાખલ કરી OTP જનરેટ કરી, OTP અને કેપ્ચા કોડ દાખલ કરી
    •  "Submit" પર Click કરો. ત્યાર બાદ અરજીની વિગત તથા તેના પર થયેલ કાર્યવાહીની તબક્કા વાર પ્રગતિ સ્ક્રીન પર જોઇ શકાશે.

    FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

     1.જમીન માપણી માટે ક્યાં અરજી કરવાની રહેશે?

     જમીન માપણી માટે https://iora.gujarat.gov.in/ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

    2.જમીન માપણી માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

     સત્તાવાર વેબસાઇટ https://iora.gujarat.gov.in/

    ખેડુત મિત્રો આશા રાખુ છું કે ઉપરની માહિતિ આપને ગમી હશે જો માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરવા વિનંતી .www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ


    આ પણ  વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના


    આ પણ વાંચો 7/12 ના ઓનલાઇન ઉતારા ડાઉનલોડ કરો ઘરે બેઠા  



                          WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      



    Post a Comment

    0 Comments

    Close Menu