સાતફેરા સમુહ લગ્ન યોજના 2024| sat fera samuh lagna yojana 2024 | માઈ રમાબાઈ સાત ફેરા સમુહ લગ્ન
યોજના pdf
![]() |
sat fera samuh lagna yojana in gujarati |
short brefing :sat fera samuh lagna yojana in gujarati | samuh lagan form e samaj kalyan |sat fera samuh lagna yojana form pdf | sat fera samuh lagna yojana gujarat । ઇ સમાજ કલ્યાણ । e samaj kalyan | mai ramabai sat fera samuh lagna yojana, Document required for Saat Fera Samuh Lagan Yojana | શું-શું ડોક્યુમેન્ટ જોઈએ,
આર્ટિંકલની ટુંકમાં માહિતિ:
મિત્રો,ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સાતફેરા સમુહ લગ્ન યોજના, માનવ ગરીમા યોજના કુંવરબાઇનું મામેરૂ યોજના ,જેવી અનેક સમાજ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આવીજ એક યોજના છે; સાત ફેરા સમુહ લગ્ન યોજના. આ "સાત ફેરા સમુહ લગ્ન યોજના" માટે અરજદારે કેવી રીતે અરજી કરવી?, સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં અરજદારને શું લાભ મળશે?, સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં અરજી મંજુર કઇ રીતે થાય છે? સાત ફેરા સમુહ લગ્ન યોજના માટે કોણ અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.
સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો હેતુ શું છે ?
લગ્ન જેવા પ્રસંગમાં લોકો એકબીજા ની દેખાદેખી કરીને બિનજરૂરી ખર્ચ કરે છે.જેના
કારણે અનેક પરિવાર દેવાના ડુંગર તળે દબાઇ જતા હોય છે, અને નાણાંકિય મુશ્કેલીમાં મુકાતા હોય
છે. આથી જો લોકો સમુહ લગ્નમાં લગ્નને અપનાવે તો, અલગ અલગ લગ્ન પ્રસંગે જે ખર્ચ થાય છે; તે અટકી શકે અને તે નાણાં પરિવારના વિકાસ માટે વાપરી શકાય. આ હેતુ માટે ગુજરાત સરકાર દ્વારા સાત ફેરા સમુહલગ્ન
યોજના અમલમાં મુકવામાં આવી છે.
સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે?
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની મૂળ વતની અને SC , OBC કે EWS વર્ગની દિકરીઓને મળે છે.
- આ યોજનામાં ૬ લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા પરિવાર ની દિકરીને લાભ મળવા પાત્ર છે.
- એક કુંટુંબની બે દિકરી ના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- લગ્ન સમયે કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
- લગ્નના બે વર્ષની અંદર જ આ યોજનાની મેળવવા માટે અરજી કરવાની રહેતી હોય છે.
- સાત ફેરા સમૂહલગ્ન માં લગ્ન કરનાર દિકરીને કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય પણ મળશે.
- સમૂહલગ્નમાં લગ્ન કરનાર કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પુરી કરતી હશે તો આ બંન્ને યોજનાઓ નો લાભ મળશે.
- પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્નનો કાર્યક્રમનું આયોજન સંસ્થાએ કરવાનું રહે છે, તો જ આ યોજનાનો લાભ મળી શકશે.
સાત ફેરા સમુહ લગ્ન યોજનાનાં ફોર્મ સાથે સંસ્થાએ કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય
છે ?
- જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર.
- સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર.
- આમંત્રણ પત્રિકા / કંકોત્રી.
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક .
Document required for Saat Fera Samuh Lagan Yojana | શું-શું ડોક્યુમેન્ટ જોઈએ
- કન્યાનું આધાર કાર્ડ.
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ.
- મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કે સમાજ કલ્યાણ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો.
- મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કે સમાજ કલ્યાણ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો.
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો. લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો.
- લગ્નની કંકોત્રી.
- સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર.
સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં યોજના ના લાભ શુ છે ?
- અનુસુચિત જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- ની સહાય મળવા પાત્ર છે.
- સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) રકમ આપવામાં આવે છે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
- અનુસૂચિત જાતિની અને વિકસતી જાતિની તેમજ આર્થિક રીતે નબળા વર્ગની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
'સાતફેરા સમુહ લગ્ન યોજના' Highlight Point
યોજના નું નામ |
સાતફેરા સમુહ લગ્ન યોજના |
યોજનાનો હેતુ |
સમાજમાં સમુહલગ્નોને પ્રોત્સાહન આપવુંં |
લાભાર્થી |
લગ્ન કરનાર કન્યા અને સમુહ લગ્ન નુ આયોજન કરનાર સંસ્થા |
સહાયની રકમ |
૧૨,૦૦૦/ તેમજ સંસ્થા ને યુગલ દિઠ ૩,૦૦૦/ વધુમાં વધુ ૭૫૦૦૦/ ની સહાય |
Official વેબસાઇટ |
|
esamajkalyan પર
લોગીન કરવા તથા સાત ફેરા સમુહ લગ્ન યોજનાનું online form ભરવા માટે નીચેની વેબસાઇટ પર ક્લીક કરો |
|
સાત ફેરા સમુહ લગ્ન યોજના ફોર્મ pdf ડાઉનલોડ કરવા |
|
સાત ફેરા સમુહ લગ્ન યોજનાને મુંજવતા પ્રશ્નોને જોવા માટે |
અમારી સાથે વ્હોટસેપ
ગ્રુપમાં જોડાવા માટે અહિં ક્લિક કરો |
સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં esamajkalyan વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા
- સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ મેળવવા માંગતી બહેનોએ esamajkalyan પોર્ટલ પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
- ત્યારબાદ પોતાનુ usre id પાસવર્ડથી લોગીન કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સાત ફેરા સમુહ લગ્ન યોજના વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે.
- ખુલેલા ફોર્મ માં તમારી વ્યક્તિગત તેમજ લગ્નની વિગતો ભરવાની હોય છે.
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર ક્લિક કરવુ.
- ઓનલાઇન અરજી સબમિટ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા કરી શકાશે નહિ.
- આ વેબસાઇટ પર આપ જાતે ઘરબેઠા ફોર્મ ભરીને માંગ્યા મુજબ માહિતિ ભરીને તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને અરજી કરી શકો છો.
(૧) આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?
ઓછામાં ઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાર્યક્રમ યોજવો પડે.
(૨) સમૂહ લગ્ન આયોજક સંસ્થાને કેટલી સહાય મળે ?
યુગલ દીઠ રૂ.૩,૦૦૦/- ની સહાય (રૂ. ૭૫,૦૦૦/-ની મયાયદામાં) તથા પ્રમાણપત્ર
આપવામાં આવે છે.
(૩) સમૂહ લગ્નમાં જોડાનારને કુંવબાઇનું મામરૂ યોજના હેઠળ સહાય મળી શકે?
હા. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ પણ મળવાપાત્ર છે. સમુહલગ્ન માં લગ્ન કરનાર
દંપતિને
બન્ને
યોજનાનો લાભ મળવા પાત્ર છે
(૪) સહાય કઇ રીતે મળે ?
DBT દ્રારા સહાય ચુકવવામાં આવે છે
સંસ્થા અને કન્યાના ખાતામાં જમા કરવામાં આવે છે.
![]() |
ref.https://sje.gujarat.gov.in/ |
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Social Plugin