વાહન અકસ્માત સારવાર સહાય યોજના 2026 | Gujarat Accident Medical Help
![]() |
વાહન અકસ્માત સારવાર યોજના મફત વાહન અકસ્માત સારવાર યોજના |
વાહન અકસ્માત સારવાર સહાય યોજનાએ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે. ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે. યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી, અરજદારને આ યોજનાથી શું લાભ થશે?, અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં મેળવીશું
Gujarat Vahan Akasmat sarvar Yojana
આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત થઇ રહ્યો છે સાથે સાથે અકસ્માતોના
પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. ડોક્ટરોના મત અનુસાર જો
અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજા પામનારને સારવાર મળી જાય તો ઇજાગ્રસ્તને બચાવવાની
તકો વધી જતી હોય છે. અકસ્માત પછીનો શરૂઆતનો એક કલાક એક એવો ગોલ્ડન સમયછે, જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનુ
પ્રમાણ ટાળી શકાયછે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે વાહન અકસ્માત મફત સારવાર યોજના અમલમાં મુકેલ છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારને અકસ્માતના પ્રથમ ૪૮ કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવા
માં આવે છે.
અકસ્માત સારવાર યોજના Highlight Point
|
યોજના નું નામ |
વાહન અકસ્માત સારવાર યોજના (Vahana Akasmat sarvar Yojana 2026) |
|
યોજનાની શરૂઆત કોણે કરી |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર |
|
યોજનાનો હેતુ |
વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તને મફત સારવાર પૂરી પાડવી |
|
લાભાર્થી |
અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ |
|
અકસ્માત સારવાર યોજના pdf |
|
|
અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download
|
|
|
નિયમિત માહિતી માટે ગ્રુપમાં જોડાઓ. |
વાહન અકસ્માત સારવાર સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે ?
આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની હદમાં
થયેલ અકસ્માતમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના
સગાંએ યોજનાનો લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.
વાહન અકસ્માત સારવાર યોજના હેઠળ શુ લાભ મળે ?
આ વાહન અકસ્માત સહાય યોજનામાં વાહન અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને અકસ્માત થયાના પ્રથમ ૪૮ કલાકમાં જે પણ સારવાર અપાય છે અથવા , ઓપરેશન,વગેરે માટે જે ખર્ચ થાય છે તે ખર્ચ પેટે સરકાર 50,000/- ની મર્યાદામાં હોસ્પિટલને સીધે સીધી ચુકવણી કરે છે.
આ યોજનામાં ઇજા પામનાર જે હોસ્પિટલમાં દાખલ
થાય છે, તે હોસ્પિટલમાં હયાત તમામ સહાય મેળવી
શકે છે. તેમજ જો
અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર તે હોસ્પિટલમાં ના હોય
અને નજીકની અન્ય
હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો
ત્યાંથી ઇજા
પામનાર આ સારવાર મેળવી શકે
છે. જેના ખર્ચનું ચુકવણુ દાખલ થયેલ હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ
હોય છે. ગુજરાત સરકાર
દ્વારા નિયત દરોમાં તેનું
જે તે હોસ્પિટલને ચુકવણુ કરવામાં આવતુ હોય છે.
આ યોજનામાં પામનાર ને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ સરકાર દ્વારા થયેલ સારવારનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે. ઇજા પામનારે આ યોજનાનો લાભ મેળવવા માટે કોઇ નાણા ચુકવવાના હોતા નથી સરકાર દ્વારા થયેલ સારવારનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતુ હોય છે
❓ વાહન અકસ્માત સારવાર સહાય યોજના – FAQ
1️⃣ વાહન અકસ્માત સારવાર સહાય યોજના શું છે?
વાહન અકસ્માત સારવાર સહાય યોજના એ સરકાર દ્વારા શરૂ કરેલી યોજના છે, જેમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.
2️⃣ આ યોજનાનો લાભ કોને મળે છે?
આ યોજનાનો લાભ:
-
માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને
-
ગુજરાત રાજ્યના રહેવાસી નાગરિકને
-
હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેવી વ્યક્તિને મળે છે.
3️⃣ શું આ સહાય તમામ પ્રકારના વાહન અકસ્માત માટે મળે છે?
હા, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, બસ, ટ્રક સહિત તમામ પ્રકારના વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને આ સહાય મળવાની પાત્રતા રહે છે (નિયમો અનુસાર).
4️⃣ સારવાર માટે કેટલી સહાય મળે છે?
યોજનામાં સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા મુજબ સારવાર ખર્ચ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. સહાયની રકમ અકસ્માતની ગંભીરતા અને સારવારના પ્રકાર પર આધારિત હોય છે.
5️⃣ શું ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પણ સહાય મળે છે?
હા, સરકારી તેમજ માન્ય ખાનગી હોસ્પિટલ માં લેવાયેલી સારવાર માટે પણ આ સહાય મળવાની વ્યવસ્થા છે.
6️⃣ વાહન અકસ્માત સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજનાની અરજી:
-
નિકટની સરકારી કચેરી / તાલુકા કચેરી મારફતે
-
અથવા સરકાર દ્વારા નક્કી કરેલી ઓનલાઇન પ્રક્રિયા મુજબ
કરી શકાય છે.
7️⃣ અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
આવશ્યક દસ્તાવેજો:
-
અકસ્માતનો FIR અથવા પોલીસ રિપોર્ટ
-
હોસ્પિટલ સારવાર બિલ અને દાખલાનો પુરાવો
-
આધાર કાર્ડ
-
રહેઠાણનો પુરાવો
-
બેંક પાસબુકની નકલ
8️⃣ અકસ્માત પછી કેટલા સમય અંદર અરજી કરવી જરૂરી છે?
સામાન્ય રીતે અકસ્માત થયાના નિર્ધારિત સમયગાળા (જેમ કે 30 દિવસ) અંદર અરજી કરવી જરૂરી હોય છે. મોડું થવાથી અરજી રદ થવાની શક્યતા રહે છે.
9️⃣ શું મૃતકના પરિવારને પણ સહાય મળે છે?
જો અકસ્માતમાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો મૃતકના પરિવારજનોને સરકારના નિયમ મુજબ સહાય આપવામાં આવે છે (જો યોજના હેઠળ આવતું હોય તો).
🔟 આ યોજનાનો લાભ એકથી વધુ વખત મળી શકે છે?
આ યોજના સામાન્ય રીતે દર અકસ્માત માટે એકવાર જ લાગુ પડે છે. એક જ અકસ્માત માટે એકથી વધુ વખત સહાય મળતી નથી.
1️⃣1️⃣ આ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા છે?
મોટાભાગના કેસમાં આવક મર્યાદા લાગુ પડતી નથી, કારણ કે આ યોજના માનવતાના આધાર પર અમલમાં છે. તેમ છતાં નિયમો બદલાઈ શકે છે.
1️⃣2️⃣ અરજી કર્યા પછી સહાય ક્યારે મળે છે?
અરજી ચકાસણી બાદ થોડા અઠવાડિયામાં સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

Social Plugin