i khedut portal | વિધવા પશુપાલન સહાય યોજના | પશુપાલન માટે વિધવા બહેનોને મળશે 50400 સુધીની સહાય । તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

i khedut portal | વિધવા પશુપાલન સહાય યોજના | પશુપાલન માટે વિધવા બહેનોને મળશે 50400 સુધીની સહાય । તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના । પશુપાલન માટે 50400 સુધીની સહાય પુરી પાડતી યોજના 

આ યોજના હેઠળ  વિવિધ લાભો આપવામાં આવે છે. પહેલા યુનિટમાં, કેટલ શેડ માટે રૂપિયા 30,000, પશુ માટે 150 કિલોગ્રામ ખાણ દાણ માટે 4,000 રૂપિયા અને બિયારણ મીની કીટ માટે 600 રૂપિયા સહાય આપવામાં આવે છે, જે કુલ 34,600 રૂપિયા થાય છે. યુનિટ-2 માટે, બકરા એકમ (પાંચ માદા અને એક નર) સ્થાપના માટે 50,400 રૂપિયા સહાય આપવામાં આવે છે. યુનિટ-3 હેઠળ, મરઘા પાલન તાલીમ અને 100 બ્રોઇલર પક્ષી માટે 36,000 રૂપિયા સહાય આપવામાં આવે છે, જે કુલ 38,000 રૂપિયા થાય છે.આ યોજનામાં લાભ લેવા માટે i khedut portal પર અરજી કરવાની હોય છે.

vidhva pashupalan yojana
vidhva pashupalan yojana

વિધવા બહેન પશુપાલન સહાય યોજનાનો હેતુ

  • વિધવા મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવામાં સહાય કરવી.
  • પશુપાલન દ્વારા સ્થાયી આવકનો સ્ત્રોત સ્થાપિત કરવો.
  • ગ્રામીણ અર્થતંત્રમાં તેમનો ફાળો વધારવો.

વિધવા બહેન પશુપાલન સહાય યોજના ના જરુરી  ડોક્યુમેન્ટ 

  •  જમીનના (૭-૧૨ અને ૮-અ), વારસાઈ હક/ભોગવટાની જમીન આધાર/ભાડાની જમીનમાં ઓછામાં ઓછા પાંચ (૫) વર્ષના ભાડા કરાર
  • ૭-૧૨ તથા ૮-અ દાખલો અથવા તલાટીનો દાખલો (જમીન ધરાવાતા હોવાનો) અથવા જમીન ભાડા કરારની નકલ
  •  સરકાર માન્ય ફોટાવાળુ ઓળખપત્ર
  • બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક
  • બારકોડેડ રેશનકાર્ડ
  •  આધાર કાર્ડ
  •  વિધવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર/પતિના અવસાનનો દાખલો

વિધવા બહેન પશુપાલન સહાય યોજના ની પાત્રતા 

  • યોજનાનો લાભ રાજ્યની કોઇ પણ જાતિની ૧૮ થી ૫૦ વર્ષ વયની વિધવા બહેનોને મળશે
  • . જે તે વર્ષે યોજનાના ત્રણ યુનિટ  (1) કેટલ શેડ (2) બકરા યુનિટ (3) મરઘા પાલન યુનિટ પૈકી કોઇ એક યુનિટ માટે સહાય મેળવી શકશે.
  •  યોજનાના જે તે ઘટક/યુનિટ હેઠળ પુન: લાભ મેળવવાની સમયમર્યાદા પાંચ વર્ષની રહેશે.
  •  અગાઉ સદર હું સમાન પ્રકારની કોઇ યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહિ * 

મળવા પાત્ર લાભ 

  • (૧)  યુનિટ (૧) - કેટલ શેડ (રૂ. ૩૦,૦૦૦/-) + પશુ માટે ખાણદાણ ૧૫૦ કિગ્રા (રૂ. ૪૦૦૦/-) +બિયારણ મીનીકીટ (રૂ.૬૦૦)= રૂ.૩૪૬૦૦/ * 
  • (૨) યુનિટ (૨) - બકરાં એકમ (૫+૧) સ્થાપના માટે સહાય- રૂ.૫૦,૪૦૦ * 
  • (૩) યુનિટ (૩) - મરઘાંપાલન તાલીમ (સ્ટાઈપેન્ડ રૂ. ૨૦૦૦) તેમજ ૧૦૦ બ્રોઈલર પક્ષી એકમ સ્થાપના સહાય (રૂ.૩૬૦૦૦/-)= કુલ રૂ. ૩૮૦૦૦

અરજી પ્રક્રિયા

  • ઓનલાઇન અરજી કેવી રીતે કરવી 
  • https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ ઓપન કરો હવે તમારે લોગીન કરવા માટે યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને “Login” પર ક્લિક કરો
  •  હવે તમારે જ વિભાગીય યોજના માટે અરજી કરવાની હોય તે પસંદ કરો. જેમ કે, પશુપાલન યોજના ખેતીવાડી યોજના, બાગાયતી યોજના વગેરે. વધુમાં તમે યોજનાનું નામ સર્ચ કરીને અરજી કરી શકો છો
  • વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજનાની માહિતિ વાંચ્યા બાદ “અરજી પર ક્લિક કરો
  •  ત્યારબાદ તમારું અરજી ફોર્મ ખૂલશે. જેમાં અરજદારનું નામ, પૂરં સરનામું, જીલાનું નામ, તાલુકાનું નામ, ગામ, જાતિ, ઈ-મેઈલ જેવી માહિતી ભરવાની રહેશે. જેમાં ઘણીબધી માહિતી LRC રેકોર્ડમાંથી આવશે.
  • હવે એપ્લિકેશન ફોર્મમાં ‘આત્માનું રજીસ્ટ્રેશન, સહકારી મંડળીનાં સભ્ય, દૂધ સહકારી મંડળી, આધારકાર્ડ નંબર જેવી માહિતી ભરવાની રહેશે.
  •  એપ્લિકેશનના આ સ્ટેપસમાં બેંકની વિગતો માંગવામાં આવશે. જેમાં બેંકનું નામ, બેંકનો જિલ્લ્લો, IFSC Code, શાખાનું નામ વગેરે તમામ માહિતી ભરવી
  •  હવે તમારી જમીનની વિગતો અપડેટ કરવા જણાવવામાં આવશે. જેમાં તમારે તમામ વિગતો Add કરવાની રહેશે. જો તમારે વધારે જમીનની વિગતો ઉમેરવી હોય તો “Add” પર ક્લિક કરીને ઉમેરી શકશો. ત્યારબાદ “Save and Next” પર ક્લિક કરો.
  • તમામ વિગતો અપડેટ કર્યા બદ તમારે અરજી “Submit” કરવાની રહેશે. સબમીટ કર્યા બાદ “તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો.
  • તમારી સબમિટ કરેલી અરજીની વિગતો જોવા માટે “અરજી નંબર” પર ક્લિક કરતાં તમામ વિગતો દેખાશે.
  • તમારી સબમિટ થયેલી અરજીની વિગતોમાં “સેટીંગ” ના આઈકોન પર ક્લિક કરતાં વિવિધ મેનુ દેખાશે. જેમાં “View Application” પર ક્લિક કરતાં, તમે અરજીને પ્રિન્‍ટ કરી શકશો. જે તમારે સાચવીને રાખવાની રહેશે.
વિધવા પશુપાલન  સહાય યોજના
વિધવા પશુપાલન  સહાય યોજના

નિષ્કર્ષ 

આ યોજનાથી વિધવા બહેનો પશુપાલન દ્વારા નિયમિત આવક મેળવી શકે છે, જે તેમના કુટુંબના જીવનધોરણમાં સુધારો લાવે છે. ઉપરાંત, સરકારી સહાયથી તેમની આર્થિક બોજ ઘટે છે અને તેઓ સમાજમાં સન્માન સાથે જીવન જીવી શકે છે.

આવી જ યોજનાઓની માહિતિ નિયમિત મેળવવા માટે નીચેના વ્હોટસેપ ગ્રુપ માં જોઇન થવા વિનંતી

 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો          

Close Menu