GPSC, CCE અને પોલીસ ભરતી માટે ખાસ: બંધારણના 100 મોસ્ટ IMP પ્રશ્નો
![]() |
| bandharan quiz |
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પછી તે GPSC, CCE, બિન-સચિવાલય ક્લાર્ક હોય કે પોલીસ કોન્સ્ટેબલ... 'ભારતનું બંધારણ' (Indian Constitution) એ સૌથી મહત્વનો અને સ્કોરિંગ વિષય છે. પરીક્ષામાં સફળતા મેળવવા માટે માત્ર વાંચવું પૂરતું નથી, પરંતુ તેનું યોગ્ય રિવિઝન અને ટેસ્ટ આપવી પણ એટલી જ જરૂરી છે.
તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ "ભારતીય બંધારણ: મેગા ટેસ્ટ અને રિવિઝન". આ આર્ટિકલમાં બંધારણ સભા, રાષ્ટ્રપતિ, સંસદ, ન્યાયતંત્ર અને પંચાયતી રાજ જેવા તમામ મહત્વના ટોપિક્સમાંથી વીણી-વીણીને કાઢેલા 100 સૌથી અગત્યના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આ એવા પ્રશ્નો છે જે અગાઉની પરીક્ષાઓમાં વારંવાર પૂછાઈ ગયા છે અને આવનારી પરીક્ષાઓ માટે મોસ્ટ IMP છે.
👇 આ ટેસ્ટ કેવી રીતે આપવી? (ખાસ વાંચો) મિત્રો, આ કોઈ સામાન્ય પીડીએફ નથી! આ એક ઇન્ટરેક્ટિવ ક્વિઝ છે.
સૌથી પહેલા પ્રશ્ન અને તેના 4 વિકલ્પો ધ્યાનથી વાંચો.
સાચો જવાબ તમારા મનમાં નક્કી કરો અથવા એક કાગળમાં લખો.
ત્યારબાદ સાચો જવાબ જોવા માટે નીચે આપેલા "જવાબ જોવા માટે અહીં ક્લિક કરો" પર ટેપ કરો.
આ 100 પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પડ્યા તે છેલ્લે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
તો ચાલો, શરૂ કરીએ બંધારણની આ મહાસંગ્રામ મેગા ટેસ્ટ! ઓલ ધ બેસ્ટ! 👍
ભારતીય બંધારણ ના IMP 100 પ્રશ્નો ની QUIZ
૧. ભારતનું બંધારણ ઘડવા માટેની બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા?
B. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
C. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
D. જવાહરલાલ નેહરુ
✅ સાચો જવાબ: C. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
૨. બંધારણની ખરડા (ડ્રાફ્ટિંગ) સમિતિના અધ્યક્ષ કોણ હતા?
B. ડૉ. બી. આર. આંબેડકર
C. કે. એમ. મુનશી
D. જે. બી. કૃપલાણી
✅ સાચો જવાબ: B. ડૉ. બી. આર. આંબેડકર
૩. ભારતનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું?
B. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
C. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
D. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
✅ સાચો જવાબ: C. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
૪. ભારતીય બંધારણમાં 'મૂળભૂત અધિકારો' કયા દેશમાંથી લેવામાં આવ્યા છે?
B. અમેરિકા (USA)
C. કેનેડા
D. રશિયા
✅ સાચો જવાબ: B. અમેરિકા (USA)
૫. બંધારણના કયા ભાગને 'ભારતનો મેગ્નાકાર્ટા' કહેવામાં આવે છે?
B. ભાગ-૨
C. ભાગ-૩
D. ભાગ-૪
✅ સાચો જવાબ: C. ભાગ-૩
૬. 'રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો' (DPSP) કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે?
B. દક્ષિણ આફ્રિકા
C. આયર્લેન્ડ
D. ઓસ્ટ્રેલિયા
✅ સાચો જવાબ: C. આયર્લેન્ડ
૭. ડૉ. બી. આર. આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને 'બંધારણનો આત્મા અને હૃદય' કહ્યો છે?
B. અનુચ્છેદ ૩૨
C. અનુચ્છેદ ૧૪
D. અનુચ્છેદ ૪૪
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૩૨
૮. અસ્પૃશ્યતા નાબૂદી (Abolition of Untouchability) કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?
B. અનુચ્છેદ ૧૬
C. અનુચ્છેદ ૧૭
D. અનુચ્છેદ ૧૮
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૧૭
૯. કયા બંધારણીય સુધારાને 'મિની બંધારણ' (Mini Constitution) તરીકે ઓળખવામાં આવે છે?
B. ૪૪મો બંધારણીય સુધારો
C. ૮૬મો બંધારણીય સુધારો
D. ૧૦૧મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: A. ૪૨મો બંધારણીય સુધારો
૧૦. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
B. ૩૦ વર્ષ
C. ૩૫ વર્ષ
D. ૪૦ વર્ષ
✅ સાચો જવાબ: C. ૩૫ વર્ષ
૧૧. બંધારણમાં 'મૂળભૂત ફરજો' (Fundamental Duties) કઈ સમિતિની ભલામણથી ઉમેરવામાં આવી હતી?
B. સ્વર્ણ સિંહ સમિતિ
C. અશોક મહેતા સમિતિ
D. જે.વી.પી. સમિતિ
✅ સાચો જવાબ: B. સ્વર્ણ સિંહ સમિતિ
૧૨. ભારતમાં રાષ્ટ્રીય કટોકટી (National Emergency) કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે?
B. અનુચ્છેદ ૩૫૬
C. અનુચ્છેદ ૩૬૦
D. અનુચ્છેદ ૩૬૫
✅ સાચો જવાબ: A. અનુચ્છેદ ૩૫૨
૧૩. બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે?
B. કેનેડા
C. જર્મની
D. ઓસ્ટ્રેલિયા
✅ સાચો જવાબ: A. દક્ષિણ આફ્રિકા
૧૪. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
B. ગણેશ વાસુદેવ માવળંકર
C. હીરાલાલ જે. કણિયા
D. અનંતશયનમ આયંગર
✅ સાચો જવાબ: B. ગણેશ વાસુદેવ માવળંકર
૧૫. ભારતીય બંધારણમાં હાલમાં કેટલી અનુસૂચિઓ (Schedules) છે?
B. ૧૦
C. ૧૨
D. ૧૪
✅ સાચો જવાબ: C. ૧૨
૧૬. 'સમાન સિવિલ કોડ' (Uniform Civil Code) નો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે?
B. અનુચ્છેદ ૪૪
C. અનુચ્છેદ ૫૦
D. અનુચ્છેદ ૫૧
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૪૪
૧૭. પંચાયતી રાજ વ્યવસ્થાને કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?
B. ૭૪મો બંધારણીય સુધારો
C. ૮૬મો બંધારણીય સુધારો
D. ૯૨મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: A. ૭૩મો બંધારણીય સુધારો
૧૮. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ની નિમણૂક કોણ કરે છે?
B. નાણામંત્રી
C. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
D. રાષ્ટ્રપતિ
✅ સાચો જવાબ: D. રાષ્ટ્રપતિ
૧૯. સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી કયા સુધારા દ્વારા દૂર કરવામાં આવ્યો?
B. ૪૪મો બંધારણીય સુધારો
C. ૬૧મો બંધારણીય સુધારો
D. ૮૬મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: B. ૪૪મો બંધારણીય સુધારો
૨૦. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક (Joint Sitting) ની અધ્યક્ષતા કોણ કરે છે?
B. ઉપરાષ્ટ્રપતિ
C. લોકસભાના સ્પીકર
D. વડાપ્રધાન
✅ સાચો જવાબ: C. લોકસભાના સ્પીકર
૨૧. ભારતના રાષ્ટ્રપતિને તેમના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે?
B. લોકસભાના સ્પીકર
C. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
D. વડાપ્રધાન
✅ સાચો જવાબ: C. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
૨૨. રાષ્ટ્રપતિ પર 'મહાભિયોગ' (Impeachment) ની પ્રક્રિયા કયા અનુચ્છેદ હેઠળ ચલાવવામાં આવે છે?
B. અનુચ્છેદ ૬૧
C. અનુચ્છેદ ૭૨
D. અનુચ્છેદ ૭૬
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૬૧
૨૩. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે?
B. વડાપ્રધાન
C. લોકસભાના સ્પીકર
D. ઉપરાષ્ટ્રપતિ
✅ સાચો જવાબ: D. ઉપરાષ્ટ્રપતિ
૨૪. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કયા ગૃહના અધ્યક્ષ હોય છે?
B. રાજ્યસભા
C. વિધાનસભા
D. વિધાન પરિષદ
✅ સાચો જવાબ: B. રાજ્યસભા
૨૫. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે 'વટહુકમ' (Ordinance) બહાર પાડી શકે છે?
B. અનુચ્છેદ ૧૧૨
C. અનુચ્છેદ ૧૨૩
D. અનુચ્છેદ ૧૪૩
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૧૨૩
૨૬. ભારતના ત્રણેય સંરક્ષણ દળો (આર્મી, નેવી, એરફોર્સ) ના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે?
B. સંરક્ષણ મંત્રી
C. ભારતના રાષ્ટ્રપતિ
D. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)
✅ સાચો જવાબ: C. ભારતના રાષ્ટ્રપતિ
૨૭. ભારતના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કોણ હતા જેઓ નિર્વિરોધ ચૂંટાયા હતા?
B. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
C. નીલમ સંજીવ રેડ્ડી
D. વી. વી. ગીરી
✅ સાચો જવાબ: C. નીલમ સંજીવ રેડ્ડી
૨૮. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા ક્ષેત્રમાંથી કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે?
B. ૧૦ સભ્યોની
C. ૧૨ સભ્યોની
D. ૧૫ સભ્યોની
✅ સાચો જવાબ: C. ૧૨ સભ્યોની
૨૯. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે?
B. માત્ર રાજ્યસભાના સભ્યો
C. વિધાનસભાના સભ્યો
D. સંસદના બંને ગૃહોના તમામ સભ્યો
✅ સાચો જવાબ: D. સંસદના બંને ગૃહોના તમામ સભ્યો
૩૦. રાષ્ટ્રપતિ પાસે ક્ષમાદાન (Pardon) આપવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે?
B. અનુચ્છેદ ૬૧
C. અનુચ્છેદ ૭૨
D. અનુચ્છેદ ૭૬
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૭૨
૩૧. ભારતીય સંસદના ઉપલા ગૃહ અને નીચલા ગૃહને શું કહેવાય છે?
B. ઉપલું ગૃહ: લોકસભા, નીચલું ગૃહ: રાજ્યસભા
C. ઉપલું ગૃહ: રાજ્યસભા, નીચલું ગૃહ: લોકસભા
D. આમાંથી એકેય નહિ
✅ સાચો જવાબ: C. ઉપલું ગૃહ: રાજ્યસભા, નીચલું ગૃહ: લોકસભા
૩૨. નાણાકીય ખરડો (Money Bill) સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે?
B. માત્ર લોકસભામાં
C. બંનેમાંથી કોઈપણ ગૃહમાં
D. રાષ્ટ્રપતિ ભવનમાં
✅ સાચો જવાબ: B. માત્ર લોકસભામાં
૩૩. કોઈપણ ખરડો 'નાણાકીય ખરડો' છે કે નહીં, તેનો અંતિમ નિર્ણય કોણ કરે છે?
B. વડાપ્રધાન
C. નાણામંત્રી
D. લોકસભાના સ્પીકર
✅ સાચો જવાબ: D. લોકસભાના સ્પીકર
૩૪. લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
B. લોકસભા: ૨૫ વર્ષ, રાજ્યસભા: ૩૦ વર્ષ
C. લોકસભા: ૩૦ વર્ષ, રાજ્યસભા: ૩૫ વર્ષ
D. લોકસભા: ૧૮ વર્ષ, રાજ્યસભા: ૨૧ વર્ષ
✅ સાચો જવાબ: B. લોકસભા: ૨૫ વર્ષ, રાજ્યસભા: ૩૦ વર્ષ
૩૫. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
B. ૫ વર્ષ
C. ૬ વર્ષ
D. આજીવન
✅ સાચો જવાબ: C. ૬ વર્ષ
૩૬. સંસદીય કાર્યવાહીમાં 'શૂન્ય કાળ' (Zero Hour) ની શરૂઆત કયા દેશની દેન છે?
B. અમેરિકા
C. ફ્રાન્સ
D. ભારત
✅ સાચો જવાબ: D. ભારત
૩૭. સંસદના બે સત્રો (Sessions) વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોઈ શકે?
B. ૬ મહિનાથી વધુ નહીં
C. ૯ મહિનાથી વધુ નહીં
D. ૧ વર્ષથી વધુ નહીં
✅ સાચો જવાબ: B. ૬ મહિનાથી વધુ નહીં
૩૮. ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે જરૂરી 'કોરમ' (Quorum) કેટલું હોવું જોઈએ?
B. કુલ સભ્ય સંખ્યાના ૧/૫
C. કુલ સભ્ય સંખ્યાના ૧/૧૦
D. કુલ સભ્ય સંખ્યાના ૧/૨
✅ સાચો જવાબ: C. કુલ સભ્ય સંખ્યાના ૧/૧૦
૩૯. ભારતીય સંસદની રચના (અનુચ્છેદ ૭૯ મુજબ) કોના દ્વારા થાય છે?
B. લોકસભા અને રાજ્યસભા
C. રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
D. વડાપ્રધાન અને મંત્રીમંડળ
✅ સાચો જવાબ: C. રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
૪૦. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા?
B. મીરા કુમાર
C. પ્રતિભા પાટીલ
D. સરોજિની નાયડુ
✅ સાચો જવાબ: B. મીરા કુમાર
૪૧. સુપ્રીમ કોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?
B. અનુચ્છેદ ૧૪૩
C. અનુચ્છેદ ૨૨૬
D. અનુચ્છેદ ૩૨૪
✅ સાચો જવાબ: A. અનુચ્છેદ ૧૨૪
૪૨. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે?
B. સુપ્રીમ કોર્ટ: ૬૫ વર્ષ, હાઈકોર્ટ: ૬૨ વર્ષ
C. સુપ્રીમ કોર્ટ: ૬૨ વર્ષ, હાઈકોર્ટ: ૬૦ વર્ષ
D. બંનેની ૬૦ વર્ષ
✅ સાચો જવાબ: B. સુપ્રીમ કોર્ટ: ૬૫ વર્ષ, હાઈકોર્ટ: ૬૨ વર્ષ
૪૩. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટ કેટલી પ્રકારની 'રિટ' (Writ) જારી કરી શકે છે?
B. ૪ પ્રકારની
C. ૫ પ્રકારની
D. ૬ પ્રકારની
✅ સાચો જવાબ: C. ૫ પ્રકારની
૪૪. હાઈકોર્ટ કયા અનુચ્છેદ હેઠળ રિટ (Writ) જારી કરવાની સત્તા ધરાવે છે?
B. અનુચ્છેદ ૨૧૪
C. અનુચ્છેદ ૨૨૬
D. અનુચ્છેદ ૧૪૩
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૨૨૬
૪૫. સુપ્રીમ કોર્ટના પ્રથમ ભારતીય મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ હતા?
B. એમ. હિદાયતુલ્લાહ
C. હીરાલાલ જે. કણિયા
D. વાય. વી. ચંદ્રચૂડ
✅ સાચો જવાબ: C. હીરાલાલ જે. કણિયા
૪૬. કયા ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે "આમુખ (Preamble) એ બંધારણનો જ એક ભાગ છે"?
B. કેશવાનંદ ભારતી કેસ (૧૯૭૩)
C. ગોલકનાથ કેસ
D. મિનર્વા મિલ્સ કેસ
✅ સાચો જવાબ: B. કેશવાનંદ ભારતી કેસ (૧૯૭૩)
૪૭. ભારતમાં જાહેર હિતની અરજી (PIL) ના જનક કોને માનવામાં આવે છે?
B. જસ્ટિસ વી. આર. કૃષ્ણ ઐયર
C. જસ્ટિસ એ. એન. રે
D. જસ્ટિસ ફાતિમા બીબી
✅ સાચો જવાબ: A. જસ્ટિસ પી. એન. ભગવતી
૪૮. કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે કાનૂની સલાહ માંગી શકે છે?
B. અનુચ્છેદ ૧૩૭
C. અનુચ્છેદ ૧૪૩
D. અનુચ્છેદ ૨૨૬
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૧૪૩
૪૯. ભારતમાં હાલમાં કુલ કેટલી હાઈકોર્ટ આવેલી છે?
B. ૨૪
C. ૨૫
D. ૨૮
✅ સાચો જવાબ: C. ૨૫
૫૦. કઈ હાઈકોર્ટનું અધિકારક્ષેત્ર સૌથી મોટું છે (સૌથી વધુ રાજ્યો આવરી લે છે)?
B. કલકત્તા હાઈકોર્ટ
C. ગુવાહાટી હાઈકોર્ટ
D. અલ્હાબાદ હાઈકોર્ટ
✅ સાચો જવાબ: C. ગુવાહાટી હાઈકોર્ટ
૫૧. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે અને કયા અનુચ્છેદ હેઠળ?
B. મુખ્યમંત્રી
C. ભારતના રાષ્ટ્રપતિ (અનુચ્છેદ ૧૫૫)
D. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
✅ સાચો જવાબ: C. ભારતના રાષ્ટ્રપતિ (અનુચ્છેદ ૧૫૫)
૫૨. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થાય છે?
B. અનુચ્છેદ ૧૬૩
C. અનુચ્છેદ ૧૬૪
D. અનુચ્છેદ ૧૬૫
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૧૬૪
૫૩. રાજ્યમાં 'વિધાન પરિષદ' (Legislative Council) ની રચના કે નાબૂદી કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
B. અનુચ્છેદ ૧૬૯
C. અનુચ્છેદ ૧૭૦
D. અનુચ્છેદ ૧૭૧
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૧૬૯
૫૪. રાજ્યનું બજેટ (વાર્ષિક નાણાકીય પત્રક) કયા અનુચ્છેદ હેઠળ રજૂ થાય છે?
B. અનુચ્છેદ ૨૦૨
C. અનુચ્છેદ ૨૬૬
D. અનુચ્છેદ ૨૮૦
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૨૦૨
૫૫. રાજ્યપાલને 'વટહુકમ' (Ordinance) બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળેલી છે?
B. અનુચ્છેદ ૨૧૩
C. અનુચ્છેદ ૨૨૬
D. અનુચ્છેદ ૩૫૬
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૨૧૩
૫૬. મુખ્યમંત્રી બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
B. ૨૫ વર્ષ
C. ૩૦ વર્ષ
D. ૩૫ વર્ષ
✅ સાચો જવાબ: B. ૨૫ વર્ષ
૫૭. રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી 'એડવોકેટ જનરલ' ની નિમણૂક કોણ કરે છે?
B. મુખ્યમંત્રી
C. રાજ્યપાલ
D. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
✅ સાચો જવાબ: C. રાજ્યપાલ
૫૮. કોઈપણ રાજ્યની વિધાનસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે?
B. ૪૫૦
C. ૫૦૦
D. ૫૫૦
✅ સાચો જવાબ: C. ૫૦૦
૫૯. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?
B. ૫ વર્ષ
C. ૬ વર્ષ
D. આજીવન
✅ સાચો જવાબ: C. ૬ વર્ષ
૬૦. રાજ્યપાલ બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
B. ૩૦ વર્ષ
C. ૩૫ વર્ષ
D. ૪૦ વર્ષ
✅ સાચો જવાબ: C. ૩૫ વર્ષ
૬૧. 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
B. ૨ ઓક્ટોબર
C. ૧૫ ઓગસ્ટ
D. ૨૬ જાન્યુઆરી
✅ સાચો જવાબ: A. ૨૪ એપ્રિલ
૬૨. ભારતમાં 'ત્રિસ્તરીય પંચાયતી રાજ' વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
B. બળવંતરાય મહેતા સમિતિ
C. એલ. એમ. સિંઘવી સમિતિ
D. જી. વી. કે. રાવ સમિતિ
✅ સાચો જવાબ: B. બળવંતરાય મહેતા સમિતિ
૬૩. બંધારણની ૧૧મી અનુસૂચિમાં પંચાયતોને વહીવટ માટે કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે?
B. ૨૧ વિષયો
C. ૨૯ વિષયો
D. ૩૨ વિષયો
✅ સાચો જવાબ: C. ૨૯ વિષયો
૬૪. નગરપાલિકાઓને કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?
B. ૭૩મો બંધારણીય સુધારો
C. ૭૪મો બંધારણીય સુધારો
D. ૭૫મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: C. ૭૪મો બંધારણીય સુધારો
૬૫. 'અશોક મહેતા સમિતિ' એ પંચાયતી રાજના કેટલા સ્તરની ભલામણ કરી હતી?
B. ૨ (દ્વિ-સ્તરીય)
C. ૩ (ત્રિ-સ્તરીય)
D. ૪ (ચતુર્થ-સ્તરીય)
✅ સાચો જવાબ: B. ૨ (દ્વિ-સ્તરીય)
૬૬. ગ્રામ પંચાયતની રચના કરવાની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં છે?
B. અનુચ્છેદ ૪૪
C. અનુચ્છેદ ૪૮
D. અનુચ્છેદ ૫૦
✅ સાચો જવાબ: A. અનુચ્છેદ ૪૦
૬૭. પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલા ટકા અનામતની જોગવાઈ બંધારણમાં છે?
B. ૩૩% (અથવા ૧/૩)
C. ૫૦%
D. ૬૦%
✅ સાચો જવાબ: B. ૩૩% (અથવા ૧/૩)
૬૮. ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
B. ૨૧ વર્ષ
C. ૨૫ વર્ષ
D. ૩૦ વર્ષ
✅ સાચો જવાબ: B. ૨૧ વર્ષ
૬૯. બંધારણની ૧૨મી અનુસૂચિમાં નગરપાલિકાઓના કેટલા વિષયોનો સમાવેશ થાય છે?
B. ૧૮ વિષયો
C. ૨૪ વિષયો
D. ૨૯ વિષયો
✅ સાચો જવાબ: B. ૧૮ વિષયો
૭૦. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ કયા રાજ્યમાં અને ક્યારે થયો હતો?
B. મહારાષ્ટ્ર (૨ ઓક્ટોબર ૧૯૬૨)
C. આંધ્રપ્રદેશ (૧ નવેમ્બર ૧૯૫૬)
D. રાજસ્થાન (૨ ઓક્ટોબર ૧૯૫૯)
✅ સાચો જવાબ: D. રાજસ્થાન (૨ ઓક્ટોબર ૧૯૫૯)
૭૧. ભારતીય 'ચૂંટણી પંચ' (Election Commission) ની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?
B. અનુચ્છેદ ૩૨૪
C. અનુચ્છેદ ૩૩૦
D. અનુચ્છેદ ૩૫૨
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૩૨૪
૭૨. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) કોણ હતા?
B. ટી. એન. શેષન
C. વી. એસ. રમાદેવી
D. કલ્યાણ સુંદરમ
✅ સાચો જવાબ: A. સુકુમાર સેન
૭૩. મતદાન કરવાની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી?
B. ૪૪મો સુધારો
C. ૬૧મો સુધારો
D. ૭૩મો સુધારો
✅ સાચો જવાબ: C. ૬૧મો સુધારો
૭૪. સંઘ લોક સેવા આયોગ (UPSC) ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?
B. રાષ્ટ્રપતિ
C. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
D. સંસદ
✅ સાચો જવાબ: B. રાષ્ટ્રપતિ
૭૫. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની વહેંચણી માટે દર ૫ વર્ષે 'નાણાં પંચ' (Finance Commission) ની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
B. અનુચ્છેદ ૨૮૦
C. અનુચ્છેદ ૩૦૦A
D. અનુચ્છેદ ૩૬૦
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૨૮૦
૭૬. ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી 'એટર્ની જનરલ ઑફ ઇન્ડિયા' ની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?
B. અનુચ્છેદ ૭૬
C. અનુચ્છેદ ૧૪૮
D. અનુચ્છેદ ૧૬૫
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૭૬
૭૭. 'રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ' (NCSC) ની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?
B. અનુચ્છેદ ૩૩૮
C. અનુચ્છેદ ૩૪૦
D. અનુચ્છેદ ૩૪૨
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૩૩૮
૭૮. 'આંતર-રાજ્ય પરિષદ' (Inter-State Council) ની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
B. અનુચ્છેદ ૨૬૩
C. અનુચ્છેદ ૨૮૦
D. અનુચ્છેદ ૩૧૫
✅ સાચો જવાબ: B. અનુચ્છેદ ૨૬૩
૭૯. પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી કરાવવા માટે 'રાજ્ય ચૂંટણી પંચ' ની નિમણૂક કોણ કરે છે?
B. કેન્દ્રીય ચૂંટણી પંચ
C. મુખ્યમંત્રી
D. રાજ્યપાલ
✅ સાચો જવાબ: D. રાજ્યપાલ
૮૦. નીતિ આયોગ (NITI Aayog) ના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે?
B. નાણામંત્રી
C. ભારતના વડાપ્રધાન
D. રિઝર્વ બેંકના ગવર્નર
✅ સાચો જવાબ: C. ભારતના વડાપ્રધાન
૮૧. કયા અનુચ્છેદ મુજબ દેવનાગરી લિપિમાં લખાયેલી 'હિન્દી' સંઘની સત્તાવાર રાજભાષા છે?
B. અનુચ્છેદ ૩૫૦
C. અનુચ્છેદ ૩૫૧
D. અનુચ્છેદ ૩૫૬
✅ સાચો જવાબ: A. અનુચ્છેદ ૩૪૩
૮૨. કયો બંધારણીય સુધારો 'GST' (Goods and Services Tax) સાથે સંબંધિત છે?
B. ૧૦૦મો બંધારણીય સુધારો
C. ૧૦૧મો બંધારણીય સુધારો
D. ૧૦૨મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: C. ૧૦૧મો બંધારણીય સુધારો
૮૩. 'દલબદલ વિરોધી કાયદો' (Anti-Defection Law) બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે?
B. ૯મી અનુસૂચિ
C. ૧૦મી અનુસૂચિ
D. ૧૧મી અનુસૂચિ
✅ સાચો જવાબ: C. ૧૦મી અનુસૂચિ
૮૪. લોકસભા અને વિધાનસભામાં 'એંગ્લો-ઇન્ડિયન' સભ્યોની નિમણૂક કયા સુધારા દ્વારા રદ કરવામાં આવી છે?
B. ૧૦૨મો બંધારણીય સુધારો
C. ૧૦૩મો બંધારણીય સુધારો
D. ૧૦૪મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: D. ૧૦૪મો બંધારણીય સુધારો
૮૫. 'શિક્ષણનો અધિકાર' (RTE) કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો?
B. અનુચ્છેદ ૨૧
C. અનુચ્છેદ ૨૧-A
D. અનુચ્છેદ ૨૨
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૨૧-A
૮૬. બંધારણના 'આમુખ' (Preamble) નો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
B. અમેરિકા
C. ફ્રાન્સ
D. કેનેડા
✅ સાચો જવાબ: B. અમેરિકા
૮૭. બંધારણમાં 'મૂળભૂત ફરજો' (Fundamental Duties) નો ખ્યાલ કયા દેશમાંથી પ્રેરિત છે?
B. જર્મની
C. આયર્લેન્ડ
D. ઓસ્ટ્રેલિયા
✅ સાચો જવાબ: A. રશિયા (USSR)
૮૮. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની જોગવાઈ ક્યાંથી લેવામાં આવી છે?
B. દક્ષિણ આફ્રિકા
C. જર્મનીના વાઇમર બંધારણમાંથી
D. બ્રિટન
✅ સાચો જવાબ: C. જર્મનીના વાઇમર બંધારણમાંથી
૮૯. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી (સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી) કઈ અનુસૂચિમાં છે?
B. ૬ઠ્ઠી અનુસૂચિ
C. ૭મી અનુસૂચિ
D. ૮મી અનુસૂચિ
✅ સાચો જવાબ: C. ૭મી અનુસૂચિ
૯૦. બંધારણની ૮મી અનુસૂચિમાં હાલમાં કેટલી માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે?
B. ૧૮
C. ૨૨
D. ૨૪
✅ સાચો જવાબ: C. ૨૨
૯૧. સંસદીય કાર્યવાહીમાં 'પ્રશ્નકાળ' (Question Hour) નો સમય સામાન્ય રીતે કયો હોય છે?
B. બપોરે ૧૨ થી ૧ વાગ્યા સુધી
C. સત્રનો અંતિમ કલાક
D. સાંજે ૫ વાગ્યા પછી
✅ સાચો જવાબ: A. સત્રની શરૂઆતનો પ્રથમ કલાક
૯૨. કઈ રિટનો શાબ્દિક અર્થ 'વ્યક્તિને સદેહે હાજર કરવો' તેવો થાય છે?
B. પ્રોહિબિશન (પ્રતિષેધ)
C. કવો-વોરંટો (અધિકાર પૃચ્છા)
D. હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ)
✅ સાચો જવાબ: D. હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ)
૯૩. ભારતની બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી?
B. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
C. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
D. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
✅ સાચો જવાબ: B. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
૯૪. બંધારણ સભા દ્વારા ભારતના 'રાષ્ટ્રીય ધ્વજ' ની ડિઝાઇન ક્યારે સ્વીકારવામાં આવી?
B. ૨૨ જુલાઈ ૧૯૪૭
C. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
D. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
✅ સાચો જવાબ: B. ૨૨ જુલાઈ ૧૯૪૭
૯૫. 'માર્શલ લૉ' (લશ્કરી શાસન) લાગુ હોય ત્યારે મૂળભૂત અધિકારો પર નિયંત્રણનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે?
B. અનુચ્છેદ ૩૩
C. અનુચ્છેદ ૩૪
D. અનુચ્છેદ ૩૫
✅ સાચો જવાબ: C. અનુચ્છેદ ૩૪
૯૬. સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને (EWS) ૧૦% અનામત કયા સુધારા દ્વારા આપવામાં આવી?
B. ૧૦૨મો બંધારણીય સુધારો
C. ૧૦૩મો બંધારણીય સુધારો
D. ૧૦૪મો બંધારણીય સુધારો
✅ સાચો જવાબ: C. ૧૦૩મો બંધારણીય સુધારો
૯૭. દેશમાં સૌપ્રથમ ભાષાના આધારે કયા રાજ્યની રચના થઈ હતી?
B. મહારાષ્ટ્ર
C. આંધ્રપ્રદેશ
D. તમિલનાડુ
✅ સાચો જવાબ: C. આંધ્રપ્રદેશ
૯૮. ભારતમાં લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો?
B. ૨૦૧૨
C. ૨૦૧૩
D. ૨૦૧૪
✅ સાચો જવાબ: C. ૨૦૧૩
૯૯. કયા એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની અલગ હાઈકોર્ટ છે?
B. પુડુચેરી
C. આંદામાન નિકોબાર
D. દિલ્હી
✅ સાચો જવાબ: D. દિલ્હી
૧૦૦. ભારતનું સંપૂર્ણ બંધારણ ઘડવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો?
B. ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ
C. ૩ વર્ષ સંપૂર્ણ
D. ૩ વર્ષ, ૨ મહિના અને ૧૦ દિવસ
✅ સાચો જવાબ: B. ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ
🎯 તમારો સ્કોર શું રહ્યો?
મિત્રો, આ ૧૦૦ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા? અમને નીચે Comment કરીને ચોક્કસ જણાવો.
જો તમને આ મેગા ટેસ્ટ ઉપયોગી લાગી હોય તો તમારા તૈયારી કરતા અન્ય મિત્રોના WhatsApp ગ્રુપમાં આ પોસ્ટ જરૂર શેર કરજો. ✨
💬 WhatsApp પર શેર કરો
Social Plugin