એસટી બસનો પાસ ઓનલાઈન કેવી રીતે કઢાવવો? | GSRTC E-Pass Online Apply Step by Step

એસટી બસનો પાસ ઓનલાઈન કેવી રીતે કઢાવવો? | GSRTC E-Pass Online Apply Step by Step


🚍 GSRTC E-Pass 2026: ઓનલાઈન અરજી, પ્રક્રિયા અને સંપૂર્ણ માર્ગદર્શિકા
GSRTC E-Pass Online Apply Step by Step
GSRTC E-Pass Online Apply Step by Step

નમસ્કાર મિત્રો! હવે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા શરૂ કરાયેલ ડીજીટલ સુવિધાથી તમારે બસ પાસ કઢાવવા માટે બસ સ્ટેન્ડની લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. ઘરે બેઠા તમારા મોબાઈલથી જ pass.gsrtc.in પોર્ટલ પરથી ઓનલાઈન પાસ કઢાવી શકાય છે 

૧. GSRTC ઈ-પાસના પ્રકારો 🔖

🎓 વિદ્યાર્થી પાસ

શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે 50-75% સુધી ભાડામાં રાહત 

🧓 સિનિયર સિટીઝન પાસ

60 વર્ષથી વધુ ઉંમરના ગુજરાતના રહેવાસીઓ માટે 50% ભાડામાં રાહત 

♿ દિવ્યાંગ પાસ

40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો માટે મફત મુસાફરીની સુવિધા 

💼 મુસાફર / પેસેન્જર પાસ

દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરો માટે 

૨. જરૂરી ડોક્યુમેન્ટ્સ (Documents Required) 📄

  • આધાર કાર્ડ (મોટાભાગની કેટેગરી માટે ફરજિયાત) 
  • પાસપોર્ટ સાઈઝના 2 ફોટા (ડેપો પર પાસ લેતી વખતે આપવા) 
  • CTS નંબર (માત્ર વિદ્યાર્થીઓ માટે) 
  • રેશન કાર્ડની ઝેરોક્ષ (ગ્રામીણ કન્યા પાસ માટે આધાર કાર્ડ સાથે જરૂરી) 
  • ચાલુ મોબાઈલ નંબર અને ગુજરાતમાં રહેઠાણનો પુરાવો

૩. ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા 📲

  • પોર્ટલની મુલાકાત: સૌપ્રથમ pass.gsrtc.in વેબસાઈટ અથવા GSRTC એપ ખોલો 
  • કેટેગરી પસંદ કરો: જો તમે વિદ્યાર્થી છો તો "Student Pass System" અને જો નિયમિત મુસાફર છો તો "Passenger Pass System" પસંદ કરો 
  • વિગતો ભરો: 'New' ઓપ્શન પર ક્લિક કરો. વિદ્યાર્થીઓએ પોતાનો CTS નંબર નાખવાનો રહેશે, જેથી અડધી માહિતી આપમેળે ભરાઈ જશે 
  • મુસાફરોએ પોતાનું નામ, એડ્રેસ, રૂટ (ક્યાંથી બેસવું અને ક્યાં ઉતરવું) અને બસનો પ્રકાર (લોકલ, એક્સપ્રેસ વગેરે) સિલેક્ટ કરવાનો રહેશે 
  • પેમેન્ટ અને સબમિટ: તમે ઓનલાઈન (UPI/કાર્ડ) અથવા કેશ (કાઉન્ટર પર) નો વિકલ્પ પસંદ કરી શકો છો 
  •  છેલ્લે 'Submit' પર ક્લિક કરો.
  • પ્રિન્ટ અને સહી-સિક્કા: વિદ્યાર્થીઓએ ફોર્મની પ્રિન્ટ કાઢીને શાળા/કોલેજના આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે 
  •  ત્યારબાદ આ ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ ડેપો પર જમા કરાવીને પાસ મેળવી શકાશે 

૪. પાસ રિન્યુ કરવાની પ્રક્રિયા 🔄

પાસ પૂરો થવાના 30 દિવસ પહેલા તેને ઓનલાઈન રિન્યુ કરી શકાય છે  આ માટે પોર્ટલ પર Pass Renew Request પર ક્લિક કરી તમારો આઈ-કાર્ડ નંબર (I-Card Number) અને જન્મ તારીખ એન્ટર કરો . બધી વિગતો ચકાસી, કેપ્ચા કોડ નાખીને ફોર્મ સબમિટ કરી ફાઈલ ડાઉનલોડ કરી લો 

૫. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) ❓

પ્રશ્ન 1: CTS નંબર શું છે અને જો મારી પાસે ન હોય તો શું કરવું?

જવાબ: CTS નંબર એ વિદ્યાર્થી પાસ કાઢવા માટેનો યુનિક કોડ છે. જો તમારી પાસે આ નંબર નથી, તો તમે પોર્ટલ પર "Know Your CTS Number" ઓપ્શનમાં જઈને તમારું નામ, શાળાનું નામ, જન્મ તારીખ અથવા ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને ઓનલાઇન શોધી શકો છો 

પ્રશ્ન 2: પાસ ખોવાઈ જાય અથવા ફાટી જાય તો શું નવો પાસ મળી શકે?

જવાબ: હા, જો તમારું ઓળખપત્ર (પાસ) ફાટી જાય કે ખોવાઈ જાય તો ₹50 નો ચાર્જ ભરીને નવી પ્રક્રિયા સાથે ડુપ્લીકેટ પાસ કઢાવી શકાય છે 

પ્રશ્ન 3: પાસ રિન્યુ કરાવવામાં મોડું થાય તો શું થાય?

જવાબ: પાસની મુદત પૂરી થયા પછી રિન્યુ કરાવવા માટે 3 દિવસનો 'ગ્રેસ પિરિયડ' (Grace Period) આપવામાં આવે છે. જો આ 3 દિવસમાં પાસ રિન્યુ ન થાય, તો પાસ કઢાવતી વખતે જમા કરાવેલ ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવે છે 

પ્રશ્ન 4: શું હું મારો પાસ મારા ભાઈ કે મિત્રને વાપરવા આપી શકું?

જવાબ: ના, રાહત દરનો પાસ અન્ય કોઈપણ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી. જો આમ કરતા પકડાશે તો તે પાસ જપ્ત કરી લેવામાં આવશે 

પ્રશ્ન 5: પાસની પ્રિન્ટ કાઢ્યા પછી ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો?

જવાબ: વિદ્યાર્થીઓએ 2 ફોટા આપવાના રહે છે. ફોર્મમાં એક જગ્યાએ ફોટો ચોંટાડી તેના પર આચાર્યશ્રીના અડધા સહી-સિક્કા આવે તે રીતે કરાવવાના છે, જ્યારે બીજા ફોટા પર કોઈ સિક્કા કરાવવાના નથી 

વધુ માહિતી અને અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો:

Close Menu