📅 અપડેટ તારીખ: ૧૨ જુલાઈ, ૨૦૨૬ ✍️ લેખક: BK Gujarat ટીમ
કપાસ કાંતિ મિશન યોજના 2026: કપાસના આધુનિક વાવેતર માટે મળશે ₹27,000 સુધીની સહાય, અહીંથી કરો ઓનલાઇન અરજી
| kapas-kanti-yojana-gujarat |
આજના આ ખાસ આર્ટિકલમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, તેમાં કયા બે મહત્વના ઘટકો (CST અને ICM) નો સમાવેશ થાય છે, કયા ખેડૂતને કેટલી સહાય મળશે અને તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમામ માહિતી સરળ ભાષામાં મેળવવા માટે આ લેખ અંત સુધી ચોક્કસ વાંચો.
📌 ટૂંકી અને મહત્વની વિગત: આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪/૦૭/૨૦૨૬ છે. સમય મર્યાદા ઓછી હોવાથી વહેલી તકે તમારી અરજી કન્ફર્મ કરી લેવી.
કપાસ કાંતિ મિશન અંતર્ગત મળવાપાત્ર સહાયના ઘટકો (Components)
સરકાર દ્વારા કપાસ પકવતા ખેડૂતો માટે બે અલગ-અલગ ટેક્નોલોજી આધારિત વાવેતર પદ્ધતિ માટે સહાયની જોગવાઈ કરવામાં આવી છે:
ઘટક ૧: ક્લોઝ સ્પેસિંગ ટેક્નોલોજી (CST) - સંકળા ગાળે વાવેતર
આ પદ્ધતિમાં કપાસનું વાવેતર નજીક-નજીક એટલે કે ૯૦ x ૩૦ સેન્ટીમીટર ના અંતરે (સંકળા ગાળે) કરવાનું હોય છે. આ ટેક્નોલોજીથી ઓછા વિસ્તારમાં વધુ છોડ રોપી શકાય છે અને ઉત્પાદનમાં મોટો વધારો જોવા મળે છે. સરકાર આ પદ્ધતિના નિદર્શન (Demonstration) માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા મોટી સહાય આપે છે.
ઘટક ૨: ઈન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM) - સંકલિત વ્યવસ્થાપન
આ પદ્ધતિમાં કપાસનું વાવેતર ૯૦ x ૬૦ સેન્ટીમીટર ના અંતરે રાખવામાં આવે છે. આમાં ખાતર, પાણી અને જીવાત નિયંત્રણનું વૈજ્ઞાનિક ઢબે સંકલિત વ્યવસ્થાપન કરવાનું હોય છે, જેથી પાકનો વિકાસ સારો થાય અને રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય.
નાણાકીય સહાયનું ધોરણ અને ચૂકવવાપાત્ર રકમ
બંને ઘટકોમાં સરકાર દ્વારા ખાતા દીઠ (પરિવાર દીઠ) વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં નીચે મુજબ આર્થિક સહાય સીધી ખેડૂતના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરવામાં આવશે:
| ઘટકનું નામ અને વાવેતર અંતર | સહાયનું ધોરણ / મર્યાદા | મહત્તમ મળવાપાત્ર રકમ |
|---|---|---|
| ક્લોઝ સ્પેસિંગ ટેક્નોલોજી (CST) (૯૦ x ૩૦ સે.મી.) નિદર્શન સહાય | ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં | ₹ ૨૭,૦૦૦/- |
| ઈન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM) (૯૦ x ૬૦ સે.મી.) નિદર્શન સહાય | ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં | ₹ ૧૪,૦૦૦/- |
અરજી કરવા માટેની મહત્વની તારીખો
ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન પોર્ટલ પર જઈને જ ફોર્મ ભરવું પડશે. તારીખો ખાસ નોંધી લેજો:
- અરજી શરૂ થવાની તારીખ: ૧૦/૦૭/૨૦૨૬
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૭/૨૦૨૬
ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents Needed)
ફોર્મ ભરવા જતાં પહેલાં નીચેના કાગળો સાથે રાખવા જેથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય:
- ખેતી જમીનના ૭/૧૨ અને ૮-અ ના ઉતારા
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક (જેમાં આર્થિક સહાય જમા થશે)
- મોબાઈલ નંબર (જે આધાર કાર્ડ અને બેંક સાથે લિંક હોય)
- જો અરજદાર અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) માંથી આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર
સ્ટેપ-બાય-સ્ટેપ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની મદદથી આ રીતે સરળતાથી ફોર્મ ભરી શકો છો:
Social Plugin