🐄 પશુપાલકો માટે ખુશખબર: દેશી ગાયની વાછરડીના ઉછેર માટે મળશે ₹૩,૦઼૦૦ ની સહાય, જાણો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ અને નિયમો
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોની આવક બમણી કરવા અને રાજ્યમાં શુદ્ધ ઓલાદની ગાયોની સંખ્યા વધારવા માટે એક શાનદાર પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીના ઉછેર માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
જો તમે પણ પશુપાલક છો અને તમારા ઘરે દેશી ગાયની વાછરડીનો જન્મ થયો છે, તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અરજી ક્યાં કરવી, કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
📢 યોજનાની મુખ્ય વિગતો અને સહાયની રકમ
આ યોજનાનો મુખ્ય હેતુ શુદ્ધ સંવર્ધન (Pure Breeding) દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયોની સંખ્યામાં વધારો કરવાનો છે.
- મળવાપાત્ર સહાય: પશુપાલકોને પ્રતિ વાછરડી રૂ. ૩,૦૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવશે.
- મર્યાદા: આ સહાય વધુમાં વધુ ૧ વાછરડી પર જ મળવાપાત્ર રહેશે.
- મહત્વની શરત: વાછરડી કૃત્રિમ બીજદાન (Artificial Insemination) દ્વારા જન્મેલી શુદ્ધ સંવર્ધનની હોવી જોઈએ અને તેની ઉંમર ૧૧ માસથી ઓછી હોવી જોઈએ.
📅 અરજી કરવાની તારીખ (Time Line)
આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકોએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે:
⏳ અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૦૭/૨૦૨૬
📄 જરૂરી દસ્તાવેજો (અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ)
અરજી કરતી વખતે પશુપાલકોએ નીચે મુજબના આધાર-પુરાવા સાથે રાખવાના રહેશે:
| ક્રમ | જરૂરી દસ્તાવેજ / પ્રમાણપત્રની વિગત |
|---|---|
| ૧ | બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક (સહાયની રકમ જમા મેળવવા) |
| ૨ | પશુચિકિત્સા અધિકારીશ્રી અથવા પશુધન નિરીક્ષકશ્રી દ્વારા વાછરડીની વિગત માટે સ્થળ ચકાસણીનું પ્રમાણપત્ર |
| ૩ | સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર |
| ૪ | બારકોડેડ રેશનકાર્ડ |
| ૫ | કૃત્રિમ બીજદાનથી પશુ ફેળવ્યાનું જે-તે સંસ્થાનું પ્રમાણપત્ર |
| ૬ | સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગ અરજદારો માટે જ) |
💻 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકોએ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ આઈ-ખેડૂત (iKhedut Portal) પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી જરૂરી દસ્તાવેજો જોડીને પશુપાલન વિભાગની નજીકની કચેરીએ જમા કરાવવાની રહેશે.
🎯 પશુપાલક મિત્રો માટે ખાસ વિનંતી
જો તમારા ગામ કે આજુબાજુમાં કોઈ પશુપાલક મિત્રો હોય જેમણે ગાયમાં કૃત્રિમ બીજદાન કરાવેલું હોય અને ૧૧ માસથી નાની વાછરડી હોય, તો તેમના સુધી આ માહિતી વોટ્સએપ અને ટેલિગ્રામ પર જરૂર શેર કરજો.
દરરોજ આવી જ સરકારી યોજનાઓની સચોટ માહિતી માટે અમારા બ્લોગ bkgujarat.com ની મુલાકાત લેતા રહો.

Social Plugin