સ્વનિર્ભર , ખાનગી શાળાઓના ધોરણ5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.
રક્ષાશક્તિ સ્કુલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાંઆ વશે.
જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનાનાં ફોર્મ
સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય
છે ?
અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના ના વિધાર્થીઓ માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું થશે
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા નોન ક્રિમીલીયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું થશે.
આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર જે લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશસમયે રજુ કરવાનું રહેશે.
જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજના ૨૦૨૩ ના લાભ શુ છે ?
આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી અને હોશિયાર વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ સુવિધાઓથી ભરપુર ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં આવશે, વિધાર્થીઓના વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઊતમ સામગ્રી વગેરે સુવિધાઓ મફત આપવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભા નો વિકાસ કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.
જ્ઞાનશક્તિ
સ્કુલ પ્રવેશ યોજના ૨૦૨૩માં અરજી કરવાની રીત :
ઉપરની દર્શાવેલ પાંચ(૦૫) પ્રકારની શાળાઓમાં પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએઓનલાઇનશાળાના પ્રકારના વિકલ્પો પસંદ કરવાના રહેશે. અને એક જ વખત ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સરકારી/ગ્રાન્ટ મેળવતી શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.
આ જાહેરાતના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૦૩/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩
દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.
ઉમેદવારે નિયત
કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે.
સરકારી શાળાના વિદ્યાર્થીઓએ તેમના શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષક દ્વારા https://schoolattendancegujarat.in પર અરજી કરવાની રહેશે.
· વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે
મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
"Apply Online" પર Click કરવું.
Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌપ્રથમ Adhar UDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે
વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપવી પડશે
વિદ્યાર્થીએ વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
પ્રવેશ પરિક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો
વિદ્યાર્થીએ હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવારઅભ્યાસ કરવો. હોલ ટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.
હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા કરવાના રહેશે તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે.
સરકારી શાળામાં અભયાસ કરતા બાળકના વાલીએ સ્કુલમાંથી જ અરજી કરાવવાની થશે
વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ
કામકાજના દિવસે શાળા સમય દરમ્યાન બી.આર.સી. ટી.પી.ઇ.ઓ.શ્રીની કચેરીનો સંપર્ક કરી
શકાશે. ટી.પી.ઇ.ઓ. કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે.
યોજનાનું નામ
|
જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કુલ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કુલ્સ જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ રક્ષા શક્તિ સ્કુલ્સ મોડેલ સ્કુલ્સ
|
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો
|
23 માર્ચ 2023 થી 05 એપ્રિલ 2023
|
કોમન પ્રવેશ પરીક્ષાની તારીખઃ
|
27 એપ્રિલ,
2023
|
અરજી કરવા માટે ની વેબસાઇટ ની લિંક
|
અહીં ક્લિક કરો
|
પરિક્ષા ફી
|
આ યોજના માટે
કોઇ પરિક્ષા ફી ભરવાની રહેતી નથી તે એકદમ
નિશુલ્ક છે.
|
પ્રશ્નબેન્ક ના નમુના માટે ની લિંક
|
અહીં ક્લિક કરો
|
જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ નું જાહેર નામું
ડાઉનલોડ કરવા માટે ની લિંક
|
અહીં ક્લિક કરો
|
પ્રવેશ પરિક્ષાનુંંપરિણામ જાણવા અહિં ક્લિક કરો પ્રવેશ પરિક્ષાનું માળખું
કુલ ગુણ: ૧૨૦ સમય:૧૨૦ મિનિટ
પ્રશ્નો
નું માળખું
|
વિષયનું નામ
|
પ્રશ્નો
|
ગુણ
|
પર્યાવરણ
|
૨૦
|
૨૦
|
ગુજરાતી
|
૨૦
|
૨૦
|
અંગ્રેજી-હિન્દી
|
૨૦
|
૨૦
|
તાર્કિક ક્ષમતા કસોટી
|
30
|
30
|
ગણિત સજ્જતા
|
30
|
30
|
કુલ
|
૧૨૦
|
૧૨૦
|
પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે
પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા
મળશે.
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો
જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ પરિક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે પરિણામ જોવા અહિં ક્લિક કરો
0 Comments