CET 2024: કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2025 ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે વિના મુલ્યે મળશે શિક્ષણ ।
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના 2025
ગુજરાત
સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા અનેક શિક્ષણને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે
તે જ રીતે વિધાર્થીઓને ગુણવતા યુક્ત શિક્ષણ વિના મુલ્યે મળી રહે તે માટે “જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ”, “જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ”, “ રક્ષાશક્તિ
સ્કુલ્સ” અને “મોડેલ સ્કુલ્સ” શરૂ કરવામાં
આવેલ છે. તેમજ “મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના” શરૂ કરેલ છે.
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2025 (CET
2025 )
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ પરિક્ષા નો
લાભ:
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા
કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ
વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ
એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર
વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ
ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ
સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના
આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત
કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી
જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.. આ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરુ થઇ ગયેલ છે તેની સંપુર્ણ માહિતિ નીચેના આર્ટિકલમાં આપવામાં આવેલ છે.
![]() |
Gujarat CET 2025 |
હાઇલાઇટ પોઇન્ટ ઓફ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ
યોજનાનું નામ |
જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કુલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કુલ્સ મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના |
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો |
29/01/2025 થી
09/02/2025 છે . |
કોમન પ્રવેશ પરીક્ષાની તારીખઃ |
22-3-2025 |
ઓફિશિયલી વેબસાઇટ |
|
પરિક્ષા ફી |
નિશુલ્ક |
કોમન એન્ટ્રેન્સ પરિક્ષાની તૈયારી માટે બૂક ડાઉનલોડ કરવા માટે |
|
CET પરિક્ષાનુ
જાહેરનામુ ડાઉનલોડ કરવા માટે |
|
યોજનાના લાભાર્થી |
ધોરણ ૫ મા
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટેની
પરિક્ષામાં ફોર્મ ભરવાની પાત્રતા અને લાભ
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે નીચેની પાત્રતા ધરાવતા
વિધાર્થીઓ ફોર્મ ભરી શકશે.
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર
વિદ્યાર્થીઓ
(જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ
ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ
તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી
શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ
તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ
ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ
માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકાશે.
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં (રક્ષાશક્તિ અને મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરિક્ષાનું
માળખું. Gyan Setu Scholarship Yojana Exam
syllabus
Gyan Setu
Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે
કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે પ્રમાણે છે.
કુલ ગુણ: ૧૨૦ સમય:૧૫૦ મિનિટ
. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટની પરિક્ષાનું માળખુઃ-
-
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુવિકલ્પ
સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-પના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.
પરીક્ષા કેન્દ્ર:
પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી
વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત
રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦
અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના
કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા
આપવા ઉપસ્થિત થવાનું રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ
આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org
પર પ્રસિધ્ધ
કરવામાં આવશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off
કરતાં વધુ
ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં
આવશે.
ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી
શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના
કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની
રહેશે.
શાળા પસંદગી:-
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું રહેશે.
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ બાબતે અગત્યની માહિતિ -
- આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
- મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
- પરીક્ષા સંબંધી વિગતોથી માહિતગાર થવા માટે www.sebexam.org, વેબસાઈટ જોતા વિનંતી.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકો માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઇન પોર્ટલ www.schoolattendancegujarat.in/ પરથી ભરી શકશે.
- આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં, બી.આર.સી ભવન અને સી.આર.સી ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્ક ભરવામાં આવશે.
- સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષા શક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે. રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
- હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ.દ્વારા જાણ કરવામાં આવશે. અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે.
- હોલ ટીકીટની કોપી કાઢ્યાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે.
- વધુ માહિતિ માટે નજીકની સરકારી શાળાનો સંપર્ક કરી શકો છો.
- વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ બાબતે અગત્યની લિંક
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે |
|
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ યોજના માં સરકારી અને ખાનગી શાળા ના વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરવા માટે |
|
|
કોમન એન્ટ્રેસ ટેસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની રીતે CET online Application
સરકારી શાળા અને ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ નીચે મુજબના સ્ટેપ્સ અનુસાર ફોર્મ ભરી શકશે.
1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/પોર્ટલ
પર જવું.
2.શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
૩. ડાબી સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ
પરીક્ષા પર કલીક કરવું.
4. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક
કરતા ધોરણ-૫ ના વિદ્યાર્થીઓનું લીસ્ટ જનરેટ થશે
5. ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના
નામ ની સામે ટીક કરવું.
6. વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલ બાંહેધરી
પર ટીક કરવું.
7. ત્યારબાદ વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.
8. ત્યારબાદ
સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.
FAQ OF Gyan Setu Scholarship Yojana 2024
1.કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે.
Ans. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ
હેઠળ
ફોર્મ ભરવાની છેલ્લી 09/02/2024 છે.
આ પણ વાંચો
જ્ઞાન સાધના તથા જ્ઞાન સેતુ ની પરિક્ષાની તૈયારી માટેના પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
જ્ઞાન સાધના તથા જ્ઞાન સેતુ ની પરિક્ષાની તૈયારી માટેના VIDEO જોવા માટે અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
0 Comments