રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । ગરીબી રેખા હેઠળના કુટુંબના મુખ્ય વ્યક્તિના અવસાન વખતે રૂ20000 ની સહાય આપતી યોજના

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । ગરીબી રેખા હેઠળના કુટુંબના મુખ્ય વ્યક્તિના અવસાન વખતે રૂ20000 ની સહાય આપતી યોજના


રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । સંકટમોચન યોજના 2023 । Sankat Mochan Yojana form pdf । Gujarat Government yojana list 2023 ।

Short briefing: sankat mochan yojana in gujarat online રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ pdf download સંકટમોચન યોજના ફોર્મ pdf download Sankat mochan yojana । તમામ યોજના ફોર્મ pdf  । રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના  document  DIGITAL GUJARAT national family benefit scheme | NFBS

Sankat Mochan Yojana form pdf
sankat mochan yojana form

 સંકટમોચન  (રાષ્ટ્રીય કુટુંબ સહાય ) યોજના (national family benefit scheme)

                      ગુજરાત સરકાર દ્વારા સમાજના નબળા વર્ગને મદદરૂપ થવાના હેતુંથી અનેક સમાજ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.  સામાજિક  ન્યાય અને અધિકારીતા વિભાગ અને  નિયામક શ્રી સમાજ સુરક્ષા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં  ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા, કુટુંબના મુખ્ય વ્યક્તિ(સ્ત્રી કે પુરુષ)નું કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય ત્યારે ,અચાનક આવી પડેલી મુશ્કેલીમાં પરિવારને મદદરૂપ થવાના હેતુથી  આવા પરિવારને  “ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના” નો  લાભ આપવામાં આવે છે. આયોજનાને  સંકટ મોચન યોજના તરીકે પણ  ઓળખાય છે.

  યોજનાનું નામ

  રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

  રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)ની  વધુ માહિતિ મેળવવા માટે

  અહિં ક્લિક કરો 

  રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) માં મળતા લાભ

  જે ગરીબી રેખા હેઠળના કુંટુંબના  મુખ્ય વ્યક્તિનુ અવસાન થયેલ હોય તે પરિવારને  ૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

  રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) નું ફોર્મ pdf ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

  અહીં ક્લિક કરો 

  અમારી સાથે વ્હોટસપના માધ્યમથી જોડાવા માટે

  અહીં ક્લિક કરો

    

  સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના)નો લાભ લેવાની પાત્રતા

  • ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ પરીવારનો  ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની (BPL)  યાદીમાં  સમાવેશ થયેલ હોવો જોઈએ.
  • કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) અવસાન  થયેલ હોવું જોઇએ.
  • અવસાન પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ .
  • અવસાન પછીના બે વર્ષ ના સમયમાં અરજી કરવાની હોય છે.

  સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) માં શુ  લાભ મળવાપાત્ર છે

  • કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને એક વાર રૂ.૨૦,૦૦૦/- ની સહાય આપવામાં  આવે છે.
  • સહાયની રકમ  ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

   સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) ના અરજીપત્રક સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડવાના હોય છે

  • અવસાન  પામનાર વ્યક્તિના મરણનો દાખલો.
  • અવસાન પામનાર વ્યક્તિની ઉમરનો પુરાવો. આધાર કાર્ડ અથવા ચુંટણી કાર્ડ કે અન્ય પુરાવો.
  • ગરીબી રેખાની યાદી માં  નામ હોવાનુ પ્રમાણપત્ર (BPL નો દાખલો).
  • રેશનકાર્ડની નકલ.
  • અરજી કરનાર અરજદારના બેંક એકાઉન્ટ ની વિગત.

   અરજીપત્રક ક્યાંથી મળશે.

  અરજી પત્રક જિલ્લા કલેકટર કચેરી. અથવા મામલતદાર કચેરીથી વિનામૂલ્યે મેળવી શકાશે. અથવા ઉપર આપેલ લિંક માંથી ડાઉનલોડ કરી શકો છો અથવા ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો 

  સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) ની અરજી આપવાનું સ્થળ

  અરજદાર જે તાલુકાના હોય તે મામલતદાર કચેરીના સમાજ સુરક્ષા શાખામાં અથવા જે તે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે https://www.digitalgujarat.gov.in/  પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા અરજીની ચકાસણી કરી તેને નિયમોનુસાર મંજુર/નામંજુર કરવામાં આવતી હોય છે. 

  સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના)નું અમલીકરણ કોણ કરે છે?

  સંકટ મોચન યોજનાની અરજીને મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને આપવામાં આવેલ છે

  અપિલ કરવાની સતા

  રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની અરજી જો નામંજુર કરવામાં આવેલ હોય તો આ હુકમ વિરુધ્ધ  ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી અપિલ કરી શકાય છે

  આ પણ વાંચો: અકસ્માત વિમા યોજના હેઠળ અકસ્માતમાં અવસાન પામનાર ના પરિવારને મળશે એક લાખ થી બે લાખ સુધીની સહાય 


  FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

  1.રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં  શું લાભ મળે છે ?

  a. આ યોજનામાં  ગરીબી રેખા હેઠળના કુટંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી અથવા  પુરુષ)નું અવસાન થતા સરકાર દ્વારા ૨૦,૦૦૦/ ની સહાય આપવામાં આવે છે.

  2. રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શુ હોય છે ?

  a. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં સહાય નો લાભ મેળવવા માટે ફોર્મ ભરીને નજીકની ગ્રામ પંચાયતના ઓપરેટર અથવા તો જન સેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિઝિટલ ગુજરાત પોર્ટલ પર એન્ટ્રી કરાવવાની હોય છે અને એન્ટ્રી થયા બાદ મામલતદાર કચેરી દ્વારા અરજીની તપાસણી થયા બાદ મંજુરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે 


   મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ગરીબી રેખા હેઠળના  ઘરમાં મોભીનું અવસાન થયુ હોય તેમને મદદ પહોચાડી શકાય  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


  આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
   

    


  Post a Comment

  0 Comments

  Close Menu