સ્પોન્સરશિપ યોજના । sponsorship scheme Gujarat
સમાજ
સુરક્ષા ખાતા દ્વારા વૃધ્ધો,બાળકો તેમજ
દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. સંકલિત બાળ
સુરક્ષા યોજના યોજના હેઠળ
સ્પોન્સરશિપ યોજના તેમજ પાલક માતાપિતા યોજના જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.આ યોજના હેઠળ જરૂરિયાતમંદ ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને દર મહિને ૨,૦૦૦/ લેખે ત્રણ વર્ષ સુધી સહાય પુરી પાડવામાં આવે છે.
સ્પોન્સરશિપની યોજના
Highlight Point Of સ્પોન્સરશિપ યોજના
આર્ટિકલનો હેતુ |
સ્પોન્સરશિપ યોજના |
આ યોજના હેઠળના લાભાર્થી |
બાળકો |
અરજી પ્રક્રિયા |
ઓફલાઈન |
જિલ્લા પ્રમાણે
હેલ્પલાઈન નંબર મેળવવા માટે |
|
સ્પોન્સશિપ યોજનામાં આવક
મર્યાદા |
ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/ શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/ |
આ યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપથી
જોડાવા માટે |
સ્પોન્સરશીપ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
- બાળકના માતા વિધવા હોય, છુડાછેડા લીધેલ હોય અથવા બાળક/માતાને કુટુંબ દ્વારા ત્યજી દેવામાં આવેલ હોય ઉપરાંત કોઇ પણ કારણોસર માતા/પિતા બાળકની સારસંભાળ લેવા સક્ષમ ન હોય.
- બાળક એક માસ કે તેથી વધુ સમય સુધી સંસ્થામાં રહેલું હોય.
- (SERO POSITIVE ILLNESS, કેન્સર, સીકલસેલ, રક્તપિત, થેલેસેમિયા) તેમજ અન્ય જીવલેણ બિમારીઓથી પિડાતા હોય તેવા માતા-પિતાના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- જ્યાં બાળકના માતા-પિતા, બંને અથવા માતા અથવા પિતા ગંભીર અકસ્માતના કારણે અવસાન પામેલ હોય અથવા ગંભીર અકસ્માતના કારણે અશકત બનેલ હોય અથવા (૫૦% માનસિક/ ૮૦% શારીરિક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા અને આર્થિક ઉપાર્જન ન કરી શકવાના કારણે બાળકોની સંભાળ લેવા માટે સક્ષમ ન હોય.
- માતા-પિતા બંને જેલમાં હોય અથવા બંને માંથી કોઇ એક જેલમાં હોય અને બીજાનું અવસાન થયેલ હોય, તેવા બાળકને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- બાળકે ફરજિયાત શિક્ષણ મેળવવાનું રહેશે. અભ્યાસ બંધ થતા સહાય બંધ કરવામાં આવશે.
- બાળકના પરિવારની વાર્ષિક આવક (ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-) થી વધુ ન હોવી જોઇએ.
સ્પોન્સરશિપ યોજના હેઠળ મળવાપાત્ર
લાભ
- બાળકોને શૈક્ષણિક કુટુંબમાં પુનઃસ્થાપન કરવા અર્થે માસિક રૂ. ૪,૦૦૦/- લેખે
ફોર્મ ભરવાની પ્રક્રિયા
- આ યોજનાના ફોર્મ જે-તે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીએથી મળશે
- તેમજ આ યોજનાનો અમલ ઑબ્ઝર્વેશન હોમના સુપ્રિટેન્ડન્ટ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે
- આ યોજના નો લાભ મેળવવા માટે બાળકને ઓછામાં ઓછું ૬ મહિના ચિલ્ડ્રન હોમમાં રહેવું જરૂરી છે.
- સહાય મંજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામ સાથેનું સંયુક્ત ઍકાઉન્ટ ખોલાવવાનું રહેશે. જેમાં સહાય ની રકમ જમા થતી હોય છે.
સ્પોન્સરશિપ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો :
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૧૨૦૦૦૦/-સુધી અને શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦/- થી સુધીની આવક હોવી જરૂરી છે.
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- માતાપિતાના રેશનકાર્ડ પ્રમાણિત નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
- બાળકના માતાઅથવા પિતા મૃત્યુ પામેલ હોય તો મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
- બાળકના માતા અથવા પિતા જીવલેણ બિમારીઓથી પિડાતા હોયતે અંગેનું દસ્તાવેજ
સ્પોન્સરશિપ
યોજનાનુ ફોર્મ ફોર્મ ક્યાંથી મેળવવું ?
સ્પોન્સરશિપ યોજનાનુ ફોર્મ તમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં જઇને મેળવી શકો છો તેમજ ફોર્મ ભરીને ત્યાંજ આપવાનુ હોય છે અને આ કચેરી દ્વારા આગળની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે
![]() |
સ્પોન્સરશિપ યોજના |
Social Plugin