Anganwadi Bharti 2025 । આંગણવાડી વર્કર અને તેડાગરના ઓનલાઇન ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહિંંક્લિક કરો । Gujarat E-HRMS Portal

Anganwadi Bharti 2025 । આંગણવાડી વર્કર અને તેડાગરના ઓનલાઇન ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહિંંક્લિક કરો । Gujarat E-HRMS Portal

આંગણવાડી ભરતી ફોર્મ – WCD Gujarat Anganwadi Bharti 2025, આંગણવાડી ભરતીના ફોર્મ ભરાવાના શરુ થઇ ગયેલ છે. આંગણવાડી ભરતીની તમામ માહિત મેળવો એક જ ક્લિક માં 

આંગણવાડી ભરતી 2025 ફોર્મ

ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ખાતે વર્કર તથા તેડાગર ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે બહેનો આ Anganwadi Recruitment 2025 ની જાહેરાત જોવા માગે છે અને અરજી કરવા માંગે છે તે બહેનોને આ આર્ટિકલ દ્વારા સંપુર્ણ માહિતિ આપવાનો પ્રયત્ન કરીશુ& Anganvadi worker Bharti 2025 ની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું આ આર્ટિકલમાં આંગણવાડી વર્કર તથા તેડાગર ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ડોક્યુમેન્ટ જરુરી આધાર પુરાવા વગેરેની સંપુર્ણ માહીતિ મેળવીશું.

    Anganwadi Bharti 2025
    Anganwadi Bharti 2025 

    Gujarat E-HRMS Portal 


    ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સ્ટાફની ભરતીમાં પારદર્શિતા જળવાય તેમજ ભરતી પ્રક્રિયા માં સરળતા રહે તે માટે, E-HRMS પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ એ આંગણવાડી ભરતી માટે ખુબ જ ઊપયોગી છે. આ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાથી લઈ પરિણામ સુધીની તમાંમ પ્રકીયા થાય છે.
    Gujarat E -HRMS Portal

     આંગણવાડીની ભરતી 2025 ગુજરાત આંગણવાડી ભરતી 2025

    Gujarat Aanganwadi Bharti ૨૦૨5 માટે અરજી ઓનલાઇન દ્વારા જિલ્લા પ્રમાણે કરવાની થતી હોય છે . જેમાં ધોરણ 10 કે 12 ની લાયકાત ધરાવનાર મિત્રો માટે આ એક ઉમદા તક છે જેમાં ગુજરાત સરકાર દ્વારા કુલ 5000 થી વધુ આંગણવાડી કાર્યકર અને 4000 જેટલી તેડાગરની ભરતીની આમ કુલ 9000 ની જાહેરાત કરવામાં આવેલ છે. દરેક જિલ્લા વાઇઝ ઓનલાઇન અરજી પ્રકિયા કરવાની થાય છે.

    Highlight Point Of આંગણવાડી ભરતી 2025 ફોર્મ 

    સંસ્થા

    ગુજરાત સરકાર મહિલા  અને બાળ વિકાસ વિભાગ

    પોસ્ટ

    આંગણવાડી વર્કર  અને તેડાગર

    કુલ ખાલી જગ્યાઓ

    9000

    અરજીની પ્રક્રિયા

    ઓનલાઇન

    Anganwadi Bharti 2023 Gujarat last date 

    30/08/2025

    સત્તાવાર વેબસાઇટ

    https://wcd.gujarat.gov.in/

    અરજી કરવાની વેબસાઇટ

    https://e-hrms.gujarat.gov.in/


     શૈક્ષણિક લાયકાત – Gujarat Anganwadi Bharti 2025

    • આંગણવાડી વર્કર ધોરણ ૧૨ પાસ
    • આંગણવાડી તેડાગર ધોરણ ૧૦ પાસ 
    • આંગણવાડી વર્કર ની ઉમર: ૧૮ થી ૩૩ વર્ષ 
    • આંગણવાડી તેડાગરની ઉમર ૧૮ થી 33 વર્ષ 

    આંગણવાડી ભરતી ડોક્યુમેન્ટ 2025

    ·        જન્મ તારીખ ના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ધોરણ ૧૦/૧૨ નુ ક્રેડિટ સર્ટિફિકેટ 

    ·        રહેઠાણનો પુરાવો ( રેશન કાર્ડ વગેરે )
    ·        સ્વ ઘોષણા પત્રક
    ·        મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર
    ·        જાતિનું પ્રમાણપત્ર
    ·        આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
    ·        ધોરણ 10 અને 12 ની માર્કશીટ
    ·      અન્ય શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો 

    વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો )

    આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો 

    આંંગણવાડીભરતી 2025
    આંંગણવાડી ભરતી 2025 


    આંગણવાડી ભરતી પગાર ધોરણ 

    • આંગણવાડી વર્કર: ૧૦,૦૦૦/ નુ માનદવેતન 
    • આંગણવાડી તેડાગરને ૫૫૦૦/નુ માનદવેતન 


    Anganwadi  Vacancy 2025 Selection Process – ભરતી પ્રક્રિયા ની સામાન્ય શરતો 

    મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.

    • અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાંયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
    • આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
    • અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે .ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ૨૩ માં તા.08/08/2025 [રાત્રે ૦૦:૦૦ કલાકે થી તા.30/08/2025 (રાત્રે૧૨:૦૦ કલાક) સુધીમાં કરવાની રહેશે.
    • ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
    •  આંગણવાડી કાર્યકર-૧૦,૦૦૦/- અને આંગણવાડી તેડાગર-૫,૫૦૦/- ને મળતુ માનદવેતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે.આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
    •  ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આ કેન્દ્રોમાં આં.વાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતીનો ત્રીજો પ્રયત્ન છે તેવા કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
    •  આ માટેની અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોકયુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
    • વધુ માહિતી માટે સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS), તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો.

    વધુ શરતો જોવા માટે અહીં ક્લિક કરો
    Anganvadi Recruitment 2025 Online Process – આંગણવાડી વર્કર તેડાગર માટેના ઓનલાઈન ફોર્મ 2025, આંગણવાડી ઓનલાઈન ફોર્મ 2025

    ગુજરાત આંગણવાડી કાર્યકર કે તેડાગર  ની ભરતી પ્રક્રીયા નો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી  અરજી કરી શકો છો.

    •  સૌ પ્રથમ બાળ અને મહીલા વિકાસ ના eHRMS પોર્ટલ પર જાઓ

    • · ત્યાં હોમપેજ પર ” Recruitment” પર ક્લિક કરી “Apply” પર ક્લિક કરો.

    • · હવે તમને જુદી જુદી જાહેરાત જોવા મળશે જેવી કે ” આંગણવાડી કાર્યકર/તેડાગર” માટે જિલ્લા પ્રમાણે અલગ અલગ પોસ્ટ દર્શાવેલ છે.

    • · એમાંથી તમારે કયા જિલ્લા માટે આંગણવાડી ભરતી નું ફોર્મ ભરવાનું છે તે પસંદ કરી “Apply” પર ક્લિક કરો.

    • · હવે ફોર્મ ભરવાની તમાંમ વિગતો આવશે તે વાંચી અને “Agree” બટન પર ક્લિક કરો.

    • · હવે તમારે જીલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી આંગણવાડી પણ પસંદ કરવાની થશે.

    • · ત્યારબાદ કઈ જગ્યા માટે ફોર્મ ભરવાનું તે પસંદ કરી તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે.

    • · ત્યારબાદ “Send OTP” પર ક્લિક કરતા તમારા મોબાઇલ માં ” OTP ” આવશે.

    • · તે ઓટીપી બોક્સ માં નાખી સબમીટ બટન પર ક્લિક કરો.

    • · હવે નવું ફોર્મ ખુલશે જેમાં તમારી તમામ માહિતી નાખવાની થશે જેવી કે SSC ની માર્કસીટ પ્રમાણે ઉમેદવારનું. નામ અને અટક વગેરે.

    • · હવે તમારે અન્ય તમામ પ્રમાણપત્રો ની વિગતો નાખી ડિકલેરેશન ફોર્મ આવશે તે વાંચીને “SUBMIT” બટન પર ક્લિક કરો.

    • · હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે જેવા કે તમારો ફોટો અને સાઈન વગેરે.

    • · હવે આગણવાડી ભરતી ના બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ “SUBMIT & CONFIRM” બટન પર ક્લિક કરી ફોર્મને સબમીટ કરો.

    • · હવે તમારા સામે અરજી ક્રમાંક દેખાશે જે સાચવીને રાખવાનો થશે.


    આંગણવાડી ભરતી માટે અગત્યની લિંક   

      

    E-HRMS ઓફીસીયલ વેબસાઈટ લીક

    અહી ક્લિક કરો

    આંગણવાડી ભરતી માં પુછાતા પ્રશ્નો માટે

     અહી ક્લિક કરો.

    સ્વ ઘોષણા પ્રત્રક ફોર્મ માટે

    અહી ક્લિક કરો

    વેબસાઇટના whatsapp ગ્રુપ જોઇન કરો

    અહિં ક્લીક કરો

     જાહેરાત જોવા માટે 

     અહીં ક્લિક કરો 

    આંગણવાડીની  ખાલી જગ્યાની વિગત જોવા માટે : 

    • ત્યારબાદ તમારા જિલ્લાની જાહેરાત ની સામે આપેલ જગ્યાની વિગતનીViewDetails પર ક્લિક કરો 
    • ત્યારબાદ જિલ્લાના નામ પર ક્લિક કરો 
    • ત્યારબાદ તાલુકા ના નામ પર ક્લિક કરો 
    • જેથી કરીને ગામ વાઇઝ ખાલી જગ્યાની વિગતો દેખાશે 



    Gujarat Anganwadi Bharti 2025 ની ઓનલાઈન પ્રકીયા શરૂ થઇ ચુકી છે . જે અંગેની અવારનવાર અપડેટ માટે આપ અમારી વેબસાઇટના વ્હોટસેપ ગ્રુપ માં જોડાઇ શકો છો અમારી મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર!
    Close Menu