વ્હાલી દિકરી યોજનાની અરજી કરો ઘરે બેઠા એક ક્લિક માં : દિકરીઓને મળશે સીધો લાભ! | e-Mahila Kalyan Portal 2026
e-Mahila Kalyan Gujarat Portal 2026
ગુજરાત સરકાર હંમેશા મહિલા સશક્તિકરણ માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં e-Mahila Kalyan Portal (ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ) દ્વારા વ્હાલી દિકરી યોજનાને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. જો તમે પણ વ્હાલી દિકરી યોજનાની અરજી ઓનલાઇન ઘરે બેઠા કરવા માંગતા હો, તો આ આર્ટિકલ અંત સુધી વાંચો.
૧. e-Mahila Kalyan Portal શું છે?
આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં રાજ્યની ગુજરાત સરકારની વ્હાલી દિકરી યોજનાની અરજી ઘરે બેઠા કરી શકાય છે. વ્હાલી દિકરી યોજનામાં દિકરીને કુલ 1,10,000/ ની સહાય મળે છે. દિકરી જન્મે તેના એક વર્ષની અંદર વ્હાલી દિકરી યોજનાની અરજી કરવાની થતી હોય છે.જેમાં દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકી દિકરીને લાભ મળવા પાત્ર છે અને લાભાર્થી દિકરીના માતા પિતાની આવક મર્યાદા 2 લાખ સુધીની છે
૨. જરૂરી દસ્તાવેજો (Documents Required): અરજી કરતા પહેલા નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો:
- લાભર્થી દિકરી અને તેના માતા પિતાનું આધાર કાર્ડ (Aadhar Card)
- રેશન કાર્ડ
- બેંક પાસબુકની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આવકનો દાખલો ૨ લાખ સુધીનો
- માતા પિતાના લગ્ન નું પ્રમાણ પત્ર
- લાભાર્થી દિકરીના અન્ય ભાઇ બહેન ના જન્મ ના દાખલા/આધાર કાર્ડની નકલ
- સ્વઘોષણા પત્ર.
- આધાર એકરારનામુ
- મોબાઈલ નંબર (આધાર સાથે લિંક હોય તો વધુ સારું)
૩.Highlight Point of Vahali Dikari Yojana 2026
વિગત (Details) માહિતી (Information) યોજનાનું નામ E MAHILA KALYAN PORTAL 2026 આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી અરજી કરવાની રીત ઓનલાઈન (ઘરે બેઠા) યોજનાનો હેતુ દીકરીઓનું જન્મપ્રમાણ વધારવું, શિક્ષણ ડ્રોપઆઉટ ઘટાડવું અને બાળ લગ્ન અટકાવવા લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ મળવાપાત્ર સહાય કુલ ₹1,10,000/- (ત્રણ હપ્તામાં) અરજી માટેની વેબસાઈટ emahilakalyan.gujarat.gov.in અરજી કેવી રીતે કરવી તેનુ મેન્યુલ જોવા માટે અહી ક્લિક કરો
ઇ મહિલા કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? online apply in e-mahila kalyan portal 2026
Step 1: વેબસાઈટની મુલાકાત લો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://emahilakalyan.gujarat.gov.in/પર જાઓ.
Step 2: નવું રજીસ્ટ્રેશન (New Registration) જો તમે પહેલીવાર આવ્યા હો, તો 'SignUp' પર ક્લિક કરો. તમારી વિગતો ભરી આઈડી અને પાસવર્ડ બનાવો.
Step 3: લોગીન કરો (Login) તમારા આઈડી અને પાસવર્ડથી લોગીન કરો.
Step 4: યોજના પસંદ કરો ડેશબોર્ડ પર VHALI DIKRI YOJANA FORM પર ક્લિક કરો .
Step 5: ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો મા માંગેલી તમામ માહિતી ચોકસાઈપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
Step 6: સબમિટ અને પ્રિન્ટ છેલ્લે 'Submit' બટન પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.
૫. ઇ મહિલા ક્લ્યાણ પોર્ટલ પર અરજી કરવાની માહિતિ માટે નીચેનો વિડિયો જોવા વિનંતી
૬. હેલ્પલાઇન અને સંપર્ક:
જો તમને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો સરકારની હેલ્પલાઇન નંબર અથવા નજીકના ઈ-ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. અથવા નજીકની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરો
અમારી સાથે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો: વ્હાલી દિકરી યોજનાની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો
નિષ્કર્ષ: મિત્રો, આ પોર્ટલ દિકરીઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. આજે જ અરજી કરો અને લાભ મેળવો.

Social Plugin