ઇ નિર્માણ કાર્ડ ગુજરાત | eNirman card gujarat 2023 | labour card | ઇ નિર્માણ કાર્ડના ફાયદા,જરૂરી ડોક્યુમેન્ટ, ઇ નિર્માણ કાર્ડ બનાવવાની પ્રક્રિયા જાણો એક ક્લિક માં

ઇ નિર્માણ કાર્ડ ગુજરાત | eNirman card gujarat 2023 | labour card | ઇ નિર્માણ કાર્ડના ફાયદા,જરૂરી ડોક્યુમેન્ટ, ઇ નિર્માણ કાર્ડ બનાવવાની પ્રક્રિયા જાણો એક ક્લિક માં

  નિર્માણ કાર્ડ ગુજરાત | e-Nirman card gujarat

Short Briefing : e nirman card 2023 | ઇ નિર્માણ કાર્ડ ગુજરાત | labour card | હવે એક કાર્ડ થી જ મળશે અનેક યોજનાનો લાભ  જાણો કેવી રીતે e nirman card gujarat benefits | e nirman card login | e nirman gujarat portal login | e nirman card apply online | e nirman card registration | e nirman card benefits in gujarati | ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા | e nirman card csc  |  E Nirman Card download pdf  |  E nirman Card Registration  |ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ જાણો | E Nirman Card Apply Online In Gujarat

          

eNirman card gujarat
eNirman card gujarat 

e nirman card yojana gujarat

આજે દેશ અને દુનિયામાં વસ્તી નો સતત વધારો થતો રહ્યો છે. તે સાથે જ તેમની જરૂરિયાતોને પહોચી વળવા મકાનો, રોડ, ઉધોગો, વગેરેના નિર્માણ માટે હજારોની સંખ્યામાં વ્યવસાયિકો કામ કરે છે.આ શ્રમયોગીઓના કલ્યાણ માટે સરકારશ્રી દ્વારા આર્થિક,સામાજિક,તેમજ શિક્ષણ ને લગતી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પહેલા શ્રમયોગીઓ ની નોંધણી અને ઓળખાણ માટે લાલ ચોપડીઓ આપવામાં આવતી હતી. હાલ ના ડિઝિટલ યુગમાં ટેકનોલોજી સાથે  શ્રમયોગીઓની ઓળખ સરળતાથી થઇ શકે, તેમજ તેમને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે, તે માટે સરકાર દ્વારા  ઇ નિર્માણ કાર્ડ આપવાની  શરૂઆત કરવામાં આવી છે.જેના દ્વારા દરેક શ્રમયોગીને ઇ નિર્માણ કાર્ડ મળશે અને એક વિશિષ્ટ નંબર મળશે. અને તેમને સરળતાથી યોજનાનો લાભ મેળવવામાં આ નંબર મદદરૂપ થશે. જેના વિશે વધુ માહિતી આપણે આ જ આર્ટિકલમાં જાણીશું.

    Highlight Point of enirman card  

    યોજના નું નામ

    E-NIRMAN CARD ઇ નિર્માણ કાર્ડ ગુજરાત 

    યોજનાનો હેતુ

    શ્રમયોગી તેમજ બાંધકામ ક્ષેત્રે લાભાર્થી ની નોધણી કરી   તેમને ઓળખકાર્ડ ઇશ્યુ કરવું 

    લાભાર્થી

    વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ, અથવા અકુશળ પ્રકારના કામ કરનાર બાંધકામ શ્રમયોગી.

    ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટે   

     અહિં ક્લિક કરો 

    ઇ નિર્માણ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા

    અહિં ક્લિક કરો 

    ઇ નિર્માણ કાર્ડની  જાતે કઢાવવા માટે ની પ્રક્રિયા જાણવા માટે

    અહિં ક્લિક કરો


    ઇ નિર્માણ કાર્ડ સાથે સ્વ   ઘોષણા પત્રક ડાઉનલોડ કરવા 

    અહિં ક્લિક કરો 

    Official વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો 

    અહિં ક્લિક કરો 

     ઇ નિર્માણ કાર્ડ ગુજરાત

    આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ઇ નિર્માણ કાર્ડ દ્વારા શ્રમયોગીઓની ઓળખ સરળતાથી થઇ શકે તેમજ તેમને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે. જેના દ્વારા દરેક શ્રમયોગીને તેમનો અલગ નંબર ઉપલ્બ્ધ થશે. અને તેમને સરળતાથી યોજનાનો લાભ મેળવવામાં મદદરૂપ થશે.તેમજ ગુજરાત સરકાર દ્વારા "સન્માન પોર્ટલ"  શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા શ્રમીકો  એક જ વેબસાઇટ પરથી તેમની પાત્રતા અનુસાર અરજી કરી શકે છે. 

    ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજ તેમજ પાત્રતા.

    • છેલ્લા ૧ર મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછુ ૯૦ દિવસ કામ કર્યાનું સ્વ-પ્રમાણપત્ર
    • ઉમરઃ ૧૮-૬૦ વર્ષ(મહિલા/પુરૂષ)
    • આધારકાર્ડ,
    • બેન્ક પાસબુક,
    • આવકનો દાખલો
    • ઉંમર નો પુરાવો
    • નિયત નમુનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર.

    ઇનિર્માણ કાર્ડ  ગુજરાત નીચેના કારીગરો અને વ્યવસાયિકો કઢાવી શકે છે. 

    • ચણતર કામ.
    •  ચણતર કામના પાયા ખોદકામ.
    •  ઈંટો માટી કે સામાન ઉપાડકામ.
    •  સુથારી કામ.
    •  ફોલ્સ સિલીંગ, લાઈટીંગ કામ.
    •  ધાબા ભરવાનું કામ.
    •  સાઈટ ઉપર મજુર કામ.
    •  ટાઈલ્સ ઘસાઈ કામ.
    •  માર્બલ ટાઈલ્સ ફીટીંગ કામ.
    •  પથ્થર કાપવા તથા બેસાડવાનુ કામ.
    • ચુનો લગાડવાનું કામ, કલરકામ.
    •  ગટર અને પ્લમ્બિંગ કામ.
    • ઈલેક્ટ્રીશીયનનુ કામ.
    • રસોડા કીચન બનાવવાનું કામ.
    •  ગ્રીલ, બારી દરવાજાનું કામ.
    •  ઈંટો બનાવવી, નળીયા બનાવવા.
    •  સ્વીમીંગ પુલ બનાવવા.
    •  જાહેર બગીચાઓ બનાવવા.
    •  ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો રેલ્વે પુલ, ઓવર બ્રીજ ક્ષેત્રના શ્રમિકો.
    • બાંધકામ સાઈટ ઉપરના ફક્ત શારીરીક શ્રમથી થતા તમામ મજુરી કામ,
    •  ઉપરના તમામ કામ કરતા શ્રમિકો આ કાર્ડને ઇસ્યુ કરાવી યોજનાનો લાભ મેળવી શકશે.

    આ પણ વાંચો :

    ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજના

    સન્માન પોર્ટલ :શ્રમિકો તમામ યોજનાની અરજી એક જગ્યાએથી કરી શકશે 


    e nirman card gujarat benefits in gujarati, ઇ નિર્માણ કાર્ડના લાભ 

    યોજનાનું નામ

    મળતા લાભ

    શ્રમિક અન્નપુર્ણા યોજના

    રૂ.૧૦/-માં સાત્વિક ભોજન.

    શિક્ષણ સહાય યોજના

    એક વર્ષમાં બાંધકામ શ્રમિકોના માત્ર બે બાળકોને ધોરણ-૧ થી ૧૨ તથા પી.એચ.ડી.સુધીના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૫૦૦/- થી રૂ. ૪૦,૦૦૦/- ની સહાય.

    પ્રસુતિ સહાય યોજના

    નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને રૂ. ૨૭,૫૦૦/- અને નોંધાયેલ બાંધકામ શ્રમિકનીપત્નિને રૂ. ૫,૦૦૦/- ની પ્રસુતિ સહાય અર્થે પ્રથમ ર પ્રસૃતિ પુરતી સહાય.

    મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના

    મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અન્વયે બાંધકામ શ્રમિકની એક દિકરીને બોન્ડ(F.D) ૧૮ વર્ષની મુદતનો રૂ. ૧૦,૦૦૦ નો બોન્ડ આપવામાં છે.

    વ્યવસાયિક રોગોમાં સહાય

     

    આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને થતા ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગો તથા ૨૩ પ્રકારની ગંભીર ઈજાઓમાં આર્થિક સહાય માટે મહત્તમ રૂ. ૩ લાખની મર્યાદામાંમાસિક રૂ.૧૫૦૦ થી ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

    આકસ્મિક મૃત્યુ સહાય યોજના

     

    આ યોજના અંતર્ગત નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું ચાલુ કામે આકસ્મિક મુત્યુ થાય તો તેના વારસદારને રૂ. ૩ લાખની સહાય આપવામાં આવે છે.

    અંત્યેષ્ઠિ સહાય યોજના

    આ યોજનામાં નોંધાયેલ બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે તેનાવારસદારને રૂ. ૭,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

    શ્રી નાનાજી દેશમુખ

    આવાસ યોજના

     

    EWS/LIG યોજનામાં મકાન ફાળવણી થયેલ હોય તેવા નોંધાયેલ બાંધકામ શ્રમિક વતીરૂ.૧,૬૦,૦૦૦/- ની રાજ્ય કેન્દ્ર સરકારની સહાય ઉપરાંતની રકમ મકાન ફાળવણી કરતા સત્તામંડળનાં હવાલે મુકવામાં આવે છે.

    હાઉસિંગ સબસીડી યોજના

    પોતાના મકાન ખરીદી માટે મહત્તમ રૂ.૧૫ લાખ સુધીની લોન લીધેલ હોય તેવા નોંધાયેલ બાંધકામ શ્રમિકને રૂ.૧,૦૦,૦૦૦/-ની સહાય (પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષરૂ.૨૦,૦૦૦/-) સહાય તેમના લોન ખાતામાં આપવામાં આવે છે.

    બેટરી ઓપરેટર ટુ વ્હીલર યોજના

    નોંધાયેલ બાંધકામ શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર ખરીદ કરવા માટે રૂ.૩૦,000/- અથવા ભાવના ૫૦% (જે ઓછી હોઈ તે) રકમ જે તે વિક્રેતાને શ્રમિકના બદલે આપવામાં આવે છે.

    શ્રમિક પરિવહન યોજના

     

    નોંધાયેલા બાંધકામ શ્રમિકને મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે પાસ પુરો પાડવામાટે ૮૦ % ખર્ચ બોર્ડ દ્વારા જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે છે.

    મેડીકલ હેલ્થ યુનિટ(ધન્વન્તરી આરોગ્ય રથ)

    બાંધકામ શ્રમિકોને વિવિધ બાંધકામ સાઈટો, ડીયાનાકાઓ, બાંધકામ સાઈટની શ્રમિક વસાહતો પર વિના મુલ્યે પ્રાથમિક તબીબી સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને દવા પૂરી પાડવામાં આવે છે.

    ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – E Nirman Card Online Apply Registration Process In Gujarati,

    ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ની ત્રણ પ્રોસેસ છે જે નીચે મુજબ છે.  

    1) ઓફિસિયલ વેબસાઈટ દ્વારા 

    2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

    3) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને

    1) વેબસાઇટ માંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું ?E nirman card registration online

    ઓનલાઇન વેબસાઇટ દ્વારા e Nirman Card Gujarat માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ છે.

    સૌપ્રથમ તમારે e Nirman card Registration માટે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://enirmanbocw.gujarat.gov.in

     તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવ્યા છો તો તમે પહેલા રજીસ્ટર કરી લો અને પછી e Nirman Card Login કરવાનું રહેશે.

    e Nirman card Registration કરવા માટે અહીંયા Please Register Here બટન પર ક્લિક કરવાનું રહેશે.

     

    e nirman card


    image sources: enirmanbocw.gujarat.gov.in

    ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરીને Register બટન પર ક્લિક કરવાનું રહેશે. 

    એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે અને Registration Successfully લખેલુ તમને જોવા મળશે.

     પછી તમારા ઈમેલ આઇડી માં તમારા આઈડી પાસવર્ડ આવી જશે તેના દ્વારા તમારે લોગીન કરવાનું રહેશે.

    લોગીન કરશો એટલે તમારી સામે પ્રોફાઈલ ની બધી વિગતો ભરવાની હશે જેમાં તમારું નામ સરનામું પછી મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી બધી વસ્તુ તમે ભરવાની રહેશે.

     અને પછી Update બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી e Nirman Card માટે ની પ્રોફાઈલ સેવ થઈ જશે. અને પછી તમારે બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.

     પછી તમારે તમારી વ્યક્તિગત માહિતી બધી ભરવાની રહેશે જે તમે બધી પ્રોફાઇલમાં ભરેલી હશે અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે પછી Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

     ત્યારબાદ તમારે અહીંયા અરજી ની વિગતો ભરવાની રહેશે જેમાં તમે શું કામ કરો છો એટલે મજૂરનો પ્રકાર, અભ્યાસની વિગત, લાલ ચોપડી છે કે નહીં અને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો વધુ ભરવાનું રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

    ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં 90 દિવસ કામનો અનુભવ જરૂરી છે. જો તમે બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે કામ કરેલું છે તો જ તમે આ કાર્ડ કઢાવી શકો.

     ત્યારબાદ જે સ્થળ પર કામ કરેલું છે એ સ્થળનું નામ પછી સમયગાળો કેટલા દિવસ કામ કરેલું છે અને કામનો પ્રકાર એ બધી વિગતો ભરવાની રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

    અને પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ઉંમરનો પુરાવો, ઓળખનો પુરાવો અને તમે જે 90 દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે.

     

    તમે સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ માટે અરજી સાથેના બીડાણ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અને પછી તમે તેની પ્રિન્ટ કઢાવીને તેની ઉપર વિગતો ભરીને પાછું તમારે અપલોડ કરવાનું રહેશે.

    સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો DOWNLOAD PDF

    ફોટા અપલોડ કરો તેની સાઈઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ તો જ ફોટા અપલોડ થશે.

    ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે e Nirman Card ના શરતો અને નિયમો એ તમારે વાંચીને સિલેક્ટ કરવાનું રહેશે અને પછી Save and Next ઉપર ક્લિક કરવાનું રહેશે.

     આટલું કરતા હવે તમારા e Nirman Card Gujarat Registration Process પૂરી થઈ ગઈ છે. ઓમ સબમીટ કરશો એટલે તમને એક અરજી નંબર તમને મળશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.

    એ અરજી નંબરની મદદથી તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેનું ઈ નિર્માણ કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો.

    e Nirman Card Status Check કરવા માટે તમારે View Citizen Application Status તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

     2) મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ નિર્માણ કાર્ડ બનાવવા ની પ્રોસેસ – e Nirman Card Apply Online From Application, E nirman Card registration

    e nirman card
    image sources: enirmanbocw.gujarat.gov.in
    સૌથી પહેલા તમારે play store ઉપર જઈને e Nirman Card Gujarat ની ઓફિસિયલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેની લીંક નીચે આપેલી છે.

    મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

    તો આવી રીતે તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા e Nirman Card માટે અરજી કરી શકો છો.

     મોબાઇલમાં કે વેબસાઈટ દ્વારા ઈ નિર્માણ કાર્ડ અરજી કર્યા પછી તમારે નજીકના CSC સેન્ટરે દસ્તાવેજો વેરિફિકેશન કરાવવા માટે જવું પડશે.

    તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમારી અરજી જિલ્લા કચેરી એ મોકલવામાં આવશે અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં પણ ચેક થશે.

    જિલ્લા કચેરીએ ડોક્યુમેન્ટ ચેક કરાઈ ગયા પછી તમારૂ સ્માર્ટ કાર્ડ ઓનલાઈન જનરેટ થઈ જશે અને તેના માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર SMS પણ આવશે.

    રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર SMS આવ્યા બાદ તમારે નજીકના csc સેન્ટર જઈને તમારું સ્માર્ટ e Nirman Card મેળવવાનું રહેશે.

    એપ્લિકેશન વડે રજીસ્ટ્રેશન બાબતે  વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો 

    3) CSC સેંટર દ્વારા ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું ? – e Nirman card Registration At CSC Center

    જો તમારી જાતે તમે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી નથી કરવા માંગતા તો તમે csc સેંટર પર જઈ પણ e Nirman Card કાઢવી શકો છો. 

    તમારે તમારી નજીક ના CSC સેંટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે તમારી સાથે બધા ડોક્યુમેંટ્સ લઈ જવાના રહેશે. એટલે ત્યાં બેઠેલા કર્મચારી તમારું ફિંગરપ્રીન્ટ લેશે અને ફોટો પાડી ને તમારું કાર્ડ બનાવી આપશે. 

    CSC સેંટર નું લિસ્ટ ચેક કરો અહી ક્લિક કરો

    મહત્વપૂર્ણ લિંક્સ

    સતાવાર  વેબસાઇટ

    https://enirmanbocw.gujarat.gov.in/

    e Nirman card Helpline number            

    નંબર જુઓ    

    ઇ-નિર્માણ કાર્ડ માટે FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

    . 1 : ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?  

    જ :  e Nirman Card માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતેથી નોંધણી કરાવી શકો છો.

    1) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો.

    2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

    3) ઈ નિર્માણ કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા https://enirmanbocw.gujarat.gov.in  

     2 : ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે બાંધકામ ક્ષેત્ર માં કેટલા દિવસ કામ કરેલું હોવું જોઈએ? 

    જ : જે બાંધકામ શ્રમિક e Nirman Card બનાવવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેને છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ.

     3 : શું લાલ ચોપડી અને ઈ નિર્માણ કાર્ડ એ બંને વસ્તુ અલગ અલગ છે? 

    જ : ના તે બંને વસ્તુ એક જ છે પહેલા લાલ ચોપડી કહેવાતી અને અત્યારે e Nirman Card તરીકે ઓળખવામાં આવે છે. 

    મિત્રો આશા રાખુ છુ. કે આ માહિતિ આપને પસંદ આવી હશે જો તમને ગમી હોય તો આપના અન્ય મિત્રો ને મોકલવા વિનંતી જેથી કરીને અન્ય મિત્રો ને પણ તેનો લાભ મળી શકે. 

     આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

     

     

    Post a Comment

    0 Comments

    Close Menu