મુખ્યમંત્રી રાહત ફંડ: કિડની, કેન્સર, લીવર જેવા રોગોમાં સારવાર/ઓપરેશનના ખર્ચને પહોચી વળવા સહાય આઆપતી યોજના

મુખ્યમંત્રી રાહત ફંડ: કિડની, કેન્સર, લીવર જેવા રોગોમાં સારવાર/ઓપરેશનના ખર્ચને પહોચી વળવા સહાય આઆપતી યોજના

 

મુખ્યમંત્રી રાહત ફંડ: કિડની, કેન્સર, લીવર જેવા રોગોમાં સારવાર/ઓપરેશનના ખર્ચને પહોચી વળવા સહાય આઆપતી યોજના
મુખ્યમંત્રી રાહત ફંડ
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જીવલેણ રોગોની સારવાર માટે થયેલ ખર્ચને પહોચી વળવા સહાય આપવામાં આવે છે. જાણો કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય

ગુણવત્તાસભર તબીબી સુવિધાઓની સાથોસાથ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મુકેલ છે . તેજ રીત ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મુખ્યમંત્રી રાહત ફંડના માધ્યમથી ગંભીર બીમારીઓની સારવાર માટેના ખર્ચમાં સહાય મળે છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી આપણે કયા કયા રોગોની સારવાર મળે છે આ સહાય મેળવવા માટે શું પ્રોસેસ હોય છે તે તમામ માહતિ મેળવીશું.

મુખ્યમંત્રી રાહત ફંડ યોજનાના Highlight Point 

યોજનાનું નામ

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર

યોજનાનો હેતું

કિડની, લિવર, હદયરોગ,કેન્સર તેમજ થેલેસેમિયા જેવા રોગોની સારવાર માટે સહાયની યોજના

ફોર્મ સાથે જોડવાના કાગળોની વિગત જોવા તથા સોગંદનામુ ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર અંગેનો ઠરાવ જોવા માટે

અહિં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસપ ગ્રુપ માં જોડાવા માટે

અહીં ક્લિક કરો

આ યોજના વીશેનો વિડિયો જોવા માટે     

અહીં ક્લિક કરોમુખ્યમંત્રી રાહત ફંડમાંથી નીચેના રોગોની સારવાર માટે સહાય મળે છે

1)કિડની-મૂત્રપિંડ
2)હાર્ટ-હ્રદય
3) લીવર- યકૃત
(4) કેન્સરના રોગીઓ માટે સારવાર માટે
(5)થેલેસેમિયા   

ઉપરના કોઇ રોગ અથવા કેન્સરનો રોગ હોય તો તે દર્દીને માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મળવાપાત્ર થાય છે.મુખ્યમંંત્રી રાહત ફંડ સારવારરોગોની સારવાર માટે માન્ય હોસ્પિટલ

આ રોગોની સારવાર માટે સહાય મેળવવા માટે સરકાર દ્વારા અમુક હોસ્પિટલ્ અને ઈન્સ્ટિટ્યૂટ ને માન્યતા આપેલી છે. તો નીચે મુજબની હોસ્પિટલમાં તમે રોગો માટે સારવાર લઇ શકો છો

હ્રદય રોગો માટે માન્ય હોસ્પિટલ્સ

1) યુ. એન. મેહતા ઇન્સ્ટી. ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-380016

2) શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-380006

3) ધરમસિંહ દેસાઇ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડિયાદ-387002

4) શ્રી બી. ડિ. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રિંગ રોડ, સુરત-395001

5) ઈ. એમ. ચેરિટેબલ સંચાલિત પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પ્લોટ નંબર 1 થી 8, સિદ્ધકુટીર ઇન્ડ. એસ્ટેટ, ચોથો માળ, વરાછા રોડ, સુરત-6

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ્સ

1) ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ- 380016

2) મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ્સ, ડો. વીરેન્દ્ર દેસાઇ રોડ, નડીઆદ-387001

કેન્સરની સારવાર માટે માન્ય હોસ્પિટલ

1) ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટી. (એમ. પી. શાહ હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-16

2) રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ 1, તિરૂપતિ નગર, નિર્મલા કોનવેન્ટની સામે, રાજકોટ-07

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર માટે સહાય મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડે છે

1) અરજી - સૌથી પહેલા તો તમારે સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી મુખ્યમંત્રીને સંબોધીને કરવાની રહેશે.

2) કેસ પેપર્સ- બીજું તો તમે જે પણ હોસ્પિટલ્સમાં સારવાર લીધી છે ત્યાંના ડોક્ટર્સ દ્વારા થયેલ સારવાર અંગેના કેસના પેપર્સ

3) અંદાજિત ખર્ચ- હોસ્પિટલ દ્વારા તમને જે અંદાજિત ખર્ચ તે રજૂ કરવાનો રહેશે. તે ખર્ચ ના પેપર્સ રજુ કરવાના હોય છે.

4) ડોક્ટરનું પ્રમાણપત્ર- તમારે જે તે સારવાર માટે ઓપરેશન કરવવાનું બાકી છે. એ પ્રકારનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું રહેશે. જો તમે ઓલરેડી ઓપરેશન કરાવી દીધું હશે તો તમે એલીજીબલ નથી એટલે કે તમને સહાય મળશે નહીં.

5) રેશનકાર્ડ- રેશનકાર્ડની કોપી સહી સિક્કા સાથે રજૂ કરવાની રહેશે.

6) આવકનો દાખલો- તમારા કુટુંબની વાર્ષિક આવક અંગેનો સંબંધિત મામલતદારશ્રીનો દાખલો પણ ઓરિજિનલ રજૂ કરવાનો રહેશે. 

7) સોગંદનામું- એક સોગંદનામું તમારે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી અથવા મામલતદાર કોર્ટમાં કરાવીને ઓરિજિનલ કોપી સાથે રજૂ કરવાની રહેશે. 
8)ભલામણ પત્ર- માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને તમારે એક રેફરન્સ લેટર લખાવવાનો રહેશે, જે માનનીય સાંસદ શ્રી અથવા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા લખાવવાનો રહેશે.

બસ આટલું કરીને તમારે કાગળો અને સોગંદનામાં સહિતની અરજી મુખ્યમંત્રીશ્રીની કચેરીએ મોકલી આપવાની રહેશે.


મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને જરુરીયાત મંદ લોકોને તેમની સારવાર માટે મદદ કરી શકાય.  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


Post a Comment

0 Comments

Close Menu