વિશિષ્ટ કોચિગ યોજના 2023 | બાંધકામ શ્રમયોગીનાં બાળકોના વિશિષ્ટ અભ્યાસનાં કોચીંગ માટે આર્થિક સહાય યોજના ।વિશિષ્ટ કોચિંંગ યોજના

વિશિષ્ટ કોચિગ યોજના 2023 | બાંધકામ શ્રમયોગીનાં બાળકોના વિશિષ્ટ અભ્યાસનાં કોચીંગ માટે આર્થિક સહાય યોજના ।વિશિષ્ટ કોચિંંગ યોજના

 

બાંધકામ શ્રમયોગીનાં બાળકોના વિશિષ્ટ અભ્યાસનાં કોચીંગ માટે આર્થિક સહાય યોજના

 વિશિષ્ટ કોચિંગ યોજના 2023

ભારત સરકાર અને ગુજરાત સરકાર અને શ્રમ વિભાગ દ્વારા શ્રમિકો માટે અનેક કલ્યાણકારી યોજનાનો અમલમાં મુકવામાં આવેલ છે.અને આ સેવાઓ માટે શ્રમયોગી ની ઓળખ સરળતાથી મળી રહે તે માટે ઇ નિર્માણ કાર્ડ ઇશ્યુ કરવામાં આવેલા છે. જેના કારણે આ એક કાર્ડ થી શ્રમયોગી યોજનાનો લાભ સરળતાથી મળી શકે છે તેમજ શ્રમયોગીઓની તમામ યોજનાની અરજી એક જ વેબસાઇટ પરથી મળી શકે તે માટે “ગુજરાત સન્માન પોર્ટલ” લોન્ચ કરવામાં આવેલ છે. આજે આપણે શ્રમયોગીના બાળકો માટે વિશિષ્ટ કોચિંગ સહાય યોજના બાબતે સંપુર્ણ માહિતિ મેળવીશું.

   

  vishishth coching sahay yojana
  vishishth coching sahay yojana

  Highlight Point Of વિશિષ્ટ કોચિંગ યોજના  2023

  આર્ટિકલનું નામ

  વિશિષ્ટ કોચિંગ યોજના  

  યોજનાનો હેતુ

  બાંધકામ શ્રમિકોના કારકિર્દી ના ઘડતરમાં મદદરૂપ થવાનો .

  લાભાર્થી

  વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ, અથવા અકુશળ પ્રકારના કામ કરનાર બાંધકામ શ્રમયોગીના બાળકો .

  વિશિષ્ટ કોચિંગ  યોજનાનું ફોર્મ (pdf) ડાઉનલોડ કરવા માટે

   અહિં ક્લિક કરો

   શ્રમિકો માટે અન્ય યોજનાની માહિતિ માટે 

  ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ યોજનાઓ pdf

   અહીં ક્લિક કરો 

  ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટેની સંપુર્ણ માહિતિ માટે

  અહિં ક્લિક કરો

   

  અમારી સાથે વ્હોટસેપ માધ્યમથી જોડાવા માટે

  અહિં ક્લિક કરો

  યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે

  અહિં ક્લિક કરો

  ગુજરાત સન્માન પોર્ટલ પર રજીસ્ટ્ર્રેશન કરવાની માહિતિ માટે

  અહિં ક્લિક કરો

   

  વિશિષ્ટ કોચિંગયોજનાના હેતુ

  વિશિષ્ટ કોચિંગ  યોજનાનો મુખ્ય હેતુ બાંધકામ શ્રમિકોનાં બાળકોની કારકીર્દિના ઘડતરમાં મદદરૂપ  થવાનો છે.

  વિશિષ્ટ કોચિંગ  યોજનાના લાભ

  • આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય ની તમામ સરકારી યુનિવર્સીટી, GPSC/UPSC/ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ સરકારશ્રીના અન્ય ભરતી મંડળ ની પરીક્ષામાંના કોચિંગ માટે પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિક્ના પુત્ર/પુત્રી ને સહાય નો લાભ મળશે.
  • આ સહાય ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાં CA અંગેના કોચિંગ માટે પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિક્ના પુત્ર/પુત્રી ને લાભ મળવા પાત્ર રહેશે

  વિશિષ્ટ કોચિંગ  યોજનાની સહાય લેવા માટેના નિયમો અને શરતો

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકે પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં એડમીશન લીધાથી છ માસ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • બાંધકામ શ્રમિકના આશ્રિત હોય તેવા બે બાળકો પુરતી જ આ સહાય મળવાપાત્ર થશે.
  • ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાં CA અંગેના કોચિંગ માટે CA-FOUNDATION/ CA- INTERMEDIATE/ CA-FINAL માટે માટે એક જ વખત સહાય મળશે ,તે-જ ધોરણ વર્ગમાં બીજીવાર નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે બીજીવાર સહાય મળવાપાત્ર રહેશે નહિ.
  • આ સહાય માત્ર ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સીટી માં GPSC/UPSC/ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ સરકારશ્રીના અન્ય ભરતી મંડળ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોચિંગ માટે પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિક્ના પુત્ર/પુત્રી એક જ કોચિંગ અંગેની એક જ વખત સહાય મળશે
  • એક જ લાભાર્થીના બે બાળકોની સહાય હોય, તો બંને બાળકોના અલગ-અલગ ફોર્મ ભરવા.
  • બાંધકામ શ્રમયોગીના બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે ઉંમરની મર્યાદા વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. જો પુત્ર કે પુત્રી મુકબધિર કે અપંગ હશે તો વય મર્યાદાનો બાધ રહેશે નહી.
  • બાંધકામ શ્રમિકોનાં બાળકોને જ આ યોજનાનો લાભ મળશે.
   https://sanman.gujarat.gov.in/Home/BOCWScheme
  વિશિષ્ટ કોચિંગ  યોજનાના લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ  :

  • શ્રમિક ઓળખકાર્ડની (ઇ નિર્માણ કાર્ડની) તેમજ તેના કુટુંબની માહીતી પેજની ફોટો કોપી. (રિન્યુઅલ થયેલ તે અદ્યતન નકલ) ઓળખ કાર્ડ ઇસ્‍યુ તારીખથી દર ત્રણ વર્ષે રીન્‍યુ કરાવેલ હોવું જોઇએ,
  •  શાળા/કોલેજ/સંસ્થા ખાતે અભ્યાસક્રમ ચાલુ છે તેવુ  બોર્નાફાઈડ સર્ટીફીકેટ.
  •  બાંધકામ શ્રમિકના બાળક દ્વારા કોચિંગ માટે ભરેલ રજીસ્ટ્રેશન ફી તેમજ કોચિંગ ફી/ટ્યુશન ફીની અસલ રસીદ
  • લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઈઝના ફોટા.
  • લાભાર્થીની ગત વર્ષના પરીણામની ફોટો કોપી મેળવવી. જો, પરીણામ ના આવ્યું હોય તો તેઓની પાસેથી પરીક્ષા આપ્યાની રીસીપ્ટ મેળવવી તથા ફી ભર્યાની પહોંચ 
  •  જો, લાભાર્થીની અટક તેમજ નામ અલગ-અલગ પડતા હોય તો તેઓની પાસેથી ગેઝેટ/એફીડેવીટ લેવું.
  •  લાભાર્થીના બેન્ક અકાઉન્ટ ના પાસબૂકની નકલ
  •  લાભાર્થી તથા વિદ્યાર્થીની આધાર કાર્ડની કોપી 
  •  લાભાર્થી બાંધકામ શ્રમિક છે તેનું રૂ. ૫૦/-ના સ્ટેમ્પ પેપર/ઈ-સ્ટેમ્પ/ફ્રેન્કિંગ પર એફીડેવીટ લેવું. (રૂ. 5000 કે તેથી વધુની સહાય માટે)

  સહાય મેળવવા માટેની અરજી કેવી રીતે કરવી

  • આ યોજનાની સહાય મેળવવા માટે બાંધકામ યોજનાના શ્રમિક જોડે ઇ-નિર્માણ કાર્ડ હોવુ જરૂરી છે

  • ઇ નિર્માણ કાર્ડ કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો

  • વિશિષ્ટ કોચિંગ સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી ?

  • વિશિષ્ટ કોચિંગ સહાય યોજનાની અરજી માટે સૌ પ્રથમ https://sanman.gujarat.gov.in/ વેબ સાઇટ પર જાઓ

  • ગુજરાત સન્માન પોર્ટલ  વેબસાઇટ પર યુઝર માટેનું રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો

  • રજીસ્ટેશન બાદ તમારી યુઝર આઇડી મારફતે તમારુ લોગીન કરો અને ત્યારબાદ ખુલેલ યોજના પર ક્લિક કરીને અરજી કરી શકો છો

  FAQ: વિશિષ્ટ કોચિંગ યોજના અંગે વારંવાર પુછાતા પ્રશ્નો 


  Q.વિશિષ્ટ કોચિંગ યોજનાનો લાભ કોણ લઇ શકે ?

  A.વિશિષ્ટ કોચિંગ  યોજનાનો લાભ બાંધકામ શ્રમિક યોજના હેઠળ નોધાયેલ બાંધકામ શ્રમિક અથવા તેમના બાળકો લઇ શકે છે.

  Q.બાંધકામ શ્રમિકની નોંધણી કેવી રીતે કરાવી શકાય ?

  A.બાંધકામ શ્રમિકની નોંધણી ઇ નિર્માણ પોર્ટલ મારફતે કરી શકાય છે વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો

  વિશિષ્ટ કોચિંગ યોજનાની અરજી કઇ વેબસાઇટ પર કરી શકાય છે?

  વિશિષ્ટ કોચિંગ  યોજનાની અરજી https://sanman.gujarat.gov.in/ પર કરવાની હોય છે.

  વિશિષ્ટ કોચિંગ  યોજનાની અરજી કેટલા સમયમાં કરવાની હોય છે.

  વિશિષ્ટ કોચિંગ  યોજનાની અરજી એડમિશન મળ્યાના છ મહિનાની અંદર કરવાની હોય છે
  .

  મિત્રો આશા રાખુ છું કે તમને માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને ગમી હોય તો વધુ ને વધુ મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર

                         WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

  Post a Comment

  0 Comments

  Close Menu