Digital Gujarat Scholarship 2023-24 | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 | શિષ્યવૃતિનુ ફોર્મ ભરવા અંગેની તમામ માહિતિ જાણો એક ક્લિક માં

Digital Gujarat Scholarship 2023-24 | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 | શિષ્યવૃતિનુ ફોર્મ ભરવા અંગેની તમામ માહિતિ જાણો એક ક્લિક માં

 ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? | Digital Gujarat Scholarship 2023

Digital Gujarat Scholarship 2023-24 Last Date : Gujarat Digital Scholarship Apply | Digital Gujarat Scholarship Application Status | Digital Gujarat Scholarship Status | digital Gujarat scholarship 2023-24 login, digital gujarat scholarship 2023 last date, digital gujarat scholarship 2023-24 last date extende

Digital Gujarat Scholarship 2023-24

સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરુરિયાત મંદ વિધાર્થીઓને મદદ કરવાના હેતુથી સરકાર દ્વારા, વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે વિવિધ શિષ્યવૃતિ ઓની અરજી એક જ જગ્યાએથી થઇ શકે અને અરજી કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા Digital Gujarat portal પર ઓનલાઇન અરજી કરવાની સુવિધા વિકસાવવામાં આવી છે જેના વડે વિવિધ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે. આ લેખમાં આપણે કે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે કેવી રીતે ફોર્મ ભરી શકે છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ અગાઉ ભરેલ શિષ્યવૃતિને રિન્યુ કેવી રીતે કરી શકે છે તે વીશે સંપુર્ણ માહિતિ મેળવીશું.

    Highlight Point of Digital Gujarat Scholarship 2023-24


    યોજના નું નામ

    Digital Gujarat Scholarship 2023-24

    લાભાર્થી

    પાત્રતા ધરાવતા વિધાર્થીઓ

    શિષ્યવૃતિની  અરજી કરવાની છેલ્લી તારીખ

    20/12/2023

    Digital Gujarat માં રજીસ્ટ્રેશન માટે

    અહીં ક્લિક કરો

    Digital Gujarat માં લોગીન માટે

    અહીં ક્લિક કરો

    ઓફિશિયલી વેબસાઇટ

     

    www.digitalgujarat.gov.in

    શિષ્યવૃતિ માટે સુચના જોવા માટે

    અહીં ક્લિક કરો

    WhatsApp માં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23 ની મહત્વપુર્ણ તારીખ – Digital Gujarat Scholarship 2023 Last Date

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે તા.22/09/2023 થી ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. ફોર્મ ભરવાની  છેલ્લી તારીખ20/12/2023 છે  digital gujarat scholarship 2023 last date – 20/12/2023

    digital gujarat scholarship documents list- શિષ્યવૃતિની અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ 

    • જાતિનો દાખલો (સક્ષમ અધિકારીશ્રી)
    • આવકનો દાખલો (સક્ષમ અધિકારીશ્રીનો)
    • ધોરણ-10 માર્કશીટ
    • તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની માર્કશીટ
    • બેંક પાસબુક
    • આધારકાર્ડની નકલ
    • ધોરણ-10 બાદ અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો શિષ્યવૃત્તિ ન મેળવેલ તે અંગેનું સોગંદનામું
    • વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ
    • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ
    • પાસપોર્ટ સાઈઝનો ફોટો
    • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
    • વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન નોધણી પ્રમાણપત્ર

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું –Digital Gujarat Portal Registration 2023

    જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલેથી જ સ્કોલરશીપ મેળવેલી છે કે પછી આઈડી બનાવેલું છે તો તમે લોગીન આઈડી થી લોગીન કરી શકો છો.

    જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલી વખત જ ફોર્મ ભરો છો તો તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો.

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે રજીસ્ટ્રેશન અને લોગીન બંને પ્રોસેસ નીચે મુજબ સમજાવેલ છે.


    1.   STEP 1: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે  

    2.   જેમાં Citizen Login/Registration ઓપ્શન માં જઇને New Registration (Citizen) પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

    3.    રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર, ઇમેલ આઇડી,ની જરૂર પડશે, આ મોબાઇલ નંબર શિષ્યવૃતિ મળી જાય ત્યાં સુધી ચાલુ રહેવો જરૂરી છે.

    4.   રજીસ્ટ્રેશન માં અરજદારે પોતાનો મોબાઇલ નંબર ઇમેલ આઇડી અને નવા પાસવર્ડ ની વિગતો નાખવાની રહેશે.

    5.   રજીસ્ટ્રેશન થયા બાદ વિધાર્થીએ પોતાના મોબાઇલ નંબર કે ઇમેલ આઇડી નાખીને તેમજ પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરવાનુ રહેશે અને પોતાની પ્રોફાઇલ (My Profile) Update કરવાની રહેશે. My Profile Update હશે તો જ વિધાર્થી ઓનલાઇન શિષ્યવૃતિ માટે અરજી કરી શકાશે.

    નોંધ: રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ફક્ત નવા વિધાર્થીઓ માટે જ કરવાની રહેશે અગાઉ શિષ્યવૃતિ કે અન્ય યોજના માટે ડિજિટલ ગુજરાત માં અરજી કરી હશે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરુર નથી તેઓ તેમના અગાઉના મોબાઇલ નંબર અને પાસવર્ડ થી લોગિન કરી શકશે અને અરજી કરી શકશે.

    આ પણ વાંચો:

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ફોર્મ કેવી રીતે ભરવું – Apply Online Digital Gujarat Scholarship Form 2022

    હવે લોગીન કર્યા બાદ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.

    Digital Gujarat Portal પર અગાઉના વર્ષે કરેલ અરજીને રિન્યુ કેવી રીતે કરવી?

    જે વિધાર્થીઓએ અગાઉના વર્ષમાં શિષ્યવૃતિ માટે ઓનલાઇન ડિજિટલ ગુજરાતમાં અરજી કરી હતી અને નિયમોનુસાર શિષ્યવૃતિ મેળવેલ હતી તેવા વિધાર્થીઓની  ચાલુ વર્ષની અરજી ઓટોમેટિક Renewal મોડ માં આવી ગઇ હશે તેમને નવી અરજી કરવાની નથી પરંતુ Renewal બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો જેવી કે રજીસ્ટ્રેશન માહીતિ,બેંક માહિતિ શૈક્ષણિક વિગતો વગેરે માહિતિ ચેક કરી જરુરી  ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી ઓનલાઇન સેન્ડ કરવાની રહેશે. (વિધાર્થીએ ઓરિજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે)

     Digital Gujarat Portal પર ફ્રેશ (નવી શિષ્યવૃતિ માટે અરજી કેવી રીતે કરવી ?  

     STEP 1: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ Digital Gujarat Portal ઓપન કરી Login કરી Services મેનુ માં જઇને Scholarship Services પર ક્લિક કરીને જ શિષ્યવૃતિ માટે અરજી કરવાની રહેશે.

     

    Digital Gujarat Scholarship 2023-24
    Digital Gujarat Scholarship 2023-24

    STEP 2: જો તમે પહેલી વખત જ સ્કોલરશીપ ફોર્મ માટે અરજી કરો છો તો તમારે Request A New Service નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 સિલેક્ટ કરવાનુ રહેશે.

     અહીંયા તમને અલગ અલગ કેટેગરી માટેના ફોર્મ જોવા મળશે તમને ઉપર દેખાતું હશે પહેલા છે SC માટે ST માટે SEBC કેટેગરી માટે વગેરે. તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે.

    Pre-Matric એટલે જે ધો 10 નીચે અભ્યાસ કરે છે. તેને પ્રિ મેટ્રિક સિલેક્ટ કરવાનું રહેશે.

    Post-Matric એટલે જે લોકો ધો 10 માં ઉપર અભ્યાસ છે તે લોકો પોસ્ટ મેટ્રિક કેટેગરીમાં સિલેક્ટ કરશે.

    તે સિલેક્ટ કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.

     STEP 4: તમારી સામે Registration Details નું પેજ ઓપન થશે જેમાં તમારે તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે.

    અને ત્યાં તમારો આધાર નંબર વેરીફાઇ પણ કરવાનો રહેશે.

    તમારો આધાર કાર્ડ નંબર નાખીને Verify Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે UIDAI એના સર્વર પરથી તમારી આધાર કાર્ડ ની ડિટેલ વેરીફાઈ થઈ જશે અને ત્યાં Aadhar Status માં Yes લખેલું આવી જશે.

    ત્યાં એક તમને ઓપ્શન જોવા મળશે Day Scholar / Hosteler નું જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે Hosteler સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી હોસ્ટેલ પાસેથી એક ફોર્મ મેળવવાનું રહેશે જે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે.

    હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

    STEP 5: ત્યારબાદ તમારી સામે Bank Details નામનું નું પેજ ઓપન થશે ત્યાં તમારી બેન્ક ડીટેલ પણ ભરવાની રહેશે.

    જેમાં પહેલા તમારે આધાર નંબર નાખવા પડશે અને ચેક કરવું પડશે કે તમારા આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ NPCI Server માં લિંક છે કે નહીં. તેના માટે Check Status Bank And Aadhar Linking પર ક્લિક કરો.પછી તમારે તમારા બેન્ક એકાઉન્ટ નંબર IFSC કોડ વગેરે ની માહિતી ભરવી પડશે.

     
    Digital Gujarat Scholarship 2023-24
    Digital Gujarat Scholarship 2023-24

    એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

    STEP 6: હવે તમારી સામે Academic Details નામનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ અભ્યાસક્રમની વિગતો ભરવાની રહેશે.

     

    ત્યાં સૌપ્રથમ એડમિશન ટાઈપ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમને જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.

    પછી તમારે ત્યાં આ વર્ષની અભ્યાસક્રમ ચાલુ થયા ની તારીખ અને આ અભ્યાસક્રમ આ વર્ષનો પૂરો થયાની તારીખ લખવાની રહેશે. 

    જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો.

    ત્યારબાદ નીચે તમારે તમારા 10 ધોરણ થી લઈને બધા અભ્યાસ સુધીની વિગતો ભરવાની રહેશે.

    ત્યારબાદ તમારે નીચે એડમિશન ફી Misc Fee, ટ્યુશન ફી, એક્ઝામ ફી પણ ભરવાની રહેશે. જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો.

    એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

    STEP 7: ત્યારબાદ તમારી સામે Disability Details નામનું પેજ જોવા મળશે જો તમે કોઈપણ પ્રકાર ની અપંગતતા ધરાવતા હોય તો તમારે એની માહિતી અહીંયા ભરવાની રહેશે.

    હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

    STEP 8: ત્યારબાદ તમારી સામે Attachment નામનું એક પેજ જોવા મળશે જેમાં તમારે તમારા બધા જ જરૂરી ઓરીઝન ડોક્યુમેન્ટ સ્કેન કરીને  અપલોડ કરવાના રહેશે.

     

    તમારા બધા જ ડોક્યુમેન્ટ 1000 KB ની અંદર હોવા જોઈએ અને ઉપર દર્શાવેલ પ્રમાણે એ ફોર્મેટમાં તમારે બધા images હોવા જોઈએ.

     

    જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો તેના ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ નંબર તમારે ત્યાં દાખલ કરવાના રહેશે અને Browse બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટ તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાંથી સિલેક્ટ કરી શકો છો. 

    ત્યારબાદ Upload ઉપર ક્લિક કરવાનું રહેશે.

    STEP 9: બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે તમારું Save Draft ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને તમારે ફોર્મ નું  Preview જોવા મળશે કે તમારૂ ફોર્મ કેવી રીતે દેખાય છે. Preview જોવા માટે Print પર ક્લિક કરો.

    જો તમારા ફોર્મમાં કાંઈ ભૂલ હોય તો તમે હજી સુધારી શકો છો અને એક વખત કન્ફર્મ કર્યા બાદ તમે તે ફોર્મ સુધારી શકતા નથી એટલે એક વખત જરૂરથી ચકાસી લેવું.

    STEP 10: જો તમે તમારું ફોર્મ જોઈ લીધું છે તો તમે હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.

    ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે.

     

    STEP 11: ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 ફોર્મ સબમીટ થઈ જશે.

    હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો-FAQs

    પ્રશ્ન 1 : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ શું છે. digital gujarat scholarship 2023 last date

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી માટે 20/12/23 છે. digital gujarat scholarship 2023 last date 20/12/2023

    પ્રશ્ન 2 : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ઓફિસિયલ વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/ છે

    પ્રશ્ન ૩: ડિજિટલ ગુજરાત પોર્ટલમાં મોબાઇલ નંબર બંધ થઇ ગયો હોય તો કેવી રીતે બદલી શકાય ?

    ડિજિટલ ગુજરાતમાં મોબાઇલ નંબર નજીક્ની જિલ્લાની સમાજ કલ્યાણ ઓફિસમાં જઇને બદલાવી શકાય છે. 

    આ પણ વાંચો:

    મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો          

     

     

    Post a Comment

    0 Comments

    Close Menu