Gyan Sadhana
Scholarship Yojana 2025: ધોરણ9 થી12માં મળશે સ્કોલરશીપ, 2026 ની પરીક્ષા તારીખ જાહેર
Gyan Sadhana Scholarship Yojana: ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જરુરિયાત મંદ વિધાર્થીઓને શિક્ષણમાં મદદ મળી રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તે જ રીતે હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અમલમા મૂકવામા આવી છે. આ યોજના અંતર્ગત 2026 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામા આવી છે.
Gyan
Sadhana Scholarship Yojana
હાઇલાઇટ પોઇન્ટ
ઓફ જ્ઞાન સાધના યોજના
|
યોજનાનુ નામ |
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2026 ( Gyan Sadhana Scholarship Yojana ) |
|
યોજના અમલીકરણ વિભાગ |
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
|
યોજનાના લાભાર્થી |
ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
|
સ્કોલરશીપ સહાય |
ધોરણ 9 થી 10
ના વિદ્યાર્થીઓને
વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ સહાય |
|
પરીક્ષાની તારીખ | 04/04/2026 |
|
પસંદગી પ્રક્રિયા |
પરીક્ષા બાદ મેરીટ ના ધોરણે |
|
ઓફિશીયલ વેબસાઇટ |
www.sebexam.org |
મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં ફોર્મ ભરવાની પાત્રતા
·
ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ
ફોર્મ ભરી શકે છે.
·
રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.
પરીક્ષા ફોર્મ અને પરીક્ષા તારીખ
જાહેરનામું બહાર પડ્યા તારીખ: 03/02/2026.
• ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો: 05/02/2026 (બપોરે 2.00 થી) થી 16/02/2026 સુધી.
• પરીક્ષાની તારીખ: 04/04/2026 (શનિવાર)
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરિક્ષાનું માળખું.
Gyan
Sadhana Scholarship Yojana મા
વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા
આવતી કસોટીનુ માળખુ નીચે છે.
કુલ ગુણ: ૧૨૦
સમય:૧૫૦ મિનિટ
અભ્યાસક્રમ
|
કસોટીનો પ્રકાર |
પ્રશ્નો |
ગુણ |
સમય |
|
(૧) MAT બૌધ્ધિક યોગ્યતા |
૪૦ |
૪૦ |
૧૫૦ મિનિટ |
|
(2)SAT શૈક્ષણિક
યોગ્યતા |
૮૦ |
૮૦ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દીક તાર્કિક ગણતરીના રહેછે જેમાં સાદ્રશ્ય, વર્ગિકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, જેવા વિષયોના આધારે રહેશે
|
SAT શૈક્ષણિક
યોગ્યતા કસોટીના પ્રશ્નોનું માળખું |
||
|
વિષયનું નામ |
પ્રશ્નો |
ગુણ |
|
વિજ્ઞાન |
૨૦ |
૨૦ |
|
ગુજરાતી |
૧૦ |
૧૦ |
|
અંગ્રેજી- |
૧૦ |
૧૦ |
|
હિન્દી |
૫ |
૫ |
|
ગણિત |
૨૦ |
૨૦ |
|
સામાજિક વિજ્ઞાન |
૧૫ |
૧૫ |
|
કુલ |
૮૦ |
૮૦ |
|
|
|
|
ઉપરનો
અભ્યાસક્રમ ધોરણ ૮ ના ઉપરના વિષયો મુજબનો રહેશે.
પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા મળશે.
💻 અરજી કેવી રીતે કરવી? (Application Process):
• વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે ફોર્મ ભરવાનું નથી, પરંતુ શાળા દ્વારા જ વિદ્યાર્થીના ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
• ઓનલાઇન અરજી https://web.convegenius.ai/chat પોર્ટલ પર ભરવાની રહેશે.
• સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં કેટલી રકમ આપવામાં આવે છે જાણૉ ?
Gyan
Sadhana Scholarship Yojana માં કટ ઓફ
મેરીટ ના આધારે પસંદ થયેલ 25000 વિદ્યાર્થીઓ
સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબની સ્વનિર્ભર સ્કુલમાં એડમિશન લે છે તો નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવે છે.
·
ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.
·
ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.
·
ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
·
ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.
ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા ના પાસ થાય
અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં આવક મર્યાદા કેટલી છે ?
·
Gyan Sadhana Scholarship
Yojana મા પરીક્ષા ફોર્મ ભરવા માટે
સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઇપણ જાતની આવક
મર્યાદા નથી
·
પરંતુ RTE હેઠળ અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી આવકમર્યાદા કરતા વધારે ના
હોવી જોઇએ.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં અરજી કરવા તથા વિગતે માહીતી માટેની લિંક
|
પરીક્ષાનું જાહેરનામું જોવા માટે |
|
|
મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનાની ઓફીસીયલ વેબસાઇટ |
પરિક્ષા કેન્દ્ર
પરિક્ષા માટે નોંધાયેલ વિધાર્થીઓની તેમજ વહિવટી અનુકુળતા મુજબ જે તે તાલુકા મથકે પરિક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે.
જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષા માટે BOOK PDF Download
મિત્રો, આશા
રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો
જેથી કરીને ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ તેમની પસંદગીની સ્વનિર્ભર/ સરકારી
શાળાઓમાં અભ્યાસ
કરી શકે. તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ
સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની
મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp
ગ્રુપમાં જોડાવા માટે
અહીં ક્લિક કરો
![]() |
| Gyan Sadhana Scholarship Yojana 2026 |

Social Plugin