GSSSB ભરતી 2026 | બમ્પર ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | વર્ગ-3 (ગ્રુપ A અને B)
📋ભરતી વિશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫-૨૬ હેઠળ "ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE)" માટે ઐતિહાસિક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 5,370 જગ્યાઓ છે જે ગુજરાતના યુવાનો માટે સુવર્ણ તક છે.
📅મહત્વની તારીખો
ઓનલાઇન અરજી શરૂ
અરજીની છેલ્લી તારીખ
અરજી કરવા માટે વેબસાઇટ
💼જગ્યાઓની વિગત
💰પગાર ધોરણ (5 વર્ષ માટે ફિક્સ)
| હોદ્દો | માસિક પગાર | વાર્ષિક આવક (આશરે) |
|---|---|---|
| કાર્યાલય અધિક્ષક (Office Superintendent) | ₹ 49,600/- | ₹ 5.95 લાખ |
| હેડ ક્લાર્ક & સમાજ કલ્યાણ નિરીક્ષક | ₹ 40,800/- | ₹ 4.89 લાખ |
| સિનિયર ક્લાર્ક & કલેક્ટર કચેરીના ક્લાર્ક | ₹ 26,000/- | ₹ 3.12 લાખ |
| જુનિયર ક્લાર્ક (Group B) | ₹ 26,000/- | ₹ 3.12 લાખ |
🎓પાત્રતા માપદંડ
- ડિગ્રી: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Bachelor's Degree) હોવી જરૂરી
- કોમ્પ્યુટર જ્ઞાન: બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન (CCC અથવા સમકક્ષ) હોવું જરૂરી
- ભાષા: ગુજરાતી અને હિન્દી ભાષાનું લેખન અને વાંચન જ્ઞાન હોવું જરૂરી
👤 વય મર્યાદા
20 થી 35 વર્ષ
(તા. 20/02/2026 ના રોજ)
🎁 વય છૂટછાટ
- સામાન્ય કેટેગરીની મહિલા: 5 વર્ષ
- અનામત વર્ગના પુરુષ: 5 વર્ષ
- અનામત વર્ગની મહિલા: 10 વર્ષ
મહત્તમ વય: 45 વર્ષ
💳પરીક્ષા ફી
બિન અનામત વર્ગ (General)
₹ 500/-
અનામત વર્ગ
₹ 400/-
SC/ST/SEBC/EWS/Ex-Serviceman/PH/All Women
📝પરીક્ષા પદ્ધતિ
તબક્કો 1: પ્રાથમિક પરીક્ષા (Prelims - CBRT)
આ પરીક્ષા ગ્રુપ-A અને ગ્રુપ-B બંને માટે સંયુક્ત રહેશે અને માત્ર સ્ક્રીનીંગ ટેસ્ટ છે (આખરી પસંદગીમાં આ ગુણ ગણાશે નહીં).
| વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|
| ગણિત (Mathematics) | 30 | 30 |
| રીઝનીંગ (Reasoning) | 60 | 60 |
| અંગ્રેજી (English) | 15 | 15 |
| ગુજરાતી (Gujarati) | 15 | 15 |
| જનરલ અવેરનેસ (General Awareness) | 30 | 30 |
| કુલ | 150 | 150 |
⏰ સમય: 120 મિનિટ (2 કલાક)
તબક્કો 2: મુખ્ય પરીક્ષા (Mains)
વર્ણનાત્મક (Descriptive) પરીક્ષા
| પેપર | ગુણ |
|---|---|
| ગુજરાતી ભાષા | 100 |
| અંગ્રેજી ભાષા | 100 |
| જનરલ સ્ટડીઝ | 150 |
| કુલ | 350 |
MCQ પદ્ધતિ
| વિષય | ગુણ |
|---|---|
| ઈતિહાસ, બંધારણ, યોજનાઓ, અર્થતંત્ર, રીઝનીંગ વગેરે | 200 |
⏰ સમય: 120 મિનિટ (2 કલાક)
💻અરજી પ્રક્રિયા
📋 અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ
- "Apply Online" લિંક પર ક્લિક કરો
- નવા ઉમેદવાર માટે "New Registration" કરો
- આપેલ માહિતી કાળજીપૂર્વક ભરો (ખાસ નોંધ: એક વાર સબમિટ કર્યા બાદ સુધારો શક્ય નથી)
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (ફોટો, સહી, પ્રમાણપત્રો)
- પરીક્ષા ફી ભરો (Online Payment)
- અરજી સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (સફેદ બેકગ્રાઉન્ડ)
- સહી (Signature) નો સ્કેન
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- જાતિ પ્રમાણપત્ર (અનામત વર્ગ માટે)
- EWS પ્રમાણપત્ર (21/02/2023 થી 20/02/2026 સુધીનું)
- SEBC નોન-ક્રીમીલેયર (01/04/2023 થી 20/02/2026 સુધીનું)
- આધાર કાર્ડ
💡 મહત્વની ટિપ્સ અને સૂચનાઓ
- અરજી કાળજીપૂર્વક ભરો: એક વાર સબમિટ કર્યા બાદ કોઈ સુધારો શક્ય નથી. માહિતી ભરતા પહેલા બધા પ્રમાણપત્રો તૈયાર રાખો.
- છેલ્લી તારીખની રાહ જોશો નહીં: ટેકનિકલ સમસ્યા ટાળવા માટે છેલ્લી તારીખ પહેલા જ અરજી કરી દો.
- ફોટોગ્રાફ: સફેદ બેકગ્રાઉન્ડ વાળો, સારી ગુણવત્તાનો ફોટો અપલોડ કરો. વધુ કોપી સાચવી રાખો.
- પ્રમાણપત્રો તૈયાર રાખો: તમામ પ્રમાણપત્રો (લાયકાત, જાતિ, વય, આવક) પહેલાથી તૈયાર રાખો.
- EWS પ્રમાણપત્ર: 21/02/2023 થી 20/02/2026 સુધીનું માન્ય રહેશે.
- SEBC નોન-ક્રીમીલેયર: 01/04/2023 થી 20/02/2026 સુધીનું માન્ય રહેશે.
- પરીક્ષામાં હાજર રહો: પરીક્ષા ફી પાછી મેળવવા માટે પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત છે.
- નેગેટિવ માર્કિંગ: પ્રાથમિક પરીક્ષામાં ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે, તેથી અંદાજે જવાબ ન આપો.
📢 તૈયારી શરૂ કરો અને સફળતા મેળવો!
આ સુવર્ણ તક ગુમાવશો નહીં. આજે જ અરજી કરો અને તમારા સપનાની સરકારી નોકરી મેળવો!
🚀 અત્યારે અરજી કરોવધુ માહિતી અને અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટની નિયમિત મુલાકાત લો
Social Plugin