RTE ADMISSION 2024 । ધોરણ 1 માં ખાનગી સ્કુલ માં પ્રવેશ મેળવો વિના મુલ્યે । આ બાબતે તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

RTE ADMISSION 2024 । ધોરણ 1 માં ખાનગી સ્કુલ માં પ્રવેશ મેળવો વિના મુલ્યે । આ બાબતે તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

 ધોરણ ૧ માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ 2024  | RTE પ્રવેશ 2024  | RTE ADMISSION 2024 | RTE GUJARAT 2024 | RTE Gujarat Admission 2024 |  Rte orp gujarat com login  |  RTE form online

 RTE  ADMISSION 2024 IN GUJARAT

rte admission 2024-25 gujarat
rte admission 2024-25 gujarat
મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે જેમાંની એક યોજના છે “રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ ૧ માં ખાનગી સ્કુલમાં વિનામુલ્યે પ્રવેશ”. જરુરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવારના  બાળકોને પ્રાઇવેટ સ્કુલમાં સારૂ શિક્ષણ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા બાળકો ને મફત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અમલમાં આવેલ છે આ અધિનિયમ માં ખાનગી સ્કુલ માં નબળા અને વંચિત જુથોના બાળકો ના એડમિશન માટે ૨૫% બેઠક અનામત રાખવામાં આવેલ છે. આ બેઠક પર જરૂરિયાતમંદ  વિધાર્થીઓને એડમિશન આપવામાં આવે છે.  તો આ યોજના વિશે સંપુર્ણ  માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું

 આરટીઇ એડમિશન 2024

રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત ખાનગી સ્કુલમાં વિના મુલ્યે  પ્રવેશ આપવામાં આવશે તો  આ ખાનગી  સ્કુલમાં એડમિશન મેળવવા માટે કઇ પાત્રતા જોઇશે તેનુ ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે?  તેમજ કઇ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે તેમજ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇશે? વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

RTE  યોજના ૨૦૨4  યોજનાનો હેતુ

શિક્ષણ નો અધિકાર કાયદા હેઠળ ખાનગી શાળામાં ૨૫%  શીટ પર વંચિત અને જરુરિયાતમંદ જુથો ના બાળકોને પ્રવેશ મળે, અને આવા બાળકોને ખાનગી સ્કુલમાં ઉચ્ચ ગુણવતા વાળું શિક્ષણ મળે તે હેતુથી આ યોજના અમલમાં આવેલ છે આ એક્ટ નીચે એડ્મિશન મેળવનાર બાળકને  ધોરણ ૧ થી ૮ સુધી મફત શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. તો આપ પણ આપના બાળકને આ કાયદા હેઠળ ફોર્મ ભરીને પોતાની મનપસંદ ખાનગી શાળામાં ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ અપાવી શકો છો 

RTE યોજના ૨૦૨૩ હેઠળ કોને પ્રવેશ મળી શકે છે?

 •  ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૦,૦૦૦/અને શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦/ની આવક મર્યાદા ધરાવતા વાલીના બાળકને આ યોજના હેઠળ પ્રવેશ મળી શકે છે.
 • પ્રવેશ વખતે બાળકની ઉમર ૬ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઇએ
 •  આ યોજના હેઠળ નીચેના બાળકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે
 • અનાથ બાળકો
 • સંભાળ અને સંરક્ષણની જરૂરીયાત વાળા બાળકો બાળગૃહના બાળકો
 •  મજૂરના બાળકો/બાળમજૂર
 •  શારીરિક વિકલાંગ
 • એચઆઈવી થી અસરગ્રસ્ત બાળક
 •  શહીદ થયેલા જવાનોના બાળકો
 • બીપીએલ કેટેગરી ધરાવતા વાલી ના બાળકો
 • વિચરતી વિમુક્ત જાતિના બાળકો
 • એકમાત્ર સંતાન દીકરી હોય
 • સરકારી આંગણવાડીમાં બે વર્ષ અભ્યાસ કરેલો હોય તેવા બાળકો
 • એસસી/એસટી કેટેગરી ના બાળકો
 • ઓબીસી કેટેગરીના બાળકો
 • જનરલ કેટેગરીના બાળકો

 RTE યોજના હેઠળ ખાનગી સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે કયા કયા  ડોક્યુમેન્ટ જોડવાના હોય છે  required-douments.pdf - RTE Gujarat

ક્રમ

ફોર્મ સાથે જોડવાના પુરાવાનું નામ.

માન્ય પુરાવાનું નામ.

1

રહેઠાણ નો પુરાવો.

આધાર કાર્ડ/ પાસપોર્ટ/લાઇટ બિલ /પાણી બિલ /ચુંટણી કાર્ડ/રેશન કાર્ડ માંથી કોઇ પણ એક પુરાવો.

જો ઉપર ના પુરાવામાંથી એક પણ ના હોય તો  રજીસ્ટર્ડ ભાડા કરાર માન્ય ગણાશે પણ નોટરી વાળો ભાડા કરાર માન્ય નહિ ગણાય પણ  ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્‍ય ગણવામાં આવશે. 

2

બાળકના વાલીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર.

મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીનુ માન્ય ગણાશે.

3

જન્મનું પ્રમાણપત્ર.

ગ્રામ પંચાયત અથવા નગર પાલિકા નુ પ્રમાણપત્ર, અથવા આંગણવાડી કે બાલવાડી નું નોંધણી પ્રમાણપત્ર અથવા માતા પિતા કે વાલી નું સોગંદનામું.

4

ફોટો.

પાસપોર્ટ સાઈઝનો  ફોટો

5

વાલીની આવકનો દાખલો.

આવકનો દાખલો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે તલાટી શ્રી નો દાખલો માન્ય ગણાશે. તલાટી શ્રી નો દાખલો ઇ ગ્રામ ઓનલાઇન પરથી કાઢેલો હોવો જોઇએ.

6

બીપીએલ.

૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, અથવા નિયામકશ્રીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે. જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલોનગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો,

 BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.

7

વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ.

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​.

8

અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક તેમજ બાલગૃહ ના બાળકો.

જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર.

9

બાળમજૂર/સ્થળાંતરીત મજુરના બાળકો.

જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર.

10

સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોદિવ્યાંગ બાળકો તેમજ ATR  ની સારવાર લેતા બાળકો ને પ્રવેશ માટે,

સિવિલ સર્જનનું પ્રમાણપત્ર.

11

શહીદ થયેલ જવાનના બાળકો.

સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો.

12

સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે.

ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રીનગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર, અને મહાનગરપાલિકા વિસ્તાર માટે, સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન હોવાનો દાખલો.

13

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો.

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા વર્ષ અભ્યાસ કરેલ હોય, અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય, તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે,  તેવો  આંગણવાડી  વર્કર અથવા સક્ષમ અધિકારીનો દાખલો.

14

બાળકનું તેમજ વાલી નું  આધારકાર્ડ.

બાળક અને તેના વાલીના  આધારકાર્ડની નકલ.​

15

બેંકની વિગતો.

બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ.

16

માતા પિતાની સહીનો નમુનો.

માતા પિતાની સહિ નો નમુનો ઓનલાઇન અપલોડ કરવાનો રહેશે.

17

પ્રવેશ વખતે બાળકની ઉમર

તા.૦૧/૦૬/૨૦૨૪ સુધીમાં બાળકની ઉંમર ૬ વર્ષ પુર્ણ થયેલી હોવી જોઇએ

  RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની પદ્ધતિ :

RTE ADMISSION 2024
RTE ADMISSION 2024 


 •  આપ જો ઉપરની કેટેગેરીમાં લાભ મેળવવાની પાત્રતા ધરાવતા હો તો વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરવાની રહેશે, અને જ્યાં જરૂરી વિગતો ભરીને અને માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 •  ત્યારબાદ ડોક્યુમેન્ટનું જિલ્લા લેવલે એપ્રુવલ કરવામાં આવશે.
 •  ડોક્યુમેન્ટ યોગ્ય જણાએ સ્કૂલની ફાળવણી કરવામાં આવશે.
 • ત્યારબાદ સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચે મુજબની સુચનાને ધ્યાને રાખવા વિનંતિ.

આપનું ફોર્મ રદ ના થાય તે માટે આપે ઓરિઝનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઝેરોક્ષ કે ઝાંખા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો ફોર્મ રદ થશે.
રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ/પાન કાર્ડ/ ચુંટણી કાર્ડ / લાઇટ બિલ /કે પાણી બિલ હોય તો ભાડા કરારની જરૂર રહેતી નથી

 જો ઉપરના પુરાવામાંથી કોઇ પણ પુરાવો ના હોય તો જ ભાડા કરાર ની જરુર પડશે. અને આ ભાડા કરાર નોટરી વાળુ હશે, તો નહિ ચાલે તે માટે સ્ટેમ્પ એકટ ૧૯૫૩ હેઠળ નોંધાયેલ ભાડા કરાર ,અને તે ભાડા કરાર પોલિસ સ્ટેશને જમા કરાવ્યા અંગેનો આધાર સાથે અરજી કરવી પડશે.

 
પ્રવેશ માટે તમે જે પસંદગીની શાળામાં પ્રવેશ મેળવવા માંગો છો, તે અનુસાર પસંદગીનો ક્રમ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે બતાવવાનો રહેશે.

 
એક વખત ફોર્મ ભર્યા પછી તેની વિગતો ની ખરાઇ કરી દેવી ત્યારબાદ જ ફોર્મ સબમિટ કરવુ. ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં કોઇ સુધારો થઇ શકશે નહી.

આ પણ વાંચો : ધોરણ 6 અને 9 માં શિષ્યવૃતિ મેળવવા માટે ઓનલાઇન અરજી કરો એક ક્લિક માં 

·        વધુ માહિતીની જરૂરી જણાય તો પોર્ટલ પર આપેલ હેલ્પલાઇન નો સંપર્ક કરી શકો છો

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ટુંકમાં માહિતિ

યોજનાનું નામ

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી સ્કુલ માં એડમિશન

ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો

14 03 2024 થી 26 03  2024

ઓનલાઇન અરજી કરવા માટે ની વેબસાઇટ

અહીં ક્લિક કરો

રાઇટ ટુ એજ્યુકેશન ના ઠરાવ માટે

અહીં ક્લિક કરો

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ 2024 ની જાહેરાત  જોવા માટે   | Rte admission 2024 25 gujarat pdf download in gujarati 

અહીં ક્લિક કરો  

RTE પ્રવેશ ની અરજી સાથે અપલોડ કરવાના દસ્તાવેજો ની માહિતિ માટે 

અહીં ક્લિક કરો

આવી જ માહિતિ નિયમિત મેળવવા માટે  whatsApp group માં  જોડાવા માટે 

અહીં ક્લિક કરો

 

આરટીઆઇ હેઠળ પ્ર્વેશ મેળવવા માટે શાળાની યાદી  જોવા માટે 

અહી ક્લિક કરો 

આરટીઆઇ હેઠળ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા  માટે

અહીં ક્લિક કરો 

     RTE હેઠળ કરેલ અરજીનુ સ્ટેટસ જોવા માટે     અહીં ક્લિક કરો 

RTE ADMISSION 2024 IN GUJARAT
RTE ADMISSION 2024 IN GUJARAT


faq of rte  admission 2024-25 :

1. ગુજરાત માંં RTE હેઠળ ફોર્મ ભરાવવાના ક્યારથી શરૂ થાય છે ?  

જવાબ . ગુજરાત માંં RTE હેઠળ ફોર્મ ભરાવવાના  તા.14/03/2024 થી  શરૂ થાય છે 

2. ગુજરાત માંં RTE હેઠળ એડમિશન મેળવવા માટે બાળકની ઉમર કેટલી હોવી જોઇએ ? 

જવાબ . ગુજરાત માંં RTE હેઠળ એડમિશન મેળવવા માટે બાળકની ઉમર તા.01/06/2024ના રોજ ૬ વર્ષ પુર્ણ થયેલી  હોવી જોઇએ. 


મિત્રો આશા રાખું છું કે ઉપરની માહિતી  આપને ઉપયોગી નીવડી હશે  આ માહિતી અન્ય મિત્રો ને શેર કરવા વિનંતી જેથી કરીને તેઓને આનો લાભ મળી શકે. અને આપને સતત આવી માહિતિ મળતી રહે તે માટે અમારા વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા વિનંતી Post a Comment

0 Comments

Close Menu