e samaj kalyan | GOVERNMENT HOSTEL ADMISSION 2024 | સરકારી હોસ્ટેલમાં એડમિશન 2024 । અરજી તથા પ્રવેશ ની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો

e samaj kalyan | GOVERNMENT HOSTEL ADMISSION 2024 | સરકારી હોસ્ટેલમાં એડમિશન 2024 । અરજી તથા પ્રવેશ ની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો

સરકારી છાત્રાલયમાં પ્રવેશ 2024 Government hostel admission 2024 ધોરણ 11/12 અને ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓને વિના મુલ્યે રહેવા જમવાની સગવડ   સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો

GOVERNMENT HOSTEL ADMISSION 2024
GOVERNMENT HOSTEL ADMISSION 2024


Government hostel Admission 2024 

ગુજરાત સરકાર સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગોમાં તેમજ અનુસુચિત જાતિ અને જનજાતિના વિધાર્થિઓને  ધો.૧૧-૧૨ તેમજઉચ્ચ અભ્યાસક્રમમાંના તમામ પ્રવાહમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને શિક્ષણની પુરતી તક મળે તે હેતુથી સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવાજમવાની સગવડો  આપવામાં આવે છે આ છાત્રાલયમાં પ્રવેશ માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલમાં અરજી કરવાની હોય છે. આ અરજી કેવી રીતે કરવી તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.  

short berfing:  સરકારી છાત્રાલયમાં  વિના મુલ્યે રહેવા જમવાની સગવડ । ધોરણ ૧૧-૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રવેશ મળશે | sarakari Chhatralay Detail In Gujarati | Government hostel admission 2024 | esamajkalyan | સરકારી કુમાર છાત્રાલય । સરકારી કન્યા છાત્રાલય 

Highlight Point of Government hostel for students admission 2024

 હાઇલાઇટ પોઇન્ટ સરકારી છાત્રાલયમાં પ્રવેશ 2024

આર્ટિકલ નો મુદ્દો

સરકારી છાત્રાલય પ્રવેશ 2024

ઓફિશિયલી વેબસાઇટ પર જવા માટે

અહીં ક્લિક કરો

સરકારી હોસ્ટેલ પ્રવેશ  મેળવવાની અરજી કરવા માટે

અહીં ક્લિક કરો

સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેની અરજી કરવાની  માહિતિ માટે

અહીં ક્લિક કરો

નિયામક વિકસતી જાતિ વિભાગના છાત્રાલયોની યાદી  જોવા માટે

અહીં ક્લિક કરો

નિયામક અનુસુચિત જાતિ  વિભાગના છાત્રાલયોની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

સરકારી છાત્રાલયમાં  માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ

તા.30/06/2024

અમારી સાથે વ્હોટસેપમાં જોડાવા માટે

અહિં ક્લિક કરો

સરકારી છાત્રાલયમાં  પ્રવેશ ની જાહેરાત જોવા માટે

 અહીં ક્લિક કરો 

સરકારી છાત્રાલયમાં એડમિશનની અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ

·   પાસપોર્ટ સાઇઝનો ફોટો


·   વિદ્યાર્થીનું આધાર કાર્ડ


·    સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો


·   રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)


·   વાર્ષિક આવકનો દાખલો


·   પહેલી વાર એડમિશન લેનાર  વિદ્યાર્થીએ જે અભ્યાસમાં એડમિશન લેવાનું હોય તેના અગાઉ પાસ કરેલ અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે


·   વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ


·   શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર


·    શાળા છોડ્યાનું પ્રમાણપત્ર


·     વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંગ હોય તો)


·  વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા / ત્યક્તાના બાળક હોય તો)

·  અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેના નિયમો

  • પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ તો પ્રવેશ અરજી કરી શકશે.

  • કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.6  લાખ છે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે

  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ

  • છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.  

How To Online Apply government chhatralay admission

સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે ?

· સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ https://esamajkalyan.gujarat.gov.in/વેબસાઇટ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકશે.

·        તા30/06/2024 થી તા. 30/06/2024 સુધી અરજી કરી શકાશે.

·        અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે

·        વિદ્યાથીઓએ ઓનલાઈન અરજી કરી તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભુલ જણાય તો esamajkalyan.gujarat.gov.in મા Withdraw Application ની મદદથી જુની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે.

·       ઓનલાઇન અરજી સબમિટ કર્યા બાદ તેની હાર્ડ કોપી જિલ્લા સમાજ કલ્યાણની ઓફિસમાં જમા કરાવવાની રહેશે જ્યાં અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.  હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ 03/07/2024 છે.

 

આ પણ વાંચો આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2024


  સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 

  • સરકારી છાત્રાલયામાં પ્રવેશ મેળવવા માગતાં વિધાર્થીઓએ https://esamajkalyan.gujarat.gov.in/  પોર્ટલ પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. 
  • ત્યારબાદ પોતાનુ usre id પાસવર્ડથી લોગીન કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે. 
  • ખુલેલા ફોર્મ માં તમારી વ્યક્તિગત તેમજ અભ્યાસની વિગતો ભરવાની હોય છે. 
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર ક્લિક કરવુ.
  • ઓનલાઇન અરજી સબમિટ કર્યા બાદ ભુલ જણાય તો અરજી વિડ્રો કરવાના વિકલ્પમાં જઇને તેને વિડ્રો કરી નવેસરથી અરજી કરી શકાશે.

પ્રવેશ માટેની પ્રક્રિયા

  • પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે બનેલ મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે .
  •  જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
  • આથી તમામ મિત્રોને ઓનલાઇન અરજી કરતી વખતે તેમની વિગતો ચોકસાઇ પુર્વક ભરવા વિનંતી છે 
  • સરકારી છાત્રાલયમાં મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યા તેમજ કેટેગેરીને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં રિન્યુઅલ ને પ્રવેશ આપ્યા બાદ ફ્રેશરને પ્રવેશ આપવામાં આવે છે.

    FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.   સરકારી છાત્રાલયમાં પ્રવેશ કેવી રીતે મળે છે ?

a . સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર મળેલ અરજી ના ગુણ ના આધારે પ્રોવિઝનલ  મેરીટ યાદી બહાર પડતી હોય છે અને  આ યાદીના આધારે છાત્રાલયના મકાનની ક્ષમતા પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે.

2. સરકારી છાત્રાલયમાં  પ્રવેશ મેળવવાથી શું લાભ મળે છે ?

a. સરકારી છાત્રાલયમા છાત્રોને વિના મુલ્યે  રહેવાની જમવાની તેમજ મુળભુત જરૂરિયાત જેવાકે પલંગ ગાદલા ઓશિકા તેમજ પીવા માટે આર.ઓ. પ્લાન્ટની સગવડ પુરી પાડવામાં આવે છે. 

3. સરકારી છાત્રાલયમાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે ?

a. સરકારી છાત્રાલયમાં  કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે  પ્રવેશ મળે છે.

 

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને પ્રવેશને લગતી  તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

આ પણ જુઓ: વર્ષ 2024 માં ITI માં એડમિશન મેળવવાના ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો 

સમરસ છાત્રાલય માં પ્રવેશ 2024 : એડમિશન ની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો 

  આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

Post a Comment

0 Comments

Close Menu