Coaching Sahay Yojana 2024 For SEBC | કોચિંગ સહાય યોજના : 20000 હજારની સહાય આપતી યોજના

Coaching Sahay Yojana 2024 For SEBC | કોચિંગ સહાય યોજના : 20000 હજારની સહાય આપતી યોજના

OBC કોચિંગ સહાય યોજના અંતર્ગત વિધાર્થીઓને મળશે 20000 ની સહાય 

ગુજરાત સરકાર દ્વારા યુવાનો, વિધાર્થીઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે આવી જ એક યોજના છે ગુજરાત કોચિંગ સહાય યોજના  જે અંતર્ગત નિયામક વિકસતી જાતિ સમાજ કલ્યાણ દ્વારા વિભાગ સહાય આપવામાં આવે છે.  .

Coaching Sahay Yojana 2024 For SEBC
Coaching Sahay Yojana 2024 For SEBC



કોચિંગ સહાય યોજના

ગુજરાત કોચિંગ સહાય યોજના ની અંદર જે વિદ્યાર્થીઓ કોચિંગ કરે છે તેમને કોચિંગ કરવા માટે જે ખર્ચો થાય છે તેના માટે તેમને અમુક સહાયની રકમ આપવામાં આવશે. યોજના ની અંદર અલગ અલગ ત્રણ પ્રકારના સહાય આપવામાં આવે છે તો મિત્રો કયા કયા કોચિંગ અને શું શું પાત્રતા જોઈશે યોજના માટે તે અંગે વિગતવાર ચર્ચા લેખની અંદર કરીશું.

ગુજરાત કોચિંગ સહાય યોજના ની અંદર કયા પ્રકારના કોચિંગ માટે સહાય મળવા પાત્ર થશેGpsc coaching sahay yojana,

     યોજના ની અંદર ત્રણ પ્રકારના કોચિંગ હોય એટલે કે તાલીમ માટે સહાય આપવામાં આવે છે તો ત્રણેય પ્રકારના કોચિંગો નીચે પ્રમાણે દર્શાવેલ છે તે કોચિંગ કરતા વિદ્યાર્થીઓને યુવાનો યોજના નો લાભ મેળવી શકે છે

  • જે કોઈપણ સામાજિક અને શૈક્ષણિક વર્ગ નો વિદ્યાર્થી કે વિધાર્થીનિ સ્પર્ધાત્મક પરીક્ષા(વર્ગ-૧, ૨ અને ૩)ની પૂર્વતૈયારી માટે  કોચિંગ કરતા હોય અને તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય તેમને ખાસ પ્રોત્સાહન સહાય 20,000 રૂપિયા અથવા ખરેખર કોચિંગ માટે ચૂકવવાથી જે બંને માંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.
  •  સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી જે NEET, JEE, GUJCET જેવી પરીક્ષાઓની માટે પૂર્વ તૈયારી કોચિંગ સહાય યોજના તેમને મળવા પાત્ર રહેશે.
  • સિવાય કે જે શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ જે IIM, CEPT, NIFT, NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય આપવામાં આવશે.

તો મિત્રો પ્રમાણે ઉપર દર્શાવેલ પ્રકારના કોચિંગ માટે યોજના સહાય આપવામાં આવશે.

ગુજરાત કોચિંગ સહાય યોજના માટે ની અગત્યની તારીખો અને નિયમો

  • યોજનામાં ફોર્મ ભરવાનો સમય ગાળો : ૧૧/૧૧/૨૦૨૪ થી ૧૧ ૧૨/૨૦૨૪ સુધી છે.
  • કોચિંગ સહાય યોજના માટે પોર્ટલ પર અરજી કર્યા બાદ અરજીની  નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ બિડાણ કરી વિદ્યાર્થી  જે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ નિયામકશ્રી(વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(વિ.જા)ની કચેરીએ તા.૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાની રહેશે.
  •    ઓનલાઇન અરજી કર્યાના તારીખથી તા.૨૮/૦૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થી/તાલામાર્થીનુ કોચિંગ ચાલુ હોવું જોઈએ.
  •   ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજુરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઇ બનાવવામાં આવનાર મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ/તાલીમાર્થીઓઓને નિયમોનુસાર અગ્રતાક્રમમાં સહાય ચુકવવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.

કોચિંગ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

કોચિંગ સહાય ગુજરાત યોજના 2024 માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કે જે નીચે દર્શાવેલા છે

  • અરજદારનું આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • અરજદારનો જાતિનો દાખલો
  • કોચિંગ કરતા વિદ્યાર્થીની માર્કશીટ
  • સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણપત્ર
  • સંસ્થાનું પ્રમાણપત્ર

ઉપર બતાવેલા પ્રમાણે ડોક્યુમેન્ટની  જરૂર જે તમારે ગુજરાત કોચિંગ સહાય યોજના માં જરૂર પડશે.

ગુજરાત કોચિંગ સહાય યોજના અરજી કેવી રીતે કરવી

ગુજરાત કોચિંગ સહાય યોજના નિયામક વિકાસ જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે.

  • ગુજરાત સરકારની ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ
  • ત્યાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ લોગિન કરો  
  • અંદર જરૂરી માહિતી દાખલ કરો
  • જણાવેલા દસ્તાવેજો અપલોડ કરવા
  • ત્યારબાદ અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી જરુરી દસ્તાવેજો સાથે જે તે જિલ્લાના સમાજ કલ્યાણ ની કચેરી ખાતે સબમિટ કરો

Coaching Sahay Yojana 2024 For SEBC
મિત્રો આ હતી વિકસતિ જાતિ કલ્યાણ ની કોચિંગ સહાય યોજનાની માહિતિ જો આ માહિતિ ગમી હોય તો તે અન્ય મિત્રોને શેર કરવા વિનંતી ધન્યવાદ

                      WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                  

Post a Comment

0 Comments

Close Menu