શુ આપ ઘરે બેઠા ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ કરવા માંગો છો ?। તો હવે આપની ચિંતા દુર કરે છે ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ જેના મારફતે આપ આપનો અભ્યાસ ઘરે બેઠા પુરો કરી શકો છો

ગુજરાત ઓપન સ્કુલ
gujarat state open school admission - ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન :

Highlight Point OF GSOS- ગુજરાત ઓપન સ્કુલ
|
યોજનાનું નામ |
ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ-gujarat state open school |
|
ઉદ્દેશ |
અધુરો અભ્યાસ છોડેલ અથવા ક્યારેય
અભ્યાસ ના કરેલ વ્યક્તિ આગળ અભ્યાસ કરી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે . |
|
લાભાર્થી |
ક્યારેય સ્કુલે ના ગયા હોય અથવા
પોતાનો અભ્યાસ અધુરો છોડેલ હોય તેવા વિધાર્થીઓ |
|
અરજી કરવાની રીત |
નજીકની સરકારી કે અનુદાનિત પ્રાથમિક
કે માધ્યમિક સ્કુલનો સંપર્ક કરવો |
|
રજીસ્ટ્રેશન નુ ફોર્મ PDF Download કરવા માટે Gujarat state open school admission form Pdf |
|
|
ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ પરિપત્ર જોવા માટે |
|
|
ઓનલાઇન અરજી કરવા માટે |
|
|
Official website |
GUJARAT OPEN SCHOOL - રજિસ્ટ્રેશન માટેની પાત્રતા
- ધોરણ ૯ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૩ (તેર) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી.
- ધોરણ ૧૦ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૪ (ચૌદ) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી.
- ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ વિદ્યાર્થી.
- ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સુધી બે વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થી.

gujarat state Open School
ગુજરાત ઓપન સ્કુલ- રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા

💻 ઓનલાઈન ફોર્મ ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
GSOS માં ઓનલાઈન એડમિશન લેવું ખૂબ જ સરળ છે અને બોર્ડ દ્વારા તેની જ ભલામણ કરવામાં આવે છે. ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
સત્તાવાર વેબસાઇટ પર જાઓ
સૌથી પહેલા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં GSOS ની ઓફિશિયલ વેબસાઈટ (gsos.org.in) ઓપન કરો અને મેનુમાંથી "Apply Online" અથવા "Admission" ના વિકલ્પ પર ક્લિક કરો.
વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
ફોર્મમાં તમારું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, તમારો અગાઉનો અભ્યાસ (માર્કશીટ મુજબ) વગેરે સાચી વિગતો ભરો. ત્યારબાદ તમારે કયા વિષયો (Arts, Commerce, Science) રાખવા છે તે પસંદ કરો અને તમારી નજીકનું સ્ટડી સેન્ટર સિલેક્ટ કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
ફોર્મમાં દર્શાવ્યા મુજબ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. આમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી (Signature), આધાર કાર્ડ (Identity/Address proof), અને અગાઉની માર્કશીટ કે જન્મનો દાખલો સામેલ છે. (ફાઇલનું ફોર્મેટ JPG, PNG અથવા PDF હોવું જોઈએ).
એડમિશન ફી ચૂકવો (Online Payment)
બધી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી, ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે ફી ચૂકવો. તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI કે વોલેટનો ઉપયોગ કરીને ફી ભરી શકો છો.
કન્ફર્મેશન અને એનરોલમેન્ટ નંબર
ફી ભર્યા બાદ GSOS ના અધિકારીઓ દ્વારા તમારી એપ્લિકેશન ચકાસવામાં આવશે (Verification). જો બધું બરાબર હશે, તો તમને ઈમેલ કે SMS દ્વારા Admission Confirmation અને તમારો Enrollment Number મોકલવામાં આવશે.
- જીએસઓએસ ખાતે નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને વિધાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે તે માટે (જીઈટી) દ્વારા ઉપલબ્ધ કરાયેલ જી-શાલા સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.
- ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને જીએસઓએસ સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપેલ છે. આ સેન્ટરમાં અભ્યાસ માટે કમ્પ્યુટર લેબ, સમાર્ટ ક્લાસ રૂમ, પ્રયોગશાળા, વગેરેનો ઉપયોગ વિના મુલ્યે કરી શકશે.
- ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશિટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે.
- આ પરિક્ષા પાસ કર્યા પછી સામાન્ય વિધાર્થીઓની જેમ અન્ય કોઇ પણ અભ્યાસમાં પ્રવેશ મેળવી શકશે.
- પ્રશ્નપત્ર અને અભ્યાસનું માળખુ નિયમિત વિધાર્થીઓ જેવુ જ હશે.
- ૧૦/૧૨ની પરિક્ષા નિયમિત વિધાર્થીઓ સાથે જ યોજવામાં આવશે.
- પરિક્ષા ફી વખતોવખત નિયમોનુસાર હશે.
FAQ` Gujarat State Open School વારંંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 ગુજરાત ઓપન સ્કુલમાં કોણ કોણ પ્રવેશ મેળવી શકશે?
જવાબ: ગુજરાત ઓપન સ્કુલમાં કદીએ સ્કુલે ના ગયા હોય તેવા અથવા અધ વછે અભ્યાસ છુટી ગયો હોય તેવા વિધાર્થીઓ પ્રવેશ મેળવીને પોતાનો અભ્યાસ પુર્ણ કરી શકશે.
પ્રશ્ન 2 ગુજરાત ઓપન સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે કોનો સંપર્ક કરવાનો હોય છે.
જવાબ: ગુજરાત ઓપન સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ https://gsos.org.in/ પર અરજી કરવાની હોય છે અથવા શાળા કે માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો હોય છે
![]() |
| gujarat open school |
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Social Plugin